< એઝરા 6 >
1 ૧ તેથી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો.
त्यसैले दारा राजाले बेबिलोनको अभिलेख संग्रहमा खोजतलाश गर्ने आज्ञा दिए ।
2 ૨ માદાય પ્રાંતના એકબાતાનાના કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો; તેમાં આ પ્રમાણે લખેલું હતું.
मादी प्रान्तको एक्बातानको किल्लाबन्दी गरिएको सहरमा एउटा मुट्ठो भेट्टाइयो । त्यसको विवरण यस्तो थियोः
3 ૩ “કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: ‘અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી.
“राजा कोरेसको पहिलो वर्षमा, कोरेसले यरूशलेममा भएको परमेश्वरको मन्दिरको बारेमा एउटा आदेश जारी गर्नुभयो, 'बलिदानको स्थानको रूपमा एउटा भवन पुनर्निर्माण गरियोस्, यसका जगहरू बसालिऊन्, यसको उचाइ साठी हात र चौडाइ साठी हात होस्,
4 ૪ મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી. અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો.
चोकमा ठुला ढुङ्गाका छपनी तिन लहर र फल्याकका छपनी एक लहर होस्, अनि राजदरबाट यसको खर्च तिरियोस् ।
5 ૫ તદુપરાંત યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી નબૂખાદનેસ્સાર સોનાચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો, તે પાછાં યરુશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી, અસલ જગ્યાએ મૂકવા.’”
अब नबूकदनेसरले यरूशलेमको मन्दिरबाट बेबिलोनमा ल्याएका परमेश्वरको मन्दिरका सुन र चाँदीका थोकहरू लिएर ल्याऊ र तिनलाई यरूशलेमकै मन्दिरमा फिर्ता पठाऊ । तिमीहरूले तिनलाई परमेश्वरको मन्दिरमा राख्नुपर्छ ।'
6 ૬ હવે તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તેમના સાથી અમલદારોએ દૂર રહેવું.
अब यूफ्रेटिस नदीपारिकप प्रान्तका गभर्नर तत्तनै, शत्तर-बोज्नै र तिनका सहयोगीहरू अलग बसून् ।
7 ૭ ઈશ્વરના એ ભક્તિસ્થાનના બાંધકામને તમારે છેડવું નહિ. યહૂદિયાના શાસક તથા યહૂદીઓના વડીલો ઈશ્વરનું એ ભક્તિસ્થાન મૂળ સ્થાને ફરીથી બાંધે.
परमेश्वरको यस मन्दिरको काममा बाधा नदिनू । गभर्नर र यहूदी धर्म-गुरुहरूले त्यस ठाउँमा परमेश्वरको मन्दिर बनाउनेछन् ।
8 ૮ યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે: રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહિ.
परमेश्वरको यस मन्दिर बनाउने यी यहूदी धर्म-गुरुहरूका लागि तिमीहरूले यसो गर्नू भनी म तिमीहरूलाई हुकुम दिंदैछुः तिनीहरूले आफ्नो काम रोक्न नपरोस् भनेर यूफ्रेटिस नदी पारिको राजकीय कोषबाट रुपियाँ-पैसा दिनू ।
9 ૯ તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણો માટે જુવાન બળદો, બકરાં, ઘેટાં તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષારસ તથા તેલ દરરોજ અચૂક આપવાં.
तिनीहरूलाई आवश्यक हरेक कुरो अर्थात् स्वर्गका परमेश्वरको निम्ति होमबलि चढाउन साँढेहरू, भेडाहरू वा थुमाहरू र यरूशलेमका पुजारीहरूको आज्ञामुताबिक अन्न, नून, दाखमद्य वा तेल दिनहुँ तिनीहरूलाई नबिर्सी दिनू ।
10 ૧૦ આ પ્રમાણે કરો કે જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના જીવનને માટે પ્રાર્થના કરે.
यसै गर्नू ताकि तिनीहरूले स्वर्गका परमेश्वरको निम्ति भेटी ल्याऊन् र म राजा अनि मेरा छोराहरूका निम्ति प्रार्थना गरून् ।
11 ૧૧ વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો. અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો.
कसैले यस आदेशलाई उल्लङ्घन गर्यो भने त्यसको घरबाट एउटा खम्बा उखेलियोस् र त्यसलाई त्यही खम्बामा टाँगियोस् भनी म आज्ञा दिंदैछु ।यो कारणले त्यसपछि त्यसको घरलाई भग्नावशेषको थुप्रोमा परिणत गरियोस् ।
12 ૧૨ જે રાજાઓ કે પ્રજાઓ યરુશાલેમના ઈશ્વરના સભાસ્થાનનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ, તમને આ હુકમ કરું છું. તેનો ઝડપથી અમલ કરો!”
त्यस ठाउँमा आफ्नो नाउँ राख्नुहुने परमेश्वरले यस आदेशलाई बद्लन खोज्ने वा यरूशलेममा परमेश्वरको यस मन्दिरलाई नष्ट गर्न खोज्ने कुनै पनि राजा वा मानिसलाई पदच्यूत गरून् । म दाराले यो आदेश दिंदैछु । मेहनतसाथ यसलाई कार्यान्वयन गरियोस् ।”
13 ૧૩ પછી તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા તેમના સાથીઓએ દાર્યાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનું પાલન કર્યું.
तब राजा दाराद्वारा पठाइएको यस आदेशको कारणले यूफ्रेटिस नदीपारिको प्रान्तका गभर्नर तत्तनै, शत्तर-बोज्नै र तिनका सहयोगीहरूले राजा दाराले आज्ञा गरेअनुसार हरेक कुरा गरे ।
14 ૧૪ તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યાનાં પ્રબોધથી પ્રેરાઈને સભાસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દાર્યાવેશ અને ઇરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું.
यसरी यहूदी धर्म-गुरुहरूले हाग्गै अगमवक्ता र इद्दोका छोरा जकरियाको सुझाव मानेर निर्माण गरे र उन्नति गरे । इस्राएलका परमेश्वरको आज्ञा र फारसका राजाहरू कोरेस, दारा र अर्तासास्तका आदेशअनुसार तिनीहरूले आफ्नो भवन बनाएर सिद्ध्याए ।
15 ૧૫ દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર મહિનાના ત્રીજા દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું.
राजा दाराको शासनकालको छैटौं वर्षको अदार महिनाको तेस्रो दिनमा मन्दिरको काम पुरा भयो ।
16 ૧૬ ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ સભાસ્થાનનું પ્રતિષ્ઠાપર્વ આનંદપૂર્વક ઉજવ્યું.
इस्राएलका मानिसहरू, पुजारीहरू र लेवीहरू र निर्वासनबाट फर्केर आएकाहरूले आनन्दसाथ परमेश्वरको यस मन्दिरको समर्पण-उत्सव मनाए ।
17 ૧૭ ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠાપર્વ પર તેઓએ સો બળદો, બસો ઘેટાં, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોનાં કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરાં સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા.
परमेश्वरको मन्दिरको समर्पणको निम्ति तिनीहरूले एक सयवटा साँढे, एक सयवटा भेडा र चार सयवटा थुमा बलि चढाए । इस्राएलका एक-एक कुलको लागि सारा इस्राएलीको लागि पापबलिको रूपमा बाह्रवटा बोका पनि चढाइयो ।
18 ૧૮ મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.
मोशाको पुस्तकमा लेखिएबमोजिम तिनीहरूले पुजारीहरू र लेवीहरूलाई यरूशलेममा परमेश्वरको सेवाको लागि तिनीहरूका विभाजनअनुसार नियुक्त पनि गरे ।
19 ૧૯ બંદીવાસમાંથી આવેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાપર્વ ઊજવ્યું.
यसरी निर्वासनबाट फर्केकाहरूले पहिलो महिनाको चौधौं दिनमा निस्तार-चाड मनाए ।
20 ૨૦ યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.
पुजारीहरू र लेवीहरूले आफूलाई शुद्ध पारे, र आफूलगायत निर्वासनबाट फर्केकाहरू सबैका लागि निस्तारको बलि चढाए ।
21 ૨૧ બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુધ્ધતાથી અલગ થઈને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું.
निस्तारको मासु खाने इस्राएलका मानिसहरूमा निर्वासनबाट फर्केका र देशका मानिसहरूको अशुद्धताबाट आफूलाई अलग राखेका अनि इस्राएलका परमप्रभु परमेश्वरको अनुसरण गरेकाहरू थिए ।
22 ૨૨ સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.
तिनीहरूले सात दिनसम्म हर्षका साथ अखमिरी रोटीको चाड मनाए, किनकि परमप्रभुले तिनीहरूमा आनन्द ल्याउनुभएको थियो, र इस्राएलका परमेश्वरको मन्दिर अर्थात् उहाँको घरको काममा तिनीहरूका हात बलियो पार्न अश्शूरका राजाको ह्रदय फर्काइदिनुभएको थियो ।