< ગલાતીઓને પત્ર 1 >

1 હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું.
Павле апостол, ни од људи, ни кроз човека, него кроз Исуса Христа и Бога Оца, који Га васкрсе из мртвих,
2 હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.
И сва браћа која су са мном, црквама галатским:
3 ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો,
Благодат вам и мир од Бога Оца и Господа нашег Исуса Христа,
4 જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. (aiōn g165)
Који даде себе за грехе наше да избави нас од садашњег света злог, по вољи Бога и Оца нашег, (aiōn g165)
5 ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
Коме слава ва век века. Амин. (aiōn g165)
6 મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો.
Чудим се да се тако одмах одвраћате на друго јеванђеље од Оног који вас позва благодаћу Христовом,
7 એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.
Које није друго, само што неки сметају вас, и хоће да изврну јеванђеље Христово.
8 પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
Али ако и ми, или анђео с неба јави вам јеванђеље другачије него што вам јависмо, проклет да буде!
9 જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
Као што пре рекосмо и сад опет велим: ако вам ко јави јеванђеље другачије него што примисте, проклет да буде!
10 ૧૦ તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.
Зар ја сад људе наговарам или Бога? Или тражим људима да угађам? Јер кад бих ја још људима угађао, онда не бих био слуга Христов.
11 ૧૧ પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી.
Али вам дајем на знање, браћо, да оно јеванђеље које сам ја јавио, није по човеку.
12 ૧૨ કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.
Јер га ја не примих од човека, нити научих, него откривењем Исуса Христа.
13 ૧૩ હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો.
Јер сте чули моје живљење некад у Јеврејству, да сам одвише гонио цркву Божију и раскопавао је.
14 ૧૪ અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.
И напредовах у Јеврејству већма од многих врсника својих у роду свом, и одвише ревновах за отачке своје обичаје.
15 ૧૫ પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું
А кад би угодно Богу, који ме изабра од утробе матере моје и призва благодаћу својом.
16 ૧૬ કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ,
Да јави Сина свог у мени, да Га јеванђељем објавим међу људима незнабошцима; одмах не питах тело и крв,
17 ૧૭ કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.
Нити изиђох у Јерусалим к старијим апостолима од себе него отидох у арапску, и опет се вратих у Дамаск.
18 ૧૮ ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો;
А после тога на три године изиђох у Јерусалим да видим Петра, и остадох у њега петнаест дана.
19 ૧૯ પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.
Али другог од апостола не видех, осим Јакова брата Господњег.
20 ૨૦ જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.
А шта вам пишем ево Бог види да не лажем.
21 ૨૧ પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.
А потом дођох у земље сирске и киликијске.
22 ૨૨ અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.
А бејах лицем непознат Христовим црквама јудејским;
23 ૨૩ તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.
Него само беху чули да онај који нас некад гони сад проповеда веру коју некад раскопаваше.
24 ૨૪ મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.
И слављаху Бога за мене.

< ગલાતીઓને પત્ર 1 >