< એઝરા 2 >

1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
And these are the children of the province, that went up out of the captivity of those that had been carried away, whom Nebuchadnezzar the king of Babylon had carried away to Babylon, and who came again to Jerusalem and to Judah, every one to his city,
2 ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
who came with Zerubbabel, Jeshua, Nehemiah, Saraiah, Reelaiah, Mordecai, Bilshan, Mispar, Bigvai, Rehum, Baanah. The number of the men of the people of Israel:
3 પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
The children of Parosh, two thousand one hundred and seventy-two.
4 શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
The children of Shephatiah, three hundred and seventy-two.
5 આરાહના વંશજો: સાતસો પંચોતેર.
The children of Arah, seven hundred and seventy-five.
6 યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
The children of Pahath-Moab, of the children of Jeshua [and] Joab, two thousand eight hundred and twelve.
7 એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
The children of Elam, a thousand two hundred and fifty-four.
8 ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
The children of Zattu, nine hundred and forty-five.
9 ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
The children of Zaccai, seven hundred and sixty.
10 ૧૦ બાનીના વંશજો: છસો બેતાળીસ.
The children of Bani, six hundred and forty-two.
11 ૧૧ બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
The children of Bebai, six hundred and twenty-three.
12 ૧૨ આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
The children of Azgad, a thousand two hundred and twenty-two.
13 ૧૩ અદોનિકામના વંશજો: છસો છાસઠ.
The children of Adonikam, six hundred and sixty-six.
14 ૧૪ બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
The children of Bigvai, two thousand and fifty-six.
15 ૧૫ આદીનના વંશજો: ચારસો ચોપન.
The children of Adin, four hundred and fifty-four.
16 ૧૬ આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
The children of Ater of [the family of] Hezekiah, ninety-eight.
17 ૧૭ બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
The children of Bezai, three hundred and twenty-three.
18 ૧૮ યોરાના વંશજો: એકસો બાર.
The children of Jorah, a hundred and twelve.
19 ૧૯ હાશુમના લોકો: બસો ત્રેવીસ
The children of Hashum, two hundred and twenty-three.
20 ૨૦ ગિબ્બારના લોકો: પંચાણું.
The children of Gibbar, ninety-five.
21 ૨૧ બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
The children of Bethlehem, a hundred and twenty-three.
22 ૨૨ નટોફાના લોકો: છપ્પન.
The men of Netophah, fifty-six.
23 ૨૩ અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
The men of Anathoth, a hundred and twenty-eight.
24 ૨૪ આઝમાવેથના લોકો: બેતાળીસ.
The children of Azmaveth, forty-two.
25 ૨૫ કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
The children of Kirjath-arim, Chephirah, and Beeroth, seven hundred and forty-three.
26 ૨૬ રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
The children of Ramah and Geba, six hundred and twenty-one.
27 ૨૭ મિખ્માશના લોકો: એકસો બાવીસ.
The men of Michmas, a hundred and twenty-two.
28 ૨૮ બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
The men of Bethel and Ai, two hundred and twenty-three.
29 ૨૯ નબોના લોકો: બાવન.
The children of Nebo, fifty-two.
30 ૩૦ માગ્બીશના લોકો: એકસો છપ્પન.
The children of Magbish, a hundred and fifty-six.
31 ૩૧ બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
The children of the other Elam, a thousand two hundred and fifty-four.
32 ૩૨ હારીમના લોકો: ત્રણસો વીસ.
The children of Harim, three hundred and twenty.
33 ૩૩ લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
The children of Lod, Hadid, and Ono, seven hundred and twenty-five.
34 ૩૪ યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
The children of Jericho, three hundred and forty-five.
35 ૩૫ સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
The children of Senaah, three thousand six hundred and thirty.
36 ૩૬ યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
The priests: the children of Jedaiah, of the house of Jeshua, nine hundred and seventy-three.
37 ૩૭ ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
The children of Immer, a thousand and fifty-two.
38 ૩૮ પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
The children of Pashhur, a thousand two hundred and forty-seven.
39 ૩૯ હારીમના વંશજો: એક હજાર સત્તર.
The children of Harim, a thousand and seventeen.
40 ૪૦ લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
The Levites: the children of Jeshua and of Kadmiel, of the children of Hodaviah, seventy-four.
41 ૪૧ ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
The singers: the children of Asaph, a hundred and twenty-eight.
42 ૪૨ ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
The children of the doorkeepers: the children of Shallum, the children of Ater, the children of Talmon, the children of Akkub, the children of Hatita, the children of Shobai, in all a hundred and thirty-nine.
43 ૪૩ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
The Nethinim: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
44 ૪૪ કેરોસ, સીહા, પાદોન,
the children of Keros, the children of Siaha, the children of Padon,
45 ૪૫ લબાના, હગાબા, આક્કુબ,
the children of Lebanah, the children of Hagabah, the children of Akkub,
46 ૪૬ હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો.
the children of Hagab, the children of Shamlai, the children of Hanan,
47 ૪૭ ગિદ્દેલ, ગહાર, રાયા,
the children of Giddel, the children of Gahar, the children of Reaiah,
48 ૪૮ રસીન, નકોદા, ગાઝ્ઝામ,
the children of Rezin, the children of Nekoda, the children of Gazzam,
49 ૪૯ ઉઝઝા, પાસેઆ, બેસાઈ,
the children of Uzza, the children of Phaseah, the children of Besai,
50 ૫૦ આસના, મેઉનીમ, નફીસીમના વંશજો.
the children of Asnah, the children of Meunim, the children of Nephusim,
51 ૫૧ બાકબુક, હાકૂફા અને હાર્હૂર,
the children of Bakbuk, the children of Hakupha, the children of Harhur,
52 ૫૨ બાસ્લુથ, મહિદા, હાર્શા,
the children of Bazluth, the children of Mehida, the children of Harsha,
53 ૫૩ બાર્કોસ, સીસરા, તેમા,
the children of Barkos, the children of Sisera, the children of Thamah,
54 ૫૪ નસીઆ અને હટીફાના વંશજો.
the children of Neziah, the children of Hatipha.
55 ૫૫ સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
The children of Solomon's servants: the children of Sotai, the children of Sophereth, the children of Peruda,
56 ૫૬ યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
the children of Jaalah, the children of Darkon, the children of Giddel,
57 ૫૭ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
the children of Shephatiah, the children of Hattil, the children of Pochereth-Hazzebaim, the children of Ami.
58 ૫૮ ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
All the Nethinim and the children of Solomon's servants, three hundred and ninety-two.
59 ૫૯ તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
And these are they that went up from Tel-melah, Tel-harsha, Cherub-Addan, Immer; but they could not shew their fathers' house, nor their seed, whether they were of Israel.
60 ૬૦ દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
The children of Delaiah, the children of Tobijah, the children of Nekoda, six hundred and fifty-two.
61 ૬૧ યાજકોના વંશજોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાય કે જેણે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બાર્ઝિલ્લાય પડ્યું હતું તેના વંશજો.
And of the children of the priests: the children of Habaiah, the children of Koz, the children of Barzillai; who took a wife of the daughters of Barzillai the Gileadite, and was called after their name.
62 ૬૨ તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ. તેઓએ યાજકપદપણાને ભ્રષ્ટ કર્યું તેથી
These sought their genealogical register, but they were not found; therefore were they, as polluted, removed from the priesthood.
63 ૬૩ સૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજુર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહિ.
And the Tirshatha said to them that they should not eat of the most holy things, till there stood up a priest with Urim and with Thummim.
64 ૬૪ સમગ્ર પ્રજાની કુલ સંખ્યા બેતાળીસ હજાર ત્રણસો સાઠ હતી.
The whole congregation together was forty-two thousand three hundred and sixty,
65 ૬૫ તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા બસો હતી.
besides their servants and their maids, of whom there were seven thousand three hundred and thirty-seven; and they had two hundred singing men and singing women.
66 ૬૬ તેઓનાં જાનવરોમાં, સાતસો છત્રીસ ઘોડા, બસો પિસ્તાળીસ ખચ્ચરો,
Their horses were seven hundred and thirty-six; their mules two hundred and forty-five;
67 ૬૭ ચારસો પાંત્રીસ ઊંટો અને છ હજાર સાતસો વીસ ગધેડાં હતાં.
their camels four hundred and thirty-five; the asses six thousand seven hundred and twenty.
68 ૬૮ જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
And some of the chief fathers, when they came to the house of Jehovah which is at Jerusalem, offered freely for the house of God to set it up in its place.
69 ૬૯ તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
They gave after their ability to the treasure of the work sixty-one thousand darics of gold, and five thousand pounds of silver, and one hundred priests' coats.
70 ૭૦ યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ, તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.
And the priests, and the Levites, and [some] of the people, and the singers, and the doorkeepers, and the Nethinim dwelt in their cities, and all Israel in their cities.

< એઝરા 2 >