< ઊત્પત્તિ 10 >
1 ૧ નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
Now these [are] the generations of the sons of Noe, Sem, Cham, Japheth; and sons were born to them after the flood.
2 ૨ ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
The sons of Japheth, Gamer, and Magog, and Madoi, and Jovan, and Elisa, and Thobel, and Mosoch, and Thiras.
3 ૩ આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
And the sons of Gamer, Aschanaz, and Riphath, and Thorgama.
4 ૪ એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
And the sons of Jovan, Elisa, and Tharseis, Cetians, Rhodians.
5 ૫ તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
From these were the islands of the Gentiles divided in their land, each according to his tongue, in their tribes and in their nations.
6 ૬ કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
And the sons of Cham, Chus, and Mesrain, Phud, and Chanaan.
7 ૭ કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
And the sons of Chus, Saba, and Evila, and Sabatha, and Rhegma, and Sabathaca. And the sons of Rhegma, Saba, and Dadan.
8 ૮ કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
And Chus begot Nebrod: he began to be a giant upon the earth.
9 ૯ તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
He was a giant hunter before the Lord God; therefore they say, As Nebrod the giant hunter before the Lord.
10 ૧૦ તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
And the beginning of his kingdom was Babylon, and Orech, and Archad, and Chalanne, in the land of Senaar.
11 ૧૧ ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
Out of that land came Assur, and built Ninevi, and the city Rhooboth, and Chalach,
12 ૧૨ રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
and Dase between Ninevi and Chalach: this is the great city.
13 ૧૩ મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
And Mesrain begot the Ludiim, and the Nephthalim, and the Enemetiim, and the Labiim,
14 ૧૪ પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
and the Patrosoniim, and the Chasmoniim (whence came forth Phylistiim) and the Gaphthoriim.
15 ૧૫ કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
And Chanaan begot Sidon his firstborn, and the Chettite,
16 ૧૬ વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
and the Jebusite, and the Amorite, and the Girgashite,
17 ૧૭ હિવ્વી, આર્કી, સિની,
and the Evite, and the Arukite, and the Asennite,
18 ૧૮ આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
and the Aradian, and the Samarean, and the Amathite; and after this the tribes of the Chananites were dispersed.
19 ૧૯ કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
And the boundaries of the Chananites were from Sidon till one comes to Gerara and Gaza, till one comes to Sodom and Gomorrha, Adama and Seboim, as far as Dasa.
20 ૨૦ આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
There [were] the sons of Cham in their tribes according to their tongues, in their countries, and in their nations.
21 ૨૧ શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
And to Sem himself also were children born, the father of all the sons of Heber, the brother of Japheth the elder.
22 ૨૨ શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
Sons of Sem, Elam, and Assur, and Arphaxad, and Lud, and Aram, and Cainan.
23 ૨૩ અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
And sons of Aram, Uz, and Ul, and Gater, and Mosoch.
24 ૨૪ આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
And Arphaxad begot Cainan, and Cainan begot Sala. And Sala begot Heber.
25 ૨૫ એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
And to Heber were born two sons, the name of the one, Phaleg, because in his days the earth was divided, and the name of his brother Jektan.
26 ૨૬ યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
And Jektan begot Elmodad, and Saleth, and Sarmoth, and Jarach,
27 ૨૭ હદોરામ, ઉઝાલ, દિકલાહ;
and Odorrha, and Aibel, and Decla,
28 ૨૮ ઓબાલ, અબિમાએલ, શેબા;
Eval, and Abimael, and Saba,
29 ૨૯ ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
and Uphir, and Evila, and Jobab, all these were the sons of Jektan.
30 ૩૦ મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
And their dwelling was from Masse, till one comes to Saphera, a mountain of the east.
31 ૩૧ પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
These were the sons of Sem in their tribes, according to their tongues, in their countries, and in their nations.
32 ૩૨ તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.
These are the tribes of the sons of Noe, according to their generations, according to their nations: of them were the islands of the Gentiles scattered over the earth after the flood.