< હઝકિયેલ 9 >
1 ૧ પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, “નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો.
Sonra yüksek sesle, “Kenti cezalandıracak olanlar, ellerinde yok edici silahlarıyla buraya gelsin” diye seslendiğini duydum.
2 ૨ પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.
Kuzeye bakan yukarı kapı yolundan altı kişinin geldiğini gördüm. Her birinin elinde ölümcül bir silah vardı. Aralarında keten giysili, belinde yazı takımı olan bir adam vardı. İçeriye girip tunç sunağın yanında durdular.
3 ૩ ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો.
İsrail Tanrısı'nın görkemi bulunduğu yerden, Keruvlar'ın üzerinden ayrılıp tapınağın eşiğine gitti. RAB keten giysili, belinde yazı takımı olan adama seslendi:
4 ૪ યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”
“Yeruşalim Kenti'nin içinden geç, orada yapılan iğrenç şeylerden ötürü dövünüp ağlayanların alınlarına işaret koy” dedi.
5 ૫ પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.
Öbürlerine, “Kent boyunca onu izleyin ve kimseye acımadan, kimseyi esirgemeden öldürün” dediğini duydum.
6 ૬ વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.
“Yaşlıyı, genci, genç kızı, kadını, çocukları öldürün. Yalnız alınlarında işaret olanlara dokunmayın. İşe tapınağımdan başlayın.” Onlar da tapınağın önünde duran İsrail ileri gelenlerinden işe başladılar.
7 ૭ તેમણે તેઓને કહ્યું, “સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો.
Onlara, “Tapınağı kirletin, avlularını cesetlerle doldurun. Haydi başlayın!” dedi. Bunun üzerine onlar gidip kenttekileri öldürmeye başladılar.
8 ૮ જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”
Onlar halkı öldürürken ben tek başıma kaldım. Yüzüstü yere kapanıp, “Ah, ey Egemen RAB! Öfkeni Yeruşalim üzerine boşaltırken, geri kalan bütün İsrailliler'i de mi yok edeceksin?” diye haykırdım.
9 ૯ તેમણે મને કહ્યું: “ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે ‘યહોવાહે દેશને છોડી દીધો છે,’ ‘યહોવાહ જોતા નથી.’”
“İsrail ve Yahuda halkının günahı pek büyük” diye karşılık verdi, “Ülke kan, kent haksızlık dolu. Onlar, ‘RAB ülkeyi bıraktı, RAB görmüyor’ diyorlar.
10 ૧૦ તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ.”
Ben de onlara acımayacak, onları esirgemeyeceğim. Yaptıklarını kendi başlarına getireceğim.”
11 ૧૧ અને જુઓ, શણનાં વસ્રો પહેરેલો તથા કમરે શાહીનો ખડિયો લટકાવેલો માણસ પાછો આવ્યો. તેણે અહેવાલ આપીને કહ્યું, “તમારા હુકમ પ્રમાણે મેં બધું જ કર્યું છે.”
Derken keten giysili, belinde yazı takımı olan adam, “Buyruklarını yerine getirdim” diye haber verdi.