< ઊત્પત્તિ 17 >
1 ૧ ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.
Когато Аврам беше на деветдесет и девет години, Господ се яви на Аврама и му рече: Аз съм Всемогъщият; ходи пред Мене и бъди непорочен.
2 ૨ પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ.
И ще направя завета си между Мене и тебе и ще те умножа твърде много.
3 ૩ ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,
Тогава Аврам падна на лицето си; и Бог му говореше, казвайки:
4 ૪ “જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે.
Ето, Моят завет е с тебе; и ти ще станеш отец на множество народи.
5 ૫ હવે તારું નામ ઇબ્રામ નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.
Не ще се именуваш вече Аврам, но името ти ще бъде Авраам; защото те направих отец на множество народи.
6 ૬ હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે.
Ще те наплодя твърде много и ще произведа народи от тебе; и царе ще произлязат от тебе.
7 ૭ તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.
И ще утвърдя завета Си между Мене и тебе и потомците ти след тебе през всичките им поколения за вечен завет, че ще бъда Бог на тебе и на потомството след тебе.
8 ૮ જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”
На тебе и на потомството ти след тебе ще дам за вечно притежание земята, в която си пришелец, цялата Ханаанска земя; и ще им бъда Бог.
9 ૯ ઈશ્વરે તેને કહ્યું, “તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે.
Бог още каза на Авраама: Пази ти завета Ми, ти и потомците ти след тебе, през всичките си поколения.
10 ૧૦ મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.
Ето моят завет, който трябва да пазите между Мене и вас и потомците ти след тебе: всеки между вас от мъжки пол да се обрязва.
11 ૧૧ તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.
Да обрязвате краекожието на плътта си; и това ще бъде знак на завета между Мене и вас.
12 ૧૨ તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.
Всяко мъжко дете между вас във всичките ви поколения, като стане на осем дни трябва да се обрязва, както роденото у дома ти, така и онова, което не е от твоето потомство, купена с пари от някой чужденец.
13 ૧૩ જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.
Непременно трябва да се обрязва и роденият у дома ти и купеният с парите ти; и Моят завет в плътта ви, ще бъде вечен завет.
14 ૧૪ દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે. તેણે મારો કરાર તોડ્યો છે.”
А необрязаният от мъжки пол, чието краекожие на плътта не е обрязано, тоя човек, да се погуби измежду людете си, защото е нарушил завета Ми.
15 ૧૫ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.
После Бог каза на Авраама: Не наричай вече Сарайя жена си Сарайя; но Сара да бъде името й.
16 ૧૬ હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે.”
Аз ще я благословя, още и син ще ти дам от нея; да! ще я благословя, и тя ще стане майка на народи; царе на племена ще произлязат от нея.
17 ૧૭ પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, “જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?”
Тогава Авраам падна на лицето си и се засмя, и рече в сърцето си: На стогодишен човек ли ще са роди дете? И Сара, която име деветдесет години, ще роди ли?
18 ૧૮ ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, “પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!”
И рече Авраам на Бога; Исмаил да е жив пред Тебе.
19 ૧૯ ઈશ્વરે કહ્યું, “ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.
Но Бог каза: Не, а жена ти Сара ще ти роди син, и ще го наречеш Исаак; и с него ще утвърдя завета Си за вечен завет, който ще бъде и за потомството му след него.
20 ૨૦ ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ.
И за Исмаила те послушах. Ето, благослових го, и ще го наплодя и преумножа; дванадесет племена ще се родят от него, и ще го направя велик народ.
21 ૨૧ વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.”
Но завета Си ще утвърдя с Исаака, когото Сара ще ти роди до година по това време.
22 ૨૨ ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા.
А като прекрати думата Си с Авраама, Бог се възлезе от него.
23 ૨૩ પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.
В тоя същия ден Авраам взе сина си Исмаила, всичките родени у дома му и всичките купени с парите му, всеки от мъжки пол между човеците на Авраамовия дом и обряза краекожието на плътта им, според както Бог му каза.
24 ૨૪ જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો.
Авраам беше на деветдесет и девет години когато се обряза краекожието на плътта му;
25 ૨૫ અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો.
а син му Исмаил беше на тринадесет години, когато се обряза краекожието на плътта му.
26 ૨૬ ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.
В един и същи ден се обрязаха Авраам и син му Исмаил.
27 ૨૭ તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.
И всичките мъже от дома му както родените у дома, така и купените от чужденци с пари, се обрязаха заедно с него.