< એઝરા 4 >
1 ૧ હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહનું ભક્તિસ્થાન બાંધે છે.
१यहूदा आणि बन्यामीन यांचे काही शत्रू होते. त्यांनी ऐकले की, बंदिवासातून आलेले लोक इस्राएलाचा देव परमेश्वर याचे मंदिर बांधत आहेत.
2 ૨ તેથી તેઓએ ઝરુબ્બાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, “અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશ્શૂરનો રાજા એસાર-હાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી, અમે પણ, તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ.”
२तेव्हा ते जरुब्बाबेल आणि घराण्यांचे प्रमुख यांच्याकडे येऊन म्हणाले, “आम्हासही तुम्हासोबत बांधकाम करु द्या. तुमच्याप्रमाणेच आम्हीही तुमच्या देवाला शोधतो. आणि अश्शूरचा राजा एसरहद्दोन याने आम्हास या जागी आणल्यापासून तुमच्या देवासाठी आम्ही अर्पण करीत आलो आहोत.”
3 ૩ પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, “તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઇરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું.”
३पण जरुब्बाबेल, येशूवा आणि त्यांच्या वडिलांच्या घराण्याचे प्रमुख त्यांना म्हणाले, “तुम्ही नव्हे तर इस्राएलचा देव परमेश्वर याचे मंदिर फक्त आम्हासच बांधायचे आहे. पारसाचा राजा कोरेश याची तशी आज्ञा आहे.”
4 ૪ તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી, તેઓને બાંધકામ કરતાં અટકાવાનો પ્રયત્ન કર્યો.
४त्या देशाचे लोक यहूदी लोकांचे हात कमजोर करू लागले. ते बांधकामाविषयी यहूदी लोकांस भीती घालू लागले.
5 ૫ વધુમાં તે સ્થળના લોકોએ, તેઓના ઇરાદાઓને નાસીપાસ કરવા માટે, ઇરાનના રાજા કોરેશના સઘળાં દિવસો દરમિયાન તથા ઇરાનના રાજા દાર્યાવેશના રાજ્યકાળ સુધી, સલાહકારોને લાંચ આપી.
५पारसाच्या कोरेश राजाची सर्व कारकीर्द संपून दारयावेश राजा सत्तेवर येईपर्यंत त्यांची योजना उधळून लावण्यासाठी ते वकीलाला लाचही देत.
6 ૬ પછી અહાશ્વેરોશ રાજાના રાજ્યકાળની શરૂઆતમાં તેઓએ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓ વિરુદ્ધ તહોમત મૂકીને કાગળ લખ્યો.
६नंतर अहश्वेरोशाच्या राज्याच्या सुरवातीलाच त्यांनी यहूदा व यरूशलेम यातल्या राहणाऱ्यांविरूद्ध आरोप पत्र लिहून पाठवले.
7 ૭ આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.
७अर्तहशश्ताच्या दिवसात बिश्लाम, मिथ्रदाथ, ताबेल व त्यांचे साथीदार यांनी पारसाच्या राजाला पत्र लिहिले. हे पत्र अरामी लिपीत लिहीले असून व अरामी भाषांतरीत केले होते.
8 ૮ ન્યાય ખાતાના વડા રહૂમે તથા પ્રધાન શિમ્શાયે, યરુશાલેમ વિરુદ્ધ આર્તાહશાસ્તા રાજાને પત્ર લખ્યો.
८यानंतर मुख्य सेनापती रहूम आणि लेखक शिमशय यांनी यरूशलेम येथील लोकांविरूद्ध अर्तहशश्त राजाला लिहीले.
9 ૯ રહૂમ, પ્રધાન શિમ્શાય તથા તેના સાથીદારો; દિનાયેઓ, અફર્સાતકયેઓ, ટાર્પેલાયેઓ, અફાર્સાયેઓ, આર્કવાયેઓ, બાબિલ વાસીઓ, સુસા, દેહાયેઓ તથા એલામીઓ
९मुख्य अधिकारी रहूम, लेखक शिमशय आणि त्यांचे बाकीचे सहभागी दिनाई लोक, टर्पली, अफर्शी, अर्खवी, बाबेली, सुसा येथील एलामी, यांनी एक पत्र लिहिले;
10 ૧૦ અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મોટા તથા ખાનદાન ઓસ્નાપ્પારે લાવીને સમરુન નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા.
१०आणि, जे त्यांना जाऊन मिळाले ज्यांना आसनपर या थोर आणि बलाढ्य राजाने शोमरोनात आणि नदीच्या प्रदेशात आणून वसवलेले होते.
11 ૧૧ તેઓએ આર્તાહશાસ્તાને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે: “નદી પારના આપના સેવકો આપને લખી જણાવે છે:
११जे पत्र त्यांनी राजा अर्तहशश्त यास पाठवले त्याची प्रत हीच आहे: “नदीच्या प्रदेशात राहणारे आम्ही तुमचे सेवक:
12 ૧૨ રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન: બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.
१२राजा अर्तहशश्त यास, आम्ही तुम्हास कळवू इच्छितो की, तुम्ही पाठवून दिलेले यहूदी कैदी येथे यरूशलेमेस आले आहेत. ते बंडखोर नगर बांधत आहे. त्यांनी भिंतीचे काम पूर्ण केले आहे आणि पायाची दुरुस्ती केली आहे.
13 ૧૩ હવે આપને જાણ થાય કે જો આ નગરની દીવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહિ પણ તેઓ રાજાઓને નુકસાન કરશે.
१३आता राजाला हे समजावे की, जर हे नगर बांधले आणि हे भिंतीचे काम पूर्ण झाले की, ते लोक तुम्हास खंडणी व कर देणार नाहीत, परंतु त्यामुळे राजाची हानी होईल.
14 ૧૪ નિશ્ચે અમે આપના મહેલનું અન્ન ખાધું છે તેથી આપનું અપમાન થાય તે જોવું, અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ
१४खचित आम्ही राजाचे मीठ खातो. कारण राजाचा कोणताही अपमान झालेला पाहणे आम्हास योग्य वाटत नाही. म्हणून आम्ही तुला कळवीत आहोत.
15 ૧૫ કે, આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણાં સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો.
१५तुझ्या पित्याच्या नोंद-पुस्तकात शोधून पाहा आणि त्यावरुन हे नगर बंडखोर आहे राजांना व प्रांताला उपद्रव करणारे आहे आणि पुरातन काळापासून यामध्ये लोक बंड करीत असत. या कारणासाठी त्या नगराचा नाश करण्यात आला होता.
16 ૧૬ હે રાજા અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોટ તથા નગર બંધાશે, તો પછી મહા નદીની પાર આપની કંઈ પણ હકૂમત રહેશે નહિ.”
१६आम्ही राजाला कळवतो की, हे नगर आणि त्यासभोवतालची भिंत बांधून पूर्ण झाली की नदीच्या पलीकडे तुमचे काहीच राहणार नाही.”
17 ૧૭ એ વાંચીને રાજાએ રહૂમને, શિમ્શાયને તથા સમરુનમાં તથા નદી પરના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે, “તમે ક્ષેમકુશળ હો!
१७यावर राजाने पुढील उत्तर पाठवले रहूम, शिमशय आणि त्याचे शोमरोनातले साथीदार व नदीच्या पलीकडे राहणारे बाकीचे लोक, “यांना शांती असो.
18 ૧૮ જે પત્ર તમે મને મોકલ્યો હતો, તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે.
१८तुम्ही पाठवलेल्या पत्राचा अनुवाद करून मला वाचून दाखवण्यात आले.
19 ૧૯ પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.
१९याकरीता मी चौकशी करण्याचा आदेश दिला आणि तेव्हा असा शोध लागला की, मागील दिवसात राजाच्या विरूद्ध बंड करीत आणि त्यामध्ये बंड व फितुरी केल्याचे प्रकार तेथे सतत घडत आले आहेत.
20 ૨૦ યરુશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હકૂમત ચલાવી છે, તેમને લોકો કર તથા જકાત આપતા હતા.
२०यरूशलेमेवर पराक्रमी राजांनी राज्य केले आणि नदीपलीकडच्या सर्व देशावर अधिकार करीत होते. त्या राजांना लोक कर व खंडणी देत असत.
21 ૨૧ માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે, એ લોકોનાં કામ બંધ કરવામાં આવે અને બીજી આજ્ઞા થતાં સુધી એ નગર બંધાય નહિ.
२१आता तुम्ही त्या लोकांस काम थांबवण्याचा हुकूम दिला पाहिजे. मी आज्ञा देईपर्यंत या नगराचे बांधकाम होऊ नये.
22 ૨૨ સાવધાન રહેજો, આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ?”
२२तर हे करण्याची हयगय करू नका म्हणून काळजीपूर्वक राहा. राजाचे नुकसान होईपर्यंत हानी का वाढू द्यावी?”
23 ૨૩ જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ, શિમ્શાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરુશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા.
२३मग राजा अर्तहशश्तने पाठवलेले फर्मान रहूम, शिमशय आणि त्यांच्याबरोबरचे लोक यांना वाचून दाखवण्यात आली. त्यांचे साथीदार ताबडतोब यरूशलेममधील यहूद्याकडे गेले आणि त्यांनी सक्तीने बांधकाम थांबवले.
24 ૨૪ તેથી યરુશાલેમમાંના ઈશ્વરના ઘરનું બાંધકામ અટકી ગયું. અને ઇરાનના રાજા દાર્યાવેશના શાસનકાળના બીજા વર્ષ સુધી સ્થગિત રહ્યું.
२४त्यामुळे यरूशलेममधील मंदिराचे काम स्थगित झाले. पारसाचा राजा दारयावेश याच्या कारकिर्दीच्या दुसऱ्या वर्षापर्यंत ते तसेच राहिले.