< એઝરા 1 >
1 ૧ ઇરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે, ઈશ્વરે, યર્મિયાના મુખેથી આપેલાં પોતાના વચનને પૂર્ણ કરતાં, કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું:
А першого року Кіра, царя перського, щоб спо́внилось слово Господнє, проре́чене устами Єреміїними, збудив Господь духа Кіра, царя перського, і він оголоси́в по всьому царству своєму, а також на письмі, говорячи:
2 ૨ “ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે: યહોવાહ, આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરનાં સર્વ રાજ્યો આપ્યાં છે અને તેમણે મને યહૂદિયાના યરુશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નીમ્યો છે.
„Так говорить Кір, цар перський: Усі зе́мні царства дав мені Господь, Бог Небесний, і Він наказав мені збудувати Йому храма в Єрусалимі, що в Юдеї.
3 ૩ તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય, તેઓની સાથે, તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરુશાલેમમાં જઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે.
Хто між вами з усього Його наро́ду, — неха́й буде Бог його з ним, і нехай він іде до Єрусалиму, що в Юдеї, і нехай будує дім Господа, Бога Ізраїлевого. Це той Бог, що в Єрусалимі.
4 ૪ તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે.”
А кожному позоста́лому по всіх тих містах, хто мешкає там, нехай допоможуть йому люди його місця сріблом, і золотом, і маєтком, і худо́бою, з добровільною жертвою для дому Божого, що в Єрусалимі“.
5 ૫ તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.
І повставали го́лови ба́тьківських родів Юди та Веніямина, і священики, і Левити, аж до всякого, що Бог збудив духа його, щоб піти будувати дім Господа, що в Єрусалимі.
6 ૬ તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યાં.
А все їхнє довкі́лля зміцни́ло їм руки речами срібними та золотими, маєтком, і худобою, і кошто́вностями, окрім того, що хто поже́ртвував був добровільно.
7 ૭ વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.
А цар Кір повино́сив речі Господнього дому, які забрав був Навуходоно́сор з Єрусалиму, і дав їх до дому бога свого, —
8 ૮ કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.
і повиносив їх Кір, цар перський, рукою скарбника́ Мітредата, а той відрахував їх Шешбаццарові, Юдиному начальникові.
9 ૯ તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની ત્રીસ થાળીઓ, ચાંદીની એક હજાર થાળીઓ અને ઓગણત્રીસ અન્ય પાત્રો,
I оце їхнє число: мисо́к золотих — тридцять, мисо́к срібних тисяча, ножі́в — двадцять і дев'ять,
10 ૧૦ સોનાના ત્રીસ વાટકા, ચાંદીનાં અન્ય પ્રકારના એક હજાર વાટકાઓ તથા એક હજાર અન્ય પાત્રો.
ке́ліхів золотих — тридцять, келіхів срібних подвійних — чотири сотні й десять, по́суду іншого — тисяча.
11 ૧૧ સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને પાંચ હજાર ચારસો હતાં. જ્યારે બંદીવાનો બાબિલથી યરુશાલેમ આવ્યા ત્યારે આ બધાં પાત્રો શેશ્બાસાર પોતાની સાથે લાવ્યો.
Усього золотого й срібного по́суду — п'ять тисяч і чотири сотні. Усе це завіз Шешбаццар, коли вигна́нці верта́лися з Вавило́ну до Єрусалиму.