< ઊત્પત્તિ 11 >
1 ૧ હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.
Lúc ấy, cả nhân loại đều nói một thứ tiếng.
2 ૨ તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.
Khi đến phương đông, họ tìm thấy đồng bằng trong xứ Si-nê-a và định cư tại đó.
3 ૩ તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ.” પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.
Họ bảo nhau: “Chúng ta hãy làm gạch nung trong lửa, dùng nhựa làm hồ, và khởi công xây cất.”
4 ૪ તેઓએ કહ્યું, “આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ.”
Họ lại nói rằng: “Chúng ta hãy xây một thành phố vĩ đại, có cái tháp cao tận trời, danh tiếng chúng ta sẽ tồn tại muôn đời. Như thế, chúng ta sẽ sống đoàn tụ khỏi bị tản lạc khắp mặt đất.”
5 ૫ તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.
Chúa Hằng Hữu xuống xem thành phố và ngọn tháp loài người đang xây.
6 ૬ ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.
Ngài nói: “Vì chỉ là một dân tộc, nói cùng một thứ tiếng, nên họ đã bắt đầu công việc này, chẳng có gì ngăn cản được những việc họ định làm.
7 ૭ આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.”
Chúng Ta hãy xuống và làm xáo trộn ngôn ngữ, để họ không hiểu lời nói của nhau.”
8 ૮ તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.
Chúa Hằng Hữu làm họ tản lạc khắp mặt đất, không tiếp tục xây thành phố được.
9 ૯ તેથી તે નગરને બાબિલ એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.
Vì thế, thành phố đó gọi là Ba-bên (nghĩa là xáo trộn), vì Chúa Hằng Hữu đã làm xáo trộn tiếng nói cả thế giới và phân tán loài người khắp mặt đất.
10 ૧૦ શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ સો વર્ષનો હતો અને જળપ્રલયના બે વર્ષ પછી તેના પુત્ર આર્પાકશાદનો જન્મ થયો.
Đây là dòng dõi Sem: Hai năm sau nước lụt, Sem được 100 tuổi, sinh A-bác-sát.
11 ૧૧ આર્પાકશાદના જન્મ થયા પછી શેમ પાંચસો વર્ષ જીવ્યો. તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.
Sau khi sinh A-bác-sát, Sem còn sống thêm 500 năm và sinh con trai con gái.
12 ૧૨ જયારે આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર શેલાનો જન્મ થયો.
A-bác-sát được 35 tuổi, sinh Sê-lách.
13 ૧૩ શેલાના જન્મ થયા પછી આર્પાકશાદ ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા અને દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Sê-lách, A-bác-sát còn sống thêm 403 năm và sinh con trai con gái.
14 ૧૪ જયારે શેલા ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર એબેરનો જન્મ થયો.
Khi Sê-lách được 30 tuổi, ông sinh Hê-be.
15 ૧૫ એબેરનો જન્મ થયા પછી શેલા ચારસો ત્રણ વર્ષ જીવ્યો અને તે બીજા ઘણાં દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Hê-be, Sê-lách còn sống thêm 403 năm và sinh con trai con gái.
16 ૧૬ એબેર ચોત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર પેલેગનો જન્મ થયો.
Khi Hê-be được 34 tuổi, ông sinh Bê-léc.
17 ૧૭ પેલેગનો પિતા થયા પછી એબેર ચારસો ત્રીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Bê-léc, Hê-be còn sống thêm 430 năm và sinh con trai con gái.
18 ૧૮ પેલેગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર રેઉનો જન્મ થયો.
Khi Bê-léc được 30 tuổi, ông sinh Rê-hu.
19 ૧૯ રેઉનો જન્મ થયા પછી પેલેગ બસો નવ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Rê-hu, Bê-léc còn sống thêm 209 năm và sinh con trai con gái.
20 ૨૦ રેઉ બત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર સરૂગનો જન્મ થયો.
Khi Rê-hu được 32 tuổi, ông sinh Sê-rúc.
21 ૨૧ સરૂગનો જન્મ થયા પછી રેઉ બસો સાત વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Sê-rúc, Rê-hu còn sống thêm 207 năm và sinh con trai con gái.
22 ૨૨ સરૂગ ત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર નાહોરનો જન્મ થયો.
Khi Sê-rúc được 30 tuổi, ông sinh Na-cô.
23 ૨૩ નાહોરનો જન્મ થયા પછી સરૂગ બસો વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Na-cô, Sê-rúc còn sống thêm 200 năm và sinh con trai con gái.
24 ૨૪ નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.
Khi Na-cô được 29 tuổi, ông sinh Tha-rê.
25 ૨૫ તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Sau khi sinh Tha-rê, Na-cô còn sống thêm 119 năm và sinh con trai con gái.
26 ૨૬ તેરાહ સિત્તેર વર્ષનો થયા પછી તેના પુત્ર ઇબ્રામ, નાહોર તથા હારાનના જન્મ થયા.
Khi Tha-rê được 70 tuổi, ông sinh Áp-ram, Na-cô, và Ha-ran.
27 ૨૭ હવે તેરાહની વંશાવળી આ છે. તેરાના પુત્રો ઇબ્રામ, નાહોર તથા હારાન હતા. હારાને લોતને જન્મ આપ્યો.
Đây là dòng dõi Tha-rê: Tha-rê sinh Áp-ram, Na-cô, và Ha-ran. Ha-ran sinh Lót.
28 ૨૮ હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.
Ha-ran mất sớm tại quê hương (xứ U-rơ của người Canh-đê), khi Tha-rê hãy còn sống.
29 ૨૯ ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.
Áp-ram và Na-cô cưới vợ. Vợ Áp-ram là Sa-rai; vợ Na-cô là Minh-ca, con gái Ha-ran. Em Minh-ca là Ích-ca.
30 ૩૦ હવે સારાય નિ: સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.
Sa-rai son sẻ, không có con.
31 ૩૧ તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.
Tha-rê đem con trai là Áp-ram, con dâu Sa-rai (vợ của Áp-ram), và cháu nội là Lót (con trai Ha-ran) ra khỏi U-rơ của người Canh-đê, để đến xứ Ca-na-an. Khi đến xứ Ha-ran, họ định cư.
32 ૩૨ તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.
Tha-rê thọ 205 tuổi và qua đời tại Ha-ran.