< ઊત્પત્તિ 14 >

1 શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન,
Stalo se pak ve dnech těch, že Amrafel král Sinearský, Arioch král Elasarský, Chedorlaomer král Elamitský, a Thádal král Goimský,
2 સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.
Vyzdvihli válku proti Bérovi králi Sodomskému, a proti Bersovi králi Gomorskému, a Senábovi králi Adamatskému, a Semeberovi králi Seboimskému, a králi Bélamskému, to jest Ségorskému.
3 એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.
Všickni tito sjeli se do údolí Siddim, to jest již moře solné.
4 બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.
Dvanácte let sloužili Chedorlaomerovi, třináctého pak léta zprotivili se.
5 પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને,
Protož léta čtrnáctého přitáhl Chedorlaomer a králové, kteříž byli s ním, a pobili Refaimské v Astarotu Karnaimských, a Zuzimské v Cham, a Eminské na rovinách Kariataimských,
6 હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.
A Horejské na hoře jich Seir, až k rovině Fáran, kteráž leží nad pouští.
7 પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
A vracejíce se, přitáhli k En Misfat, kteráž již jest Kádes, a pohubili všecku krajinu Amalechitského, také i Amorejského, bydlícího v Hasesontamar.
8 પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને,
Protož vytáhl král Sodomský, a král Gomorský, a král Adamatský, a král Seboimský, a král Bélamský, to jest Ségorský, a sšikovali se proti nim k bitvě v údolí Siddim,
9 એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.
Proti Chedorlaomerovi králi Elamitskému, a Thádalovi králi Goimskému, a Amrafelovi králi Sinearskému, i Ariochovi králi Elasarskému, čtyři králové proti pěti.
10 ૧૦ હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.
(V údolí pak Siddim bylo mnoho studnic klejovatých.) I utíkajíce král Sodomský a Gomorský, padli tam; a kteří pozůstali, utekli na hory.
11 ૧૧ પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.
A pobravše všecko zboží Sodomských a Gomorských, a všecky potravy jich, odtáhli.
12 ૧૨ જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.
Vzali také Lota, a zboží jeho, syna bratra Abramova, a odjeli; nebo on bydlil v Sodomě.
13 ૧૩ જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો.
Přišel pak jeden, kterýž byl utekl, a zvěstoval Abramovi Hebrejskému, kterýž tehdáž bydlil v rovinách Mamre Amorejského, bratra Eškolova a bratra Anerova; nebo ti měli smlouvu s Abramem.
14 ૧૪ જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.
Uslyšev tedy Abram, že by zajat byl bratr jeho, vypravil způsobných k boji a v domě svém zrozených služebníků tři sta a osmnácte, a honil je až k Dan.
15 ૧૫ તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો.
A odděliv se, připadl na ně v noci, on i služebníci jeho, a porazil je; a stíhal je až k Chobah, kteréž leží na levo Damašku.
16 ૧૬ પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.
I odjal zase všecko zboží; také i Lota bratra svého s statkem jeho zase přivedl, ano i ženy a lid.
17 ૧૭ કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારુ સદોમનો રાજા શાવેહની ખીણમાં એટલે રાજાની ખીણમાં આવ્યો.
Tedy vyšel král Sodomský proti němu, když se navracoval od pobití Chedorlaomera a králů, kteříž byli s ním, k údolí Sáveh, kteréž jest údolí královské.
18 ૧૮ સાલેમનો રાજા મલ્ખીસદેક, રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો. તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.
Melchisedech také král Sálem, vynesl chléb a víno; a ten byl kněz Boha silného nejvyššího.
19 ૧૯ તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.
I požehnal mu a řekl: Požehnaný Abram Bohu silnému nejvyššímu, kterýž vládne nebem a zemí;
20 ૨૦ જે સર્વશ્રેષ્ઠ ઈશ્વરે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, પરાત્પર ઈશ્વરની સ્તુતિ થાઓ.” પછી ઇબ્રામે સર્વ સંપત્તિમાંથી તેને દસમો ભાગ આપ્યો.
A požehnaný Bůh silný nejvyšší, kterýž dal nepřátely tvé v ruce tvé. I dal mu Abram desátky ze všech věcí.
21 ૨૧ સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું, “મને માણસો આપ અને પોતાને સારુ સંપત્તિ લઈ લે.”
Král pak Sodomský řekl Abramovi: Dej mi lid, a zboží vezmi sobě.
22 ૨૨ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “પરાત્પર ઈશ્વર યહોવાહ કે, જેમણે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યાં, તેમને મેં ગંભીરતાપૂર્વક વચન આપ્યું છે કે,
I řekl Abram králi Sodomskému: Pozdvihl jsem ruky své k Hospodinu, Bohu silnému nejvyššímu, kterýž vládne nebem i zemí,
23 ૨૩ હું તારી પાસે સૂતળી કે ચંપલની દોરીનો ટુકડોય અથવા તારી અન્ય કોઈપણ વસ્તુ લઈશ નહિ, રખેને તું કહે કે, ‘મેં ઇબ્રામને આપ્યું તેથી તે ધનવાન થયો છે”
Že nevezmu od niti až do řeménka obuvi ze všech věcí, kteréž jsou tvé, abys neřekl: Já jsem obohatil Abrama,
24 ૨૪ જુવાનોએ જે ખાધું છે તે હું સ્વીકારું છું, મારી સાથે જે ભાઈઓ આવ્યા તેઓને એટલે કે આનેર, એશ્કોલ તથા મામરેને તે મેળવેલી સંપત્તિમાંથી હિસ્સો આપજે.”
Kromě toliko toho, což snědli bojovníci, a dílu mužů, kteříž se mnou šli, totiž Aner, Eškol a Mamre; oni nechať vezmou díl svůj.

< ઊત્પત્તિ 14 >