< ગલાતીઓને પત્ર 5 >
1 ૧ આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
Свободою убо, еюже Христос нас свободи, стойте, и не паки под игом работы держитеся.
2 ૨ જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
Се аз Павел глаголю вам, яко аще обрезаетеся, Христос вас ничтоже пользует.
3 ૩ દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે.
Свидетельствую же паки всякому человеку обрезающемуся, яко должен есть весь закон творити.
4 ૪ તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
Упразднистеся от Христа, иже законом оправдаетеся, от благодати отпадосте:
5 ૫ કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
мы бо духом от веры упования правды ждем.
6 ૬ કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
О Христе бо Иисусе ни обрезание что может, ни необрезание, но вера любовию поспешествуема.
7 ૭ તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
Течасте добре: кто вам возбрани не покарятися истине?
8 ૮ આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
Препрение не от Призвавшаго вы.
9 ૯ એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
Мал квас все смешение квасит.
10 ૧૦ તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
Аз надеюся о вас в Господе, яко ничтоже ино разумети будете: смущаяй же вас понесет грех, кто бы ни был.
11 ૧૧ ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
Аз же, братие, аще обрезание еще проповедую, почто еще гонимь есмь? Убо упразднися соблазн креста.
12 ૧૨ જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
О, дабы отсечени были развращающии вас.
13 ૧૩ કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
Вы бо на свободу звани бысте, братие: точию да не свобода ваша в вину плоти, но любовию работайте друг другу.
14 ૧૪ કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’”
Ибо весь закон в единем словеси исполняется, во еже: возлюбиши ближняго твоего якоже себе.
15 ૧૫ પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
Аще же друг друга угрызаете и снедаете, блюдитеся, да не друг от друга истреблени будете.
16 ૧૬ પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
Глаголю же: духом ходите, и похоти плотския не совершайте:
17 ૧૭ કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
плоть бо похотствует на духа, дух же на плоть: сия же друг другу противятся, да не яже хощете, сия творите.
18 ૧૮ પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
Аще ли духом водими есте, несте под законом.
19 ૧૯ દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું,
Явлена же суть дела плотская, яже суть прелюбодеяние, блуд, нечистота, студодеяние,
20 ૨૦ મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
идолослужение, чародеяния, вражды, рвения, завиды, ярости, разжжения, распри, соблазны, ереси,
21 ૨૧ અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
зависти, убийства, пиянства, безчинни кличи и подобная сим: яже предглаголю вам, якоже и предрекох, яко таковая творящии Царствия Божия не наследят.
22 ૨૨ પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
Плод же духовный есть любы, радость, мир, долготерпение, благость, милосердие, вера,
23 ૨૩ નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
кротость, воздержание: на таковых несть закона.
24 ૨૪ અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
А иже Христовы суть, плоть распяша со страстьми и похотьми.
25 ૨૫ જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
Аще живем духом, духом и да ходим.
26 ૨૬ આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.
Не бываим тщеславни, друг друга раздражающе, друг другу завидяще.