< ગલાતીઓને પત્ર 4 >

1 હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી.
Asɛm a mereka ne sɛ, mpɛn dodow a ɔdedifo no yɛ abofra no, ɛwɔ mu sɛ agyapade no nyinaa hyɛ ne nsa de, nanso nsonoe biara nna ɔno ne akoa ntam.
2 પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
Esiane sɛ onnyinii no nti, nnipa bi wɔ hɔ a wɔhwɛ toto nneɛma ma no kosi bere a nʼagya ahyɛ sɛ wɔnnan agyapade no mma no no.
3 તે પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા.
Saa ara na na yɛn nso yɛte. Na yɛte sɛ mmofra a wiase ahonhom dii yɛn so.
4 પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો,
Nanso bere pa no dui no, Onyankopɔn somaa ne Ba a ɔbea woo no wɔ Mmara ase
5 કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.
sɛ ommegye wɔn a wɔhyɛ Mmara ase, sɛnea wɔbɛyɛ Onyankopɔn mma.
6 તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.
Esiane sɛ moyɛ mma nti, Onyankopɔn somaa ne Ba no Honhom baa yɛn koma mu, Honhom a ɛfrɛ “Agya, Agya.”
7 એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
Enti wonyɛ akoa bio, na mmom woyɛ ɔba. Esiane sɛ woyɛ ne ba nti, Onyankopɔn de nea ɔwɔ nyinaa bɛma ne mma.
8 પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.
Mmere bi a atwam no, na munnim Onyankopɔn, enti na moyɛ nkoa ma wɔn a wɔnyɛ anyame.
9 પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?
Nanso afei a moahu Onyankopɔn anaasɛ Onyankopɔn ahu mo yi, adɛn nti na mopɛ sɛ modan mo ho ma nkyerɛkyerɛ a aba nni mu no? Adɛn nti na mopɛ sɛ wɔde mo yɛ nkoa bio?
10 ૧૦ તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.
Mudi nna, asram, nnapɔnna ne mfe bi.
11 ૧૧ તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.
Misuro sɛ ɔkwan bi so, masɛe mʼahoɔden wɔ mo ho.
12 ૧૨ ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.
Mesrɛ mo, me nuanom, monyɛ sɛ me, efisɛ meyɛɛ sɛ mo. Monyɛɛ me bɔne biara.
13 ૧૩ પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.
Sɛnea munim no, bere a mebɛkaa Asɛmpa no kyerɛɛ mo no, mede ɔyare na ɛbae.
14 ૧૪ અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.
Ɛwɔ mu sɛ na me yare no haw mo de, nanso moampo me. Mmom, mugyee me sɛnea mubegye Onyankopɔn bɔfo; mugyee me sɛnea mubegye Kristo Yesu.
15 ૧૫ તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત!
Anigye a mowɔ no nyinaa afa he? Metumi aka se, sɛ mubetumi a anka mubetutu mo ani de ama me.
16 ૧૬ ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?
Nokware a meka kyerɛ mo nti na afei mabɛyɛ mo tamfo yi?
17 ૧૭ તેઓ તમને પોતાના કરી લેવા ઇચ્છે છે પણ તે સારું કરવા માટે નહિ, તેઓ તમને મારાથી વિખૂટાપાડવા ઇચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો.
Saa nnipa no pɛ sɛ wɔtwe mo ba wɔn nkyɛn, nanso wonni adwene pa. Wɔhwehwɛ sɛ wɔbɛtetew me ne mo ntam na ama mo ani aku wɔn ho.
18 ૧૮ તમે સારાં કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ.
Eye sɛ mobɛyɛ nsi bere biara, bere a mewɔ mo nkyɛn ne bere a minni mo nkyɛn mpo.
19 ૧૯ હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,
Me mma pa, mo a mo nti merehu awoyaw bio kosi sɛ Kristo bɛda ne ho adi wɔ mo mu no,
20 ૨૦ પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું.
mepɛ sɛ mewɔ mo nkyɛn, na anka masakra ɔkwan a mefa so kasa, efisɛ me tirim ntew me wɔ mo ho.
21 ૨૧ નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી?
Monka nkyerɛ me, mo a mopɛ sɛ mohyɛ mmara no ase no, munnim nea mmara no ka no ana?
22 ૨૨ કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
Wɔakyerɛw se, na Abraham wɔ mma baanu. Ɔne afenaa bi woo ɔbaako na ɔne ɔbea bi a ɔde ne ho nso woo ɔbaako.
23 ૨૩ જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.
Wɔwoo afena ba no wɔ ɔhonam kwan so, na Onyankopɔn bɔhyɛ nti na ɔbea a ɔde ne ho no nso woo ne ba no.
24 ૨૪ તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે.
Saa asɛm yi yɛ mfatoho efisɛ saa mmea baanu yi gyina hɔ ma apam abien. Apam baako fi bepɔw Sinai so, na egyina hɔ ma mma a wɔbɛyɛ nkoa: Ɔno ne Hagar.
25 ૨૫ હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.
Hagar gyina hɔ ma bepɔw Sinai a ɛwɔ Arabia na ɛte sɛ kuropɔn Yerusalem, efisɛ ɔne ne mma wɔ nkoasom mu.
26 ૨૬ પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
Nanso Yerusalem a ɛwɔ ɔsoro no de, ɛde ne ho na ɔyɛ yɛn na.
27 ૨૭ કેમ કે લખેલું છે કે, ‘હે નિ: સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
Efisɛ wɔakyerɛw se, “Ao ɔbea a woyɛ obonin, di ahurusi, wo a wonwoo da; ma wo nne so na teɛ mu, wo a awo nkaa wo da, efisɛ ɔbea a wannya awo da no mma dɔɔso sen nea ɔwɔ kunu.”
28 ૨૮ હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ.
Me nuanom mmea ne mmarima, bɔhyɛ no nti na wɔwoo mo sɛnea wɔwoo Isak no.
29 ૨૯ પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.
Saa bere no na ɔba a wɔnam honam kwan so woo no no taa nea wɔnam Honhom no tumi mu woo no no. Na nnɛ yi nso ɛte saa.
30 ૩૦ પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’”
Na Kyerɛwsɛm no ka dɛn? “Pam afenaa no ne ne babarima yi fi ha; efisɛ afenaa babarima no ne ɔdehye no renkyɛ agyapade no.”
31 ૩૧ તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.
Enti anuanom, yɛnyɛ afenaa no mma, na mmom yɛyɛ ɔbea a ɔde ne ho no mma.

< ગલાતીઓને પત્ર 4 >