< ઊત્પત્તિ 25 >

1 ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
Áp-ra-ham tái hôn và cưới Kê-tu-ra.
2 કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
Bà sinh cho người sáu đứa con: Xim-ran, Giốc-chan, Mê-đan, Ma-đi-an, Dích-bác, và Su-ách.
3 શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
Giốc-chan sinh Sê-ba và Đê-đan; dòng dõi của Đê-đan là họ A-chu-rim, họ Lê-tu-chim, và họ Lê-um-mim.
4 એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
Ma-đi-an sinh năm con trai: Ê-pha, Ê-phe, Hê-nóc, A-bi-đa, và Ên-đa. Đó là dòng dõi bà Kê-tu-ra.
5 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
Áp-ra-ham cho Y-sác hưởng trọn gia tài.
6 પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
Ông cũng cho các con thứ mỗi người một số phẩm vật và bảo họ đi qua đông phương, ở cách xa Y-sác.
7 ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
Áp-ra-ham hưởng thọ 175 tuổi.
8 પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
Áp-ra-ham trút hơi thở cuối cùng và qua đời khi tuổi đã cao, được mãn nguyện trong cuộc sống; và ông trở về với tổ phụ mình
9 તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
Y-sác và Ích-ma-ên, hai con trai người, an táng người trong hang Mạc-bê-la, gần Mam-rê, thuộc cánh đồng của Ép-rôn, con trai Xô-ha, người Hê-tít
10 ૧૦ હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
Đây là cánh đồng mà Áp-ra-ham đã mua của Ép-rôn, con trai Xô-ha, người Hê-tít. Đây cũng là mộ địa của Sa-ra, vợ Áp-ra-ham.
11 ૧૧ ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
Sau khi Áp-ra-ham qua đời, Đức Chúa Trời ban phước dồi dào cho Y-sác; lúc ấy Y-sác đã dời xuống La-chai-roi ở miền nam.
12 ૧૨ હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
Đây là dòng dõi của Ích-ma-ên, con trai Áp-ra-ham và A-ga, người Ai Cập, nữ tì của Sa-ra.
13 ૧૩ ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
Các con trai của Ích-ma-ên là: Trưởng nam Nê-ba-giốt, Kê-đa, Át-bê-ên, Mi-bô-sam,
14 ૧૪ મિશમા, દુમા, માસ્સા,
Mích-ma, Đu-ma, Ma-sa,
15 ૧૫ હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.
Ha-đa, Thê-ma, Giê-thu, Na-phích, và Kết-ma.
16 ૧૬ તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
Đó là mười hai con trai của Ích-ma-ên; họ được đặt tên theo địa điểm định cư và đóng trại. Đó là mười hai tộc trưởng của dân tộc họ.
17 ૧૭ ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
Ích-ma-ên hưởng thọ 137 tuổi, qua đời, và về với tổ phụ.
18 ૧૮ હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા.
Dòng dõi của Ích-ma-ên định cư ở trước mặt anh em họ, từ Ha-vi-la đến Su-rơ đối ngang Ai Cập, trên đường đi A-sy-ri.
19 ૧૯ ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
Đây là dòng dõi của Y-sác, con trai Áp-ra-ham.
20 ૨૦ ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
Khi được 40 tuổi, Y-sác cưới Rê-bê-ca, con gái của Bê-tu-ên, em của La-ban, người A-ram ở xứ Pha-đan A-ram.
21 ૨૧ ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
Y-sác cầu thay cho vợ mình đang son sẻ, xin Chúa Hằng Hữu cho nàng sinh con. Chúa Hằng Hữu nhậm lời nên Rê-bê-ca thụ thai.
22 ૨૨ તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
Dường như các bào thai đánh nhau trong bụng, đến nỗi nàng than rằng: “Tôi chịu không nổi.” Nàng cầu hỏi Chúa Hằng Hữu.
23 ૨૩ ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”
Chúa Hằng Hữu đáp: “Hai con trai trong lòng ngươi sẽ trở thành hai nước chống đối nhau. Nước này mạnh hơn nước kia; đứa lớn sẽ phục dịch đứa nhỏ.”
24 ૨૪ જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા.
Quả nhiên, Rê-bê-ca sinh đôi.
25 ૨૫ જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
Đứa đầu có nhiều lông đỏ hung hung, nên được đặt tên là Ê-sau.
26 ૨૬ ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
Đứa sau nắm gót chân anh nó, Ê-sau, lúc lọt lòng, nên có tên là Gia-cốp. Năm ấy, Y-sác đã sáu mươi tuổi.
27 ૨૭ તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
Hai đứa trẻ lớn lên. Ê-sau là một thợ săn tài giỏi, thường xông pha nơi đồng nội và rừng xanh; còn Gia-cốp thích sống trầm lặng trong nhà, quanh quẩn bên mẹ.
28 ૨૮ હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
Vì thế, Ê-sau được Y-sác cưng, còn Gia-cốp được mẹ yêu chiều.
29 ૨૯ એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
Một hôm, Ê-sau đi săn về, mệt lả, và thấy Gia-cốp đang nấu nồi xúp thơm ngào ngạt.
30 ૩૦ એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
Ê-sau năn nỉ Gia-cốp: “Chao ôi, đói quá! Em cho anh ăn món súp đo đỏ đó với!” (Do đó mà Ê-sau có biệt danh là Ê-đôm, nghĩa là “đỏ.”)
31 ૩૧ યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”
Gia-cốp đề nghị: “Được rồi, anh cứ trao quyền trưởng nam cho tôi, tôi cho anh ăn súp!”
32 ૩૨ એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.”
Ê-sau đáp: “Khi người ta đói gần chết, người ta còn giữ quyền trưởng nam làm gì.”
33 ૩૩ યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
Gia-cốp nắm ngay cơ hội: “Vậy anh thề đi.” Ê-Sau bèn thề và bán quyền trưởng nam cho em mình.
34 ૩૪ યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
Gia-cốp liền cho Ê-sau ăn bánh, đậu đỏ, và xúp. Ăn xong, Ê-sau đứng dậy ra đi, không đếm xỉa gì đến quyền trưởng nam cả.

< ઊત્પત્તિ 25 >