< હઝકિયેલ 9 >

1 પછી તેણે મોટા અવાજે મારા કાનમાં કહ્યું, “નગરના ચોકીદારો પોતપોતાનું વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવો.
तेव्हा देवाने मोठ्या आवाजाने मला हाक मारली, आणि म्हणाले, “शहर रक्षकाला येऊ द्या, प्रत्येकाच्या हाती हल्ला व हानी करणारे हत्यार असेल.”
2 પછી જુઓ, છ માણસો પોતાના હાથમાં પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી આવ્યા. તેઓની મધ્યે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તે બધા અંદર જઈને પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.
मग पहा! उत्तर दिशेने प्रवेश व्दारातून सहा जण आपल्या हाती जनावर ठार करणारे हत्यार आणि अंगात तागाचे वस्त्र परिधान केलेले, एका बाजूस शास्रांचे उपकरण होते, मग ते जाऊन पितळेच्या वेदीजवळ उभे राहीले.
3 ત્યારે ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો. અને તેમણે કમરે લહિયાના ખડિયો લટકાવેલા તથા શણના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવ્યો.
मग इस्राएली देवाचे गौरवी तेज करुबा वरुन निघून घराच्या उंबरठ्यावर आले. त्याने तागाचे वस्त्र परीधान केलेले ज्यांच्या हाती एका बाजूला शास्रांचे उपकरण होते त्यांना बोलावले.
4 યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”
परमेश्वर देव त्यांना म्हणाला, “यरूशलेमेच्या मध्य भागातून प्रवेश करा, जे पुरुष विव्हळ झाले, त्यांच्या माथ्यावर खुण करा, आणि शहरात केलेल्या सगळ्या अपवित्र गोष्टींसाठी उसासे टाका.”
5 પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.
ऐकायला जाईल अशा अंतरावर मग तो बोलला शहरात त्यानंतर प्रवेश कर, व मारुन टाक, कुणावरही दया करु नकोस.
6 વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.
म्हातारे असो, तरुण, कुमारी, लहान मुले किंवा स्त्रिया सर्वांना मारुन टाका. पण ज्याच्या माथ्यावर खुण आहे त्याच्याजवळ जाऊ नका. माझ्या पवित्र ठिकाणाहून सुरुवात करा, मग म्हाताऱ्यापासून सुरुवात केली व माझ्या निवासापुढे आले.
7 તેમણે તેઓને કહ્યું, “સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો.
तो त्यांना म्हणाला, “आक्रमण करा, मंदिर भ्रष्ट करा, घरे उध्वस्त करा, आणि वेशी मृतांना व्यापून टाका” मग ते यरुशमेल नगराच्या बाहेर जाऊन हल्ला करतील.
8 જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”
ते हल्ला करीत असतांना, मला स्वतःला एकटे वाटले. आणि मी उपडा पडून रडलो, हे प्रभू परमेश्वर देवा तुझ्या क्रोधाच्या ओतणीने तू सर्व उरलेल्या यरूशलेमातील इस्राएलाचा विध्वंस करशील काय?
9 તેમણે મને કહ્યું: “ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે ‘યહોવાહે દેશને છોડી દીધો છે,’ ‘યહોવાહ જોતા નથી.’”
तो मला म्हणाला, “इस्राएल आणि यहूदाचे अपराध फार वाढत आहेत, शहर व भूमी रक्ताने भरलेली आहे आणि ते दुरुपयोग करून म्हणतात, परमेश्वर देव आम्हास विसरला तो आम्हास बघत नाही.
10 ૧૦ તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ.”
१०म्हणून मी त्यांच्यावर दया दृष्टी करणार नाही. त्यांची दया करणार नाही. त्यावर त्यांच्या कृत्यांचे फळ त्यांच्या माथी देईन.”
11 ૧૧ અને જુઓ, શણનાં વસ્રો પહેરેલો તથા કમરે શાહીનો ખડિયો લટકાવેલો માણસ પાછો આવ્યો. તેણે અહેવાલ આપીને કહ્યું, “તમારા હુકમ પ્રમાણે મેં બધું જ કર્યું છે.”
११पहा! तागाचे वस्त्र घातलेला शास्त्र्याचे अवजार हाती घेऊन वापस येत असता त्याने बातमी दिली, “तू मला सांगीतलेले सर्व काही पार पाडले आहे.”

< હઝકિયેલ 9 >