< હઝકિયેલ 8 >
1 ૧ છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.
Afe a ɛtɔ so nsia mu, abosome nsia no ɛda a ɛtɔ so enum a na mete me fie na Yuda mpanimfoɔ tete mʼanim no, Otumfoɔ Awurade nsa baa me so wɔ hɔ.
2 ૨ મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.
Mehwɛeɛ na mehunuu biribi a ɛte sɛ onipa. Ɛfiri baabi reba, a ayɛ sɛ nʼasene mu rekɔ ne fam no, na ɔte sɛ ogya, na ɛfiri hɔ rekɔ ne soro no, na ne tebea hyerɛn sɛ dadeɛ a adɔ.
3 ૩ તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને અદેખાઈ થાય એવી મૂર્તિનું સ્થાન હતું.
Ɔtenee biribi te sɛ nsa de sɔɔ me tirinwi mu faa me. Afei honhom no pagyaa me de me kɔɔ ewiem na ɛde me wuraa Onyankopɔn anisoadehunu mu kɔɔ Yerusalem kɔgyinaa mfimfini adihɔ no atifi ɛpono ano, baabi a ohoni a ɛyɛ ninkunutweɛ farebae no sie.
4 ૪ ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.
Na ɛhɔ, mʼanim no na na Israel Onyankopɔn animuonyam wɔ, te sɛ anisoadehunu a menyaa no wɔ ɛserɛ so no.
5 ૫ ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો.” તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ.
Afei, ɔka kyerɛɛ me sɛ, “Onipa ba, hwɛ atifi fam hɔ.” Na mehwɛeɛ, na ɛpono a ɛwɔ afɔrebukyia no atifi fam no mu, mehunuu saa ninkuntwe farebae ohoni yi.
6 ૬ તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.
Ɔkaa kyerɛɛ me sɛ, “Onipa ba, wohunu deɛ wɔreyɛ yi, akyiwadeɛ a ɛmfra, a Israel fie reyɛ wɔ ha yi, nneɛma a ɛbɛpam me afiri me kronkronbea akɔ akyirikyiri yi? Nanso wobɛhunu nneɛma a ɛsene akyiwadeɛ yi koraa.”
7 ૭ પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું.
Afei, ɔde me baa adihɔ hɔ ɛpono no ano. Mehwɛeɛ na mehunuu tokuro wɔ ɔfasuo no mu.
8 ૮ તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ.” તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું!
Ɔka kyerɛɛ me sɛ, “Onipa ba, bɔ ɔfasuo no mu tokuro.” Enti mebɔɔ ɔfasuo no mu tokuro, na mehunuu ɛpono ano kwan bi wɔ hɔ.
9 ૯ ત્યારે તેમણે મને કહ્યું, “જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો.”
Ɔkaa kyerɛɛ me sɛ, “Kɔ mu na kɔhwɛ atirimuɔdensɛm ne akyiwadeɛ a wɔreyɛ wɔ ha.”
10 ૧૦ તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.
Enti mekɔɔ mu kɔhwɛeɛ, na mehunuu afasuo a wɔayɛ mmoa a wɔwea ahodoɔ nyinaa ne mmoa a wɔyɛ akyiwadeɛ ne Israel fie ahoni ahodoɔ nyinaa mfoni wɔ ho nyinaa.
11 ૧૧ ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.
Wɔn anim na na Israelfoɔ mpanimfoɔ aduɔson gyinagyina a na Safan babarima Yaasania gyina wɔn mu. Na wɔn mu biara kura nkankyee ntrawantrawa a aduhwam wisie hwamhwam firi so rekɔ soro.
12 ૧૨ પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, ‘યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.’
Ɔbisaa me sɛ, “Onipa ba woahunu deɛ Israelfoɔ mpanimfoɔ reyɛ wɔ esum no mu. Obiara wɔ nʼankasa ahoni abosonnan mu. Wɔka sɛ, ‘Awurade nhunu yɛn; Awurade agya asase no!’”
13 ૧૩ અને તેમણે મને કહ્યું, “તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”
Ɔkaa bio sɛ, “Wobɛhunu sɛ wɔreyɛ nneɛma a ɛyɛ akyiwadeɛ a mpo ɛsene yei.”
14 ૧૪ ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ અક્કાદી પ્રજાનો દેવ માટે રડતી બેઠેલી હતી.
Afei ɔde me baa Awurade efie no atifi ɛpono no kwan ano, na mehunuu mmaa a wɔtete hɔ resu Tamus.
15 ૧૫ તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે.”
Ɔbisaa me sɛ, “Wohunu yei onipa ba? Wobɛhunu nneɛma a ɛyɛ akyiwadeɛ a ɛsene yei.”
16 ૧૬ પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.
Afei, ɔde me baa Awurade efie adihɔ a ɛwɔ mfimfini no, na ɛhɔ, asɔrefie no ano kwan, wɔ abrannaa ne afɔrebukyia no ntam, na ɛhɔ na mmarimma bɛyɛ aduonu enum wɔ. Wɔn akyi kyerɛ Awurade asɔredan na wɔn anim kyerɛ apueeɛ fam no, na wɔrekoto som owia a ɛwɔ apueeɛ fam.
17 ૧૭ તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.
Ɔbisaa me sɛ, “Woahunu yei, onipa ba? Akyiwadeɛ a Yudafoɔ reyɛ wɔ ha yi yɛ asɛm ketewa anaa? Ɛsɛ sɛ wɔde akakabensɛm hyɛ asase no so ma na wɔkɔ so hyɛ me abufuo anaa? Hwɛ, wɔabu me animtia agu mʼanim ase!
18 ૧૮ તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ.”
Ɛno enti, me ne wɔn bɛdi no abufuo so. Merenhunu wɔn mmɔbɔ, na meremfa wɔn ho nkyɛ wɔn. Ɛwom sɛ wɔteam tuatua mʼaso, nanso merentie wɔn.”