< ઊત્પત્તિ 28 >
1 ૧ ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ.
Y-sác bèn gọi Gia-cốp, chúc phước cho và dặn rằng: Con chớ chọn một người vợ nào hết trong bọn con gái Ca-na-an.
2 ૨ ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.
Hãy đứng dậy, đi qua xứ Pha-đan-a-ram, tại nhà Bê-tu-ên, ông ngoại con, và cưới ở đó một người vợ trong các con gái của La-ban, là cậu con.
3 ૩ સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય.
Cầu xin Ðức Chúa Trời toàn năng ban phước cho con, làm con sanh sản, thêm nhiều và trở nên một đám dân đông.
4 ૪ ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે.”
Cầu xin Ngài ban cho con và dòng dõi con phước lành của Áp-ra-ham, hầu cho xứ con đã kiều ngụ sẽ làm sản nghiệp cho con, tức xứ Ngài đã ban cho Áp-ra-ham!
5 ૫ ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.
Rồi Y-sác sai Gia-cốp đi qua xứ Pha-đan-a-ram, đến nhà La-ban, con trai Bê-tu-ên, vốn người A-ram, lại là anh của Rê-bê-ca, mẹ của Gia-cốp và Ê-sau.
6 ૬ હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, “કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ,”
Ê-sau thấy Y-sác đã chúc phước cho Gia-cốp, và sai đi qua xứ Pha-đan-a-ram đặng cưới vợ; và trong lúc đương chúc phước có dặn rằng: Chớ cưới vợ trong bọn con gái Ca-na-an;
7 ૭ અને યાકૂબ તેના માતાપિતાની આજ્ઞા માનીને પાદ્દાનારામમાં ગયો છે.
lại đã thấy Gia-cốp vâng lời cha me đi qua xứ Pha-đan-a-ram đó,
8 ૮ એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની કન્યાઓ પસંદ નથી.
thì biết rằng bọn con gái Ca-na-an không vừa ý Y-sác, cha mình;
9 ૯ તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.
nên người bèn đi đến nhà Ích-ma-ên (ngoài hai người vợ đã có rồi) cưới thêm nàng Ma-ba-lát, con gái của Ích-ma-ên, cháu nội của Áp-ra-ham và em của Nê-ba-giốt.
10 ૧૦ યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો.
Gia-cốp từ Bê -e-Sê-ba đi đến Cha-ran,
11 ૧૧ તે એક નિશ્ચિત જગ્યાએ આવ્યો અને સૂર્ય આથમી જવાથી ત્યાં મુકામ કર્યો. તેણે તે જગ્યાએથી એક પથ્થર લીધો અને પોતાના માથા નીચે મૂકીને તે ત્યાં સૂઈ ગયો.
tới một chỗ kia, mặt trời đã khuất, thì qua đêm tại đó. Người lấy một hòn đá làm gối đầu, và nằm ngủ tại đó;
12 ૧૨ તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૃથ્વી પર ઊભી કરેલી એક સીડી તેના જોવામાં આવી. તેનો ઉપરનો ભાગ આકાશ સુધી પહોંચતો હતો અને ઈશ્વરના દૂતો તેની પર ચઢતા ઊતરતા હતા.
bèn chiêm bao thấy một cái thang bắc từ dưới đất, đầu đến tận trời, các thiên sứ của Ðức Chúa Trời đi lên xuống trên thang đó.
13 ૧૩ તેના ઉપર ઈશ્વર ઊભા હતા અને તેમણે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમ તથા ઇસહાકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું ઊંઘે છે, તે હું તને તથા તારા સંતાનને આપીશ.
Nầy, Ðức Giê-hô-va ngự trên đầu thang mà phán rằng: Ta là Ðức Chúa Trời của Áp-ra-ham, tổ phụ ngươi, cùng là Ðức Chúa Trời của Y-sác. Ta sẽ cho ngươi và dòng dõi ngươi đất mà ngươi đương nằm ngủ đây.
14 ૧૪ પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.
Dòng dõi ngươi sẽ đông như cát bụi trên mặt đất, tràn ra đến đông tây nam bắc, và các chi họ thế gian sẽ nhờ ngươi và dòng dõi ngươi mà được phước.
15 ૧૫ જો, હું તારી સાથે છું, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ; હું તને ત્યાગી દઈશ નહિ. જે વચન મેં તને આપ્યું છે તે હું પૂરું કરીશ.”
Nầy, ta ở cùng ngươi, ngươi đi đâu, sẽ theo gìn giữ đó, và đem ngươi về xứ nầy; vì ta không bao giờ bỏ ngươi cho đến khi ta làm xong những điều ta đã hứa cùng ngươi.
16 ૧૬ યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.”
Gia-cốp thức giấc, nói rằng: Thật Ðức Giê-hô-va hiện có trong nơi đây mà tôi không biết!
17 ૧૭ તે ગભરાયો અને બોલ્યો, “આ જગ્યા કેવી ભયાનક છે! આ ઈશ્વરના ઘર સિવાય બીજું કંઈ નથી. આ સ્વર્ગનું દ્વાર છે.”
Người bắt sợ và nói rằng: Chốn nầy đáng kinh khủng thay thật là đền Ðức Chúa Trời, thật là cửa của trời!
18 ૧૮ યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.
Người dậy sớm, lấy hòn đá của mình dùng gối đầu, dựng đứng lên làm cây trụ, đổ dầu lên trên chót trụ đó;
19 ૧૯ તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, જો કે તે નગરનું મૂળ નામ લૂઝ હતું.
rồi đặt tên chốn nầy là Bê-tên; còn nguyên khi trước tên thành là Lu-xơ.
20 ૨૦ યાકૂબે પ્રતિજ્ઞા કરી કે, “જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલું છું તેમાં મારું રક્ષણ કરશે, મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે,
Gia-cốp bèn khấn vái rằng: Nếu Ðức Chúa Trời ở cùng tôi, gìn giữ tôi trong lúc đi đường, cho bánh ăn, áo mặc,
21 ૨૧ અને મને મારા પિતાના ઘરે સુરક્ષિત લાવશે, તો તેમને હું મારા પ્રભુ, ઈશ્વર માનીશ;
và nếu tôi trở về bình an đến nhà cha tôi, thì Ðức Giê-hô-va sẽ là Ðức Chúa Trời tôi.
22 ૨૨ અને આ પથ્થર જે મેં સ્તંભની જેમ ઊભો કર્યો છે તે યાદગીરીનું પવિત્ર સ્થાનક થશે અને ઈશ્વર જે કંઈ મને આપશે તેમાંથી હું નિશ્ચે તેમને દશાંશ પાછું આપીશ.”
Hòn đá đã dùng làm trụ đây sẽ là đền Ðức Chúa Trời, Và tôi sẽ nộp lại cho Ngài một phần mười mọi của cải mà Ngài sẽ cho tôi.