< ઊત્પત્તિ 12 >
1 ૧ હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંઓ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા.
౧యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
2 ૨ હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે.
౨నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.
3 ૩ જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
౩నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
4 ૪ તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.
౪యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.
5 ૫ ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.
౫అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.
6 ૬ ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.
౬అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు.
7 ૭ ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
౭యెహోవా అబ్రాముతో “నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.
8 ૮ ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી.
౮అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
9 ૯ પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.
౯అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.
10 ૧૦ તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.
౧౦అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు.
11 ૧૧ જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે.
౧౧అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు,
12 ૧૨ મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, ‘આ તેની પત્ની છે’ તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે.
౧౨ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు.
13 ૧૩ તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય.”
౧౩నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.
14 ૧૪ ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે.
౧౪అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు.
15 ૧૫ ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.
౧౫ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు.
16 ૧૬ ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
౧౬ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.
17 ૧૭ પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી.
౧౭అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు.
18 ૧૮ ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, “આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?
౧౮అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి “నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
19 ૧૯ તેં શા માટે કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા.”
౧౯ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు” అని చెప్పాడు.
20 ૨૦ પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.
౨౦తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.