< ગલાતીઓને પત્ર 4 >
1 ૧ હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી.
អហំ វទាមិ សម្បទធិការី យាវទ៑ ពាលស្តិឞ្ឋតិ តាវត៑ សវ៌្វស្វស្យាធិបតិះ សន្នបិ ស ទាសាត៑ កេនាបិ វិឞយេណ ន វិឝិឞ្យតេ
2 ૨ પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
កិន្តុ បិត្រា និរូបិតំ សមយំ យាវត៑ បាលកានាំ ធនាធ្យក្ឞាណាញ្ច និឃ្នស្តិឞ្ឋតិ។
3 ૩ તે પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા.
តទ្វទ៑ វយមបិ ពាល្យកាលេ ទាសា ឥវ សំសារស្យាក្ឞរមាលាយា អធីនា អាស្មហេ។
4 ૪ પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો,
អនន្តរំ សមយេ សម្បូណ៌តាំ គតវតិ វ្យវស្ថាធីនានាំ មោចនាត៌្ហម្
5 ૫ કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.
អស្មាកំ បុត្រត្វប្រាប្ត្យត៌្ហញ្ចេឝ្វរះ ស្ត្រិយា ជាតំ វ្យវស្ថាយា អធិនីភូតញ្ច ស្វបុត្រំ ប្រេឞិតវាន៑។
6 ૬ તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.
យូយំ សន្តានា អភវត តត្ការណាទ៑ ឦឝ្វរះ ស្វបុត្រស្យាត្មានាំ យុឞ្មាកម៑ អន្តះករណានិ ប្រហិតវាន៑ ស ចាត្មា បិតះ បិតរិត្យាហ្វានំ ការយតិ។
7 ૭ એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
អត ឥទានីំ យូយំ ន ទាសាះ កិន្តុះ សន្តានា ឯវ តស្មាត៑ សន្តានត្វាច្ច ខ្រីឞ្ដេនេឝ្វរីយសម្បទធិការិណោៜប្យាធ្វេ។
8 ૮ પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.
អបរញ្ច បូវ៌្វំ យូយម៑ ឦឝ្វរំ ន ជ្ញាត្វា យេ ស្វភាវតោៜនីឝ្វរាស្តេឞាំ ទាសត្វេៜតិឞ្ឋត។
9 ૯ પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?
ឥទានីម៑ ឦឝ្វរំ ជ្ញាត្វា យទិ វេឝ្វរេណ ជ្ញាតា យូយំ កថំ បុនស្តានិ វិផលានិ តុច្ឆានិ ចាក្ឞរាណិ ប្រតិ បរាវត៌្តិតុំ ឝក្នុថ? យូយំ កិំ បុនស្តេឞាំ ទាសា ភវិតុមិច្ឆថ?
10 ૧૦ તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.
យូយំ ទិវសាន៑ មាសាន៑ តិថីន៑ សំវត្សរាំឝ្ច សម្មន្យធ្វេ។
11 ૧૧ તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.
យុឞ្មទត៌្ហំ មយា យះ បរិឝ្រមោៜការិ ស វិផលោ ជាត ឥតិ យុឞ្មានធ្យហំ ពិភេមិ។
12 ૧૨ ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.
ហេ ភ្រាតរះ, អហំ យាទ្ឫឝោៜស្មិ យូយមបិ តាទ្ឫឝា ភវតេតិ ប្រាត៌្ហយេ យតោៜហមបិ យុឞ្មត្តុល្យោៜភវំ យុឞ្មាភិ រ្មម កិមបិ នាបរាទ្ធំ។
13 ૧૩ પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.
បូវ៌្វមហំ កលេវរស្យ ទៅព៌្ពល្យេន យុឞ្មាន៑ សុសំវាទម៑ អជ្ញាបយមិតិ យូយំ ជានីថ។
14 ૧૪ અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.
តទានីំ មម បរីក្ឞកំ ឝារីរក្លេឝំ ទ្ឫឞ្ដ្វា យូយំ មាម៑ អវជ្ញាយ ឫតីយិតវន្តស្តន្នហិ កិន្ត្វីឝ្វរស្យ ទូតមិវ សាក្ឞាត៑ ខ្រីឞ្ដ យីឝុមិវ វា មាំ គ្ឫហីតវន្តះ។
15 ૧૫ તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત!
អតស្តទានីំ យុឞ្មាកំ យា ធន្យតាភវត៑ សា ក្ក គតា? តទានីំ យូយំ យទិ ស្វេឞាំ នយនាន្យុត្បាដ្យ មហ្យំ ទាតុម៑ អឝក្ឞ្យត តហ៌ិ តទប្យករិឞ្យតេតិ ប្រមាណម៑ អហំ ទទាមិ។
16 ૧૬ ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?
សាម្ប្រតមហំ សត្យវាទិត្វាត៑ កិំ យុឞ្មាកំ រិបុ រ្ជាតោៜស្មិ?
17 ૧૭ તેઓ તમને પોતાના કરી લેવા ઇચ્છે છે પણ તે સારું કરવા માટે નહિ, તેઓ તમને મારાથી વિખૂટાપાડવા ઇચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો.
តេ យុឞ្មត្ក្ឫតេ ស្បទ៌្ធន្តេ កិន្តុ សា ស្បទ៌្ធា កុត្សិតា យតោ យូយំ តានធិ យត៑ ស្បទ៌្ធធ្វំ តទត៌្ហំ តេ យុឞ្មាន៑ ប្ឫថក៑ កត៌្តុម៑ ឥច្ឆន្តិ។
18 ૧૮ તમે સારાં કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ.
កេវលំ យុឞ្មត្សមីបេ មមោបស្ថិតិសមយេ តន្នហិ, កិន្តុ សវ៌្វទៃវ ភទ្រមធិ ស្បទ៌្ធនំ ភទ្រំ។
19 ૧૯ હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,
ហេ មម ពាលកាះ, យុឞ្មទន្ត រ្យាវត៑ ខ្រីឞ្ដោ មូត៌ិមាន៑ ន ភវតិ តាវទ៑ យុឞ្មត្ការណាត៑ បុនះ ប្រសវវេទនេវ មម វេទនា ជាយតេ។
20 ૨૦ પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું.
អហមិទានីំ យុឞ្មាកំ សន្និធិំ គត្វា ស្វរាន្តរេណ យុឞ្មាន៑ សម្ភាឞិតុំ កាមយេ យតោ យុឞ្មានធិ វ្យាកុលោៜស្មិ។
21 ૨૧ નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી?
ហេ វ្យវស្ថាធីនតាកាង្ក្ឞិណះ យូយំ កិំ វ្យវស្ថាយា វចនំ ន គ្ឫហ្លីថ?
22 ૨૨ કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
តន្មាំ វទត។ លិខិតមាស្តេ, ឥព្រាហីមោ ទ្វៅ បុត្រាវាសាតេ តយោរេកោ ទាស្យាំ ទ្វិតីយឝ្ច បត្ន្យាំ ជាតះ។
23 ૨૩ જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.
តយោ រ្យោ ទាស្យាំ ជាតះ ស ឝារីរិកនិយមេន ជជ្ញេ យឝ្ច បត្ន្យាំ ជាតះ ស ប្រតិជ្ញយា ជជ្ញេ។
24 ૨૪ તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે.
ឥទមាខ្យានំ ទ្ឫឞ្ដន្តស្វរូបំ។ តេ ទ្វេ យោឞិតាវីឝ្វរីយសន្ធី តយោរេកា សីនយបវ៌្វតាទ៑ ឧត្បន្នា ទាសជនយិត្រី ច សា តុ ហាជិរា។
25 ૨૫ હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.
យស្មាទ៑ ហាជិរាឝព្ទេនារវទេឝស្ថសីនយបវ៌្វតោ ពោធ្យតេ, សា ច វត៌្តមានាយា យិរូឝាលម្បុយ៌្យាះ សទ្ឫឝី។ យតះ ស្វពាលៃះ សហិតា សា ទាសត្វ អាស្តេ។
26 ૨૬ પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
កិន្តុ ស្វគ៌ីយា យិរូឝាលម្បុរី បត្នី សវ៌្វេឞាម៑ អស្មាកំ មាតា ចាស្តេ។
27 ૨૭ કેમ કે લખેલું છે કે, ‘હે નિ: સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
យាទ្ឫឝំ លិខិតម៑ អាស្តេ, "វន្ធ្យេ សន្តានហីនេ ត្វំ ស្វរំ ជយជយំ កុរុ។ អប្រសូតេ ត្វយោល្លាសោ ជយាឝព្ទឝ្ច គីយតាំ។ យត ឯវ សនាថាយា យោឞិតះ សន្តតេ រ្គណាត៑។ អនាថា យា ភវេន្នារី តទបត្យានិ ភូរិឝះ៕ "
28 ૨૮ હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ.
ហេ ភ្រាត្ឫគណ, ឥម្ហាក៑ ឥវ វយំ ប្រតិជ្ញយា ជាតាះ សន្តានាះ។
29 ૨૯ પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.
កិន្តុ តទានីំ ឝារីរិកនិយមេន ជាតះ បុត្រោ យទ្វទ៑ អាត្មិកនិយមេន ជាតំ បុត្រម៑ ឧបាទ្រវត៑ តថាធុនាបិ។
30 ૩૦ પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’”
កិន្តុ ឝាស្ត្រេ កិំ លិខិតំ? "ត្វម៑ ឥមាំ ទាសីំ តស្យាះ បុត្រញ្ចាបសារយ យត ឯឞ ទាសីបុត្រះ បត្នីបុត្រេណ សមំ នោត្តរាធិការី ភវិយ្យតីតិ។ "
31 ૩૧ તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.
អតឯវ ហេ ភ្រាតរះ, វយំ ទាស្យាះ សន្តានា ន ភូត្វា បាត្ន្យាះ សន្តានា ភវាមះ។