< ઊત્પત્તિ 15 >
1 ૧ પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ.”
Po tem wszystkiem stało się słowo Pańskie do Abrama w widzeniu, mówiąc: Nie bój się Abramie, jam tarczą twoją, i nagrodą twoją obfitą wielce.
2 ૨ ઇબ્રામે કહ્યું, “પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ: સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે.”
I rzekł Abram: Panie Boże, cóż mi dasz? gdyż ja schodzę bez dziatek, a sprawcą domu mego jest ten Damaszczeński Eliezer.
3 ૩ ઇબ્રામે કહ્યું, “તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે.”
I mówił Abram: Otoś mi nie dał potomka, ale oto sługa domu mego dziedzicem moim będzie.
4 ૪ પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, “એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે.”
A oto słowo Pańskie stało się do niego mówiąc: Nie będzie ten dziedzicem twoim; lecz który wynijdzie z żywota twego, ten będzie dziedzicem twoim.
5 ૫ પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.”
I wywiódł go na dwór, i rzekł: Spojrzyj teraz ku niebu, a zlicz gwiazdy, będzieszli je mógł zliczyć; i rzekł mu: Tak będzie nasienie twoje.
6 ૬ તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો.
Uwierzył tedy Panu, i poczytano mu to ku sprawiedliwości.
7 ૭ ઈશ્વરે તેને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.”
I rzekł do niego: Ja Pan, którym cię wywiódł z Ur Chaldejskiego, abym ci dał ziemię tę w osiadłość.
8 ૮ તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?”
Zatem rzekł Abram: Panie Boże, po czemże poznam, iż ją odziedziczę?
9 ૯ પછી તેમણે તેને કહ્યું, “મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે.”
I odpowiedział mu: Weźmij mi jałowicę trzyletnią, i kozę trzyletnią, i barana trzyletniego, i synogarlicę, i gołąbiątko.
10 ૧૦ તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ.
Wziął tedy wszystko to i rozciął na poły; a jednę część położył przeciw drugiej, ale ptaków nie rozcinał.
11 ૧૧ જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.
Tedy się zleciało ptactwo do onych ścierwów, i odganiał je Abram.
12 ૧૨ પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.
I stało się, gdy słońce zachodziło, że przypadł twardy sen na Abrama, a oto strach i ciemność wielka przypadła nań.
13 ૧૩ પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.
I rzekł Pan do Abrama: Wiedz wiedząc, iż gościem będzie nasienie twoje w ziemi cudzej, i podbiją je w niewolą, i utrapią je przez cztery sta lat.
14 ૧૪ તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.
A wszakże naród on, któremu służyć będą, ja sądzić będę; a potem wynijdą stamtąd z majętnością wielką.
15 ૧૫ પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.
Ale ty pójdziesz do ojców twoich w pokoju; i pogrzebion będziesz w starości dobrej.
16 ૧૬ તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે.”
A w czwartem pokoleniu tu się wrócą; bo jeszcze nie wypełniła się nieprawość Amorrejczyka aż do tego czasu.
17 ૧૭ સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.
I stało się, gdy zaszło słońce, a ciemność była, a oto ukazał się piec kurzący się, i pochodnia ognista, która przechodziła między onemi podziały.
18 ૧૮ તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, “મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.
Onegoż dnia uczynił Pan z Abramem przymierze, mówiąc: Nasieniu twemu dam tę ziemię, od rzeki Egipskiej, aż do rzeki wielkiej, rzeki Eufrates.
19 ૧૯ કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;
Kenejczyka, i Kenezejczyka, i Kadmonejczyka.
20 ૨૦ હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;
I Hettejczyka, i Ferezejczyka, i Rafaimczyka.
21 ૨૧ અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે.”
I Amorrejczyka, i Chananejczyka, i Gergezejczyka, i Jebuzejczyka.