< એઝરા 10 >
1 ૧ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
Když se pak Ezdráš, padna před domem Božím, tak modlil a vyznával s pláčem, sešel se k němu z lidu Izraelského zástup velmi veliký mužů i žen i dětí. A když plakal lid pláčem velikým,
2 ૨ ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
Tedy mluvil Sechaniáš syn Jechielův z synů Elamových, a řekl Ezdrášovi: Myť jsme zhřešili proti Bohu svému, že jsme pojímali ženy cizozemky z národů zemí, a však vždy Izrael může míti naději při té věci.
3 ૩ હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
Nyní tedy vejděme v smlouvu s Bohem svým, zapudíce všecky ženy i syny jejich podlé rady Páně a těch, jenž se třesou před přikázaním Boha našeho, a tak podlé zákona ať se stane.
4 ૪ ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો.”
Vstaň, nebo na tobě jest ta věc, a my budeme při tobě. Posilň se a učiň tak.
5 ૫ ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.
I vstal Ezdráš a zavázal přísahou přednější kněží a Levíty a všecken lid Izraelský, aby tak učinili. I přisáhli.
6 ૬ ત્યાર બાદ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
A vstav Ezdráš od domu Božího, odšel do pokojíka Jochananova, syna Eliasibova, i všel tam, a nejedl chleba, ani vody nepil; nebo zámutek měl pro přestoupení těch, jenž se přestěhovali.
7 ૭ તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદિયામાં, યરુશાલેમમાં સર્વ બંદીવાનોને યરુશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું.
Zatím dali provolati v Judstvu a v Jeruzalémě všechněm přestěhovaným, aby se shromáždili do Jeruzaléma,
8 ૮ એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે.”
Kdo by pak koli nepřišel ve třech dnech, podlé rady knížat a starších, aby všecken statek svůj propadl, a sám odloučen byl od shromáždění přestěhovaných.
9 ૯ આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
A protož shromáždili se všickni muži Judští i Beniamin do Jeruzaléma ke dni třetímu, dvadcátého dne měsíce, (a ten měsíc byl devátý). I seděl všecken lid na ulici domu Božího, třesouce se pro tu věc i pro déšť.
10 ૧૦ પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
Tedy vyvstal Ezdráš kněz a řekl k nim: Vy jste zhřešili, že jste pojímali ženy cizozemky, abyste přidali k provinění lidu Izraelského.
11 ૧૧ માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ.”
Protož již vyznejte se Hospodinu Bohu otců svých, a čiňte vůli jeho, a oddělte se od národů cizích, i od žen cizozemek.
12 ૧૨ ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, “નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
I odpovědělo všecko to shromáždění, a řekli hlasem velikým: Podlé slova tvého povinni jsme tak učiniti.
13 ૧૩ પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
Ale lidu mnoho jest, a prška, a nemůžeme vně státi. K tomu není ta práce jednoho dne ani dvou, nebo mnoho jest nás, kteříž jsme v tom přestoupili.
14 ૧૪ દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય.”
Nechť jsou postavena, prosíme, knížata naše ze všeho shromáždění, a kdož koli jest v městech našich, kterýž pojal ženy cizozemky, ať přijde v čas uložený, a s nimi starší z jednoho každého města i soudcové jejich, až bychom tak odvrátili hněv prchlivosti Boha našeho od sebe pro tu věc.
15 ૧૫ કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
Takž Jonatan syn Azahelův, a Jachziáš syn Tekue, postaveni byli nad tím, Mesullam pak a Sabbetai, Levítové, pomáhali jim.
16 ૧૬ તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
Tedy učinili tak při těch, jenž přestěhováni byli. I odděleni jsou Ezdráš kněz a muži přední čeledí otcovských po domích otců svých, všickni ti ze jména, a zasedli prvního dne měsíce desátého, aby to vyhledali.
17 ૧૭ પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
Což i konali při všech mužích, kteříž byli pojali ženy cizozemky, až do prvního dne prvního měsíce.
18 ૧૮ યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.
Našli se pak z synů kněžských, jenž zpojímali ženy cizozemky tito: Z synů Jesua syna Jozadakova, a z bratří jeho: Maaseiáš, Eliezer, Jarib a Gedaliáš.
19 ૧૯ એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.
Ale povolili, aby zapudili ženy své. A ti, kteříž provinili, obětovali skopce z stáda za vinu svou.
20 ૨૦ ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
A z synů Immer: Chanani a Zebadiáš.
21 ૨૧ હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
Z synů Charim: Maaseiáš, Eliah, Semaiáš, Jechiel a Uziáš.
22 ૨૨ પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલાસા.
Z synů Paschur: Elioenai, Maaseiáš, Izmael, Natanael, Jozabad a Elasa.
23 ૨૩ લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા જે કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
A z Levítů: Jozabad, Simei, Kelaiáš, (jenž jest Kelita), Petachiáš, Juda a Eliezer.
24 ૨૪ ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
Z zpěváků pak Eliasib, a z vrátných Sallum, Telem a Uri.
25 ૨૫ ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મીયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા.
A z lidu Izraelského, z synů Faresových: Ramiáš, Jeziáš, Malkiáš, Miamin, Eleazar, Malkiáš a Benaiáš.
26 ૨૬ એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યેરેમોથ તથા એલિયા હતા.
Z synů Elamových: Mataniáš, Zachariáš, Jechiel, Abdi, Jeremot a Eliah.
27 ૨૭ ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યેરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
Z synů Zattu: Elioenai, Eliasib, Mataniáš, Jeremot, Zabad, a Aziza.
28 ૨૮ બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
Též z synů Bebai: Jochanan, Chananiáš, Zabbai, Atlai.
29 ૨૯ બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
Z synů Báni: Mesullam, Malluch, Adaiáš, Jasub, Seal, Jeramot.
30 ૩૦ પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
Z synů Pachat Moábových: Adna a Chélal, Benaiáš, Maaseiáš, Mataniáš, Bezaleel, Binnui a Manasse.
31 ૩૧ હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
Z synů Charimových: Eliezer, Isiáš, Malkiáš, Semaiáš, Simeon,
32 ૩૨ બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
Beniamin, Malluch, Semariáš.
33 ૩૩ હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
Z synů Chasumových: Mattenai, Mattata, Zabad, Elifelet, Jeremai, Manasses, Simei.
34 ૩૪ બાનીના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;
Z synů Báni: Maadai, Amram, Uel,
35 ૩૫ બનાયા, બેદયા, કલૂહી;
Benaiáš, Bediáš, Keluhu,
36 ૩૬ વાન્યા, મરેમોથ, એલ્યાશીબ.
Vaniáš, Meremot, Eliasib,
37 ૩૭ માત્તાન્યા, માત્તનાય, યાસુ;
Mattaniáš, Mattenai, Jaasav,
38 ૩૮ બાની, બિન્નૂઈ, શિમઇ,
Báni, Binnui, Simei,
39 ૩૯ નાથાન, શેલેમ્યા, અદાયા,
Selemiáš, Nátan a Adaiáš,
40 ૪૦ માખ્નાદબાય, શાશાય, શારાય.
Machnadbai, Sasai, Sarai,
41 ૪૧ અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
Azarel, Selemiáš, Semariáš,
42 ૪૨ શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
Sallum, Amariáš a Jozef.
43 ૪૩ નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
Z synů Nébových: Jehiel, Mattitiáš, Zabad, Zebina, Jaddav, Joel a Benaiáš.
44 ૪૪ આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.
Ti všickni pojali byli ženy cizozemky, a byly z těch žen některé, že i děti zplodily.