< ગલાતીઓને પત્ર 6 >
1 ૧ ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
Brothers, if even shall be overcome a man in some trespass, you yourselves the spiritual [ones] do restore such a one in a spirit of gentleness considering yourself lest also you yourself may be tempted.
2 ૨ તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
One another’s burdens do bear you and thus (you will fulfill *N(k)O*) the law of Christ.
3 ૩ કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
If for thinks [himself] anyone to be something nothing being, he deceives himself;
4 ૪ દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
But the work his own should test each, and then as to himself alone the ground of boasting he will have and not as to another;
5 ૫ કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
Each for [his] own load will bear.
6 ૬ સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
should share now the [one] being taught in the word with the [one] teaching in all good things.
7 ૭ યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
Not do be misled, God not is mocked; Whatever for (maybe *NK(o)*) shall sow a man, that also he will reap;
8 ૮ કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે. (aiōnios )
For the [one] sowing to the flesh of himself from the flesh will reap decay, The [one] however sowing to the Spirit from the Spirit will reap life eternal. (aiōnios )
9 ૯ તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
And [in] well doing not we may grow weary; in time for due we will reap a harvest not giving up.
10 ૧૦ એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
So then as occasion (we have *NK(o)*) we may work good toward all, especially now toward those of the household of the of faith.
11 ૧૧ જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
do see in how large to you letters I have written with my own hand.
12 ૧૨ જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
As many as wish to have a fair appearance in [the] flesh, these compel you to be circumcised, only that for the cross of Christ (Jesus *O*) not they may be persecuted;
13 ૧૩ કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
Not even for those (being circumcised *NK(o)*) themselves [the] Law keep, but they desire you to be circumcised, so that in your flesh they may boast.
14 ૧૪ પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
For me myself however never would it be to boast only except in the cross of the Lord of us Jesus Christ, through which to me myself [the] world has been crucified and I myself and I myself (*k*) to [the] world.
15 ૧૫ કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
(in Christ Jesus *K*) Neither for circumcision anything (is *N(K)O*) nor uncircumcision instead a new creation.
16 ૧૬ જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
And as many as those who rule by this will walk, peace [be] upon them and mercy and upon the Israel of God.
17 ૧૭ હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
The henceforth troubles to me no one should give; I myself for the marks of the (Lord *K*) Jesus on of the body of mine bear.
18 ૧૮ ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
The grace of the Lord of us Jesus Christ [be] with the spirit of you, brothers. Amen. (to Galatians it was written from Rome. *K*)