< એઝરા 3 >
1 ૧ ઇઝરાયલી લોકો સાતમા માસમાં દેશનિકાલ પછી પોતાનાં નગરોમાં પાછા આવ્યા, લોકો એક દિલથી યરુશાલેમમાં ભેગા થયા.
Ɔsram a ɛto so ason mfiase a Israelfo abɔ atenase wɔ wɔn nkurow mu no, nnipa no nyinaa hyiaa sɛ nnipa koro wɔ Yerusalem.
2 ૨ યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે.
Na Yosadak babarima Yesua ne ne mfɛfo asɔfo ne Sealtiel babarima Serubabel ne nʼabusuafo fii ase siesiee Israel Nyankopɔn afɔremuka no, sɛnea wobetumi abɔ ɔhyew afɔre wɔ so, sɛnea wɔahyɛ wɔ Mose a ɔyɛ Onyankopɔn nipa no mmara mu no.
3 ૩ તેઓએ તે વેદી અગાઉ જે જગ્યાએ હતી ત્યાં જ બાંધી, કેમ કે તેઓને દેશના લોકોનો ભય હતો. ત્યાં દરરોજ સવારે તથા સાંજે તેઓએ ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં.
Ɛwɔ mu sɛ na nkurɔfo no suro amannifo a wɔtete hɔ no de, nanso wɔsan sii afɔremuka no wɔ ne dedaw mu hɔ. Ɛhɔ ara na wofii ase bɔɔ ɔhyew afɔre maa Awurade. Wɔyɛɛ saa anɔpa ne anwummere biara.
4 ૪ તેઓએ નિયમશાસ્ત્રમાં લખેલા લેખ પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યું અને દરરોજ નિયમ પ્રમાણે વિધિપૂર્વક દહનીયાર્પણો ચઢાવ્યાં.
Wodii Asese Afahyɛ no sɛnea wɔakyerɛ wɔ Mose mmara nhoma no mu no, na wɔbɔɔ ɔhyew afɔre, sɛnea afahyɛ da biara de te no.
5 ૫ પછી દૈનિક તથા મહિનાના દહનીયાર્પણો, યહોવાહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.
Ɛno akyi no, wɔbɔɔ daa ɔhyew afɔre no ne afɔre a ɛsɛ sɛ wɔbɔ ma Ɔsram Foforo Afahyɛ no ne mfe ahorow afahyɛ de maa Awurade. Na nnipa no bɔɔ ɔpɛ pa mu afɔre nso de maa Awurade.
6 ૬ તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ સભાસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો.
Aka nnaawɔtwe abien na Guankɔbea Afahyɛ no adu so no, asɔfo no fii ase bɔɔ ɔhyew afɔre maa Awurade. Wofii eyi nso ase ansa na wɔreto Awurade asɔredan no fapem.
7 ૭ તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યાં; અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યાં, એ માટે કે તેઓ ઇરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે, દેવદારનાં કાષ્ઠ લઈ આવે.
Na wɔbɔɔ adansifo ne nnuadwumfo paa na wɔtɔɔ sida nnua fi Tirofo ne Sidonfo nkyɛn, na wɔde nnuan, nsa ne ngo tuaa wɔn ka. Wɔde nnua no fi Lebanon mmepɔw so guu po ani baa Yopa, a na ɔhene Kores ama ho kwan.
8 ૮ પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઈને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા.
Wofii Onyankopɔn asɔredan no si ase wɔ ɔsram a ɛto so abien mu afe a ɛto so abien fi bere a wokoduu Yerusalem no. Wɔn a wofi asutwa mu bae no nyinaa yɛɛ ho adwumayɛfo a Sealtiel babarima Serubabel, Yosadak babarima Yesua ne ne mfɛfo asɔfo ne Lewifo nyinaa nso ka ho. Lewifo a na wɔadi mfe aduonu ne wɔn a wɔboro saa no na wɔde Awurade asɔredan no asiesie hyɛɛ wɔn nsa.
9 ૯ યેશૂઆએ, તેના દીકરા તથા તેના ભાઈઓ, કાદમીએલે તથા યહૂદિયાના વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નીમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા.
Yesua ne ne mmabarima ne nʼabusuafo ne Kadmiel ne ne mmabarima ne Hodawia asefo nyinaa na wɔde Onyankopɔn asɔredan ho adwumayɛfo hyɛɛ wɔn nsa sɛ wɔnhwɛ wɔn so. Henadad abusuafo Lewifo na wɔboaa hwɛɛ saa dwumadi yi so.
10 ૧૦ બાંધનારાઓએ યહોવાહના સભાસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.
Bere a adansifo no wiee Awurade asɔredan no fapem no, asɔfo no hyɛɛ wɔn asɔfotade, kɔtenaa wɔn tenabea, hyɛn wɔn ntorobɛnto. Na Asaf asefo Lewifo no bɔɔ wɔn kyɛnkyɛn, de kamfoo Awurade sɛnea na ɔhene Dawid ahyɛ no pɛpɛɛpɛ.
11 ૧૧ તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, “ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે.” સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.
Wɔde nkamfo ne aseda too saa dwom yi maa Awurade se: “Oye, Na nʼadɔe wɔ hɔ daa ma Israel afebɔɔ!” Na ɔmanfo no nyinaa teɛɛ mu ahoɔden so, de kamfoo Awurade, efisɛ Awurade asɔredan fapem no, wɔato.
12 ૧૨ પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું તેઓની નજર આગળ જયારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યાં હતા ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યાં.
Asɔfo mpanyimfo no bebree, Lewifo ne ntuanofo no kaee asɔredan a edi kan no, sui bere a wohuu asɔredan foforo no fapem a wɔato no. Na afoforo nso teɛteɛɛ mu anigye so.
13 ૧૩ લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.
Anigye nteɛteɛmu ne osu a adi afra no ano yɛɛ den, na nnipa tee wɔ akyirikyiri.