< ગલાતીઓને પત્ર 6 >

1 ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
Britheren, if a man be occupied in ony gilt, ye that ben spiritual, enforme ye such oon in spirit of softnesse, biholdinge thi silf, lest that thou be temptid.
2 તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
Ech bere othere chargis, and so ye schulen fulfille the lawe of Crist.
3 કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
For who that trowith that he be ouyt, whanne he is nouyt, he bigilith him silf.
4 દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
But ech man preue his owne werk, and so he schal haue glorie in him silf, and not in an othere.
5 કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
For ech man schal bere his owne charge.
6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
He that is tauyt bi word, comune he with him that techith hym, in `alle goodis.
7 યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
Nyle ye erre, God is not scorned; for tho thingis that a man sowith, tho thingis he schal repe.
8 કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios g166)
For he that sowith in his fleisch, of the fleisch he schal repe corrupcioun; but he that sowith in the spirit, of the spirit he schal repe euerelastynge lijf. (aiōnios g166)
9 તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
And doynge good faile we not; for in his tyme we schal repe, not failinge.
10 ૧૦ એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
Therfor while we han tyme, worche we good to alle men; but most to hem that ben homliche of the feith.
11 ૧૧ જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
Se ye, what maner lettris Y haue write to you with myn owne hoond.
12 ૧૨ જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
For who euere wole plese in the fleisch, `this constreyneth you to be circumcidid, oonli that thei suffren not the persecucioun of Cristis crosse.
13 ૧૩ કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
For nether thei that ben circumcidid kepen the lawe; but thei wolen that ye be circumcidid, that thei haue glorie in youre fleisch.
14 ૧૪ પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
But fer be it fro me to haue glorie, no but in the crosse of oure Lord Jhesu Crist, bi whom the world is crucified to me, and Y to the world.
15 ૧૫ કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
For in Jhesu Crist nether circumcisioun is ony thing worth, ne prepucie, but a newe creature.
16 ૧૬ જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
And who euere suwen this reule, pees on hem, and merci, and on Israel of God.
17 ૧૭ હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
And heraftir no man be heuy to me; for Y bere in my bodi the tokenes of oure Lord Jhesu Crist.
18 ૧૮ ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
The grace of oure Lord Jhesu Crist be with youre spirit, britheren. Amen.

< ગલાતીઓને પત્ર 6 >