< હઝકિયેલ 8 >

1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો. યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા ત્યારે ત્યાં પ્રભુ યહોવાહના હાથે મને સ્પર્શ કર્યો.
En la huitième année, le cinquième mois, le cinquième jour du mois, j'étais assis dans ma maison, et les anciens de Juda étaient assis devant moi. Et sur moi vint la main du Seigneur.
2 મેં જોયું, તો જુઓ, મનુષ્ય જેવી પ્રતિમા દેખાઈ, તેની કમરથી નીચેનો ભાગ અગ્નિ જેવો, કમરથી ઉપરનો ભાગ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.
Et je regardais, et je vis l'image d'un homme; au-dessus des reins, il était feu; au-dessous des reins, il était comme une vision d'émail.
3 તેણે હાથના જેવો આકાર લંબાવીને મારા માથાના વાળ પકડ્યા પછી આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ઈશ્વરના સંદર્શનમાં તે મને યરુશાલેમમાં પ્રભુઘરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લાવ્યો, જ્યાં ઈશ્વરને અદેખાઈ થાય એવી મૂર્તિનું સ્થાન હતું.
Et il étendit l'image d'une main, et il me prit par les cheveux, et l'esprit me ravit entre le ciel et la terre, et il me conduisit à Jérusalem, en une vision de Dieu, sur le vestibule de la porte qui regarde l'aquilon, où était la colonne de l'acheteur.
4 ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, તેનો દેખાવ મેદાનમાં સંદર્શન જોયું હતું તેના જેવો હતો.
Et voilà qu'il y avait la gloire de Dieu, semblable à la vision que j'avais eue dans le champ.
5 ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી નજર કરીને ઉત્તર તરફ જો.” તેથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, વેદીના ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ રોષજનક મૂર્તિ દેખાઈ.
Et le Seigneur me dit: Fils de l'homme, tourne tes yeux du côté de l'aquilon. Et je tournai les yeux du côté de l'aquilon; et voilà que de là je regardai à la porte orientale.
6 તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તે લોકો શું કરે છે તે તેં જોયું? હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તેથી ઇઝરાયલીઓ જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે. પણ તું ફરશે અને આનાથી પણ વધુ અધમ કૃત્યો જોશે.
Et le Seigneur me dit: Fils de l'homme, as-tu vu ce qu'ils font? Ils commettent ici de grandes abominations, telles qu'ils me font partir de mon sanctuaire; mais tu verras des iniquités plus grandes encore.
7 પછી તે મને આંગણાના દ્વાર પાસે લાવ્યો. અને મેં જોયું, તો ત્યાં દીવાલમાં એક કાણું હતું.
Et il me conduisit sur le vestibule du parvis,
8 તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ દીવાલમાં ખોદ.” તેથી મેં દીવાલમાં ખોદ્યું તો ત્યાં બારણું હતું!
Et il me dit: Fils de l'homme, creuse; et je creusai; et voilà qu'il y avait une porte.
9 ત્યારે તેમણે મને કહ્યું, “જા અને તે લોકો જે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે જો.”
Et il me dit: Entre, et vois les iniquités qu'ils commettent ici;
10 ૧૦ તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.
Et j'entrai, et je regardai, et voilà qu'il y avait des vanités, des abominations, et toutes les idoles de la maison d'Israël dessinées sur les murs tout autour.
11 ૧૧ ઇઝરાયલના સિત્તેર વડીલો ત્યાં હતા, શાફાનનો દીકરો યાઝનિયા તેઓની મધ્યે હતો. તેઓ બધા પ્રતિમાની આગળ ઊભા હતા, દરેકના હાથમાં પોતાની ધૂપદાનીઓ હતી જેથી ધૂપના ગોટેગોટા ઉપર ઊડતા હતા અને તેની સુગંધ બધે પ્રસરતી હતી.
Et il y avait soixante-dix hommes des anciens de la maison d'Israël; et au milieu Jéchonias, fils de Saphan, se tenait debout devant eux, et chacun tenait à la main un encensoir, et la fumée de l'encens s'élevait.
12 ૧૨ પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં જોયું કે ઇઝરાયલીઓના દરેક વડીલો અહીં અંઘારામાં પોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં શું કરે છે? કેમ કે તેઓ કહે છે કે, ‘યહોવાહ અમને જોતા નથી. યહોવાહે દેશને તજી દીધો છે.’
Et le Seigneur me dit: Tu as vu, fils de l'homme, ce que font les anciens de la maison d'Israël, chacun dans sa chambre la plus secrète, parce qu'ils ont dit: Le Seigneur ne nous voit pas; le Seigneur a délaissé la terre!
13 ૧૩ અને તેમણે મને કહ્યું, “તું ફરીને જોઈશ કે તેઓ આના કરતાં પણ વધુ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.”
Et il me dit: Tu verras des iniquités encore plus grandes que celles-ci.
14 ૧૪ ત્યાર પછી તે મને યહોવાહના સભાસ્થાનના ઉત્તર તરફના દરવાજા પાસે લાવ્યા, અને જુઓ, ત્યાં સ્ત્રીઓ તામ્મૂઝ અક્કાદી પ્રજાનો દેવ માટે રડતી બેઠેલી હતી.
Et il me conduisit sur le vestibule de la porte du temple qui regarde l'aquilon, et voilà qu'il y avait là des femmes assises qui pleuraient Thammuz.
15 ૧૫ તેથી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું છે? પાછો ફરીને તું આના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો તું જોશે.”
Et le Seigneur me dit: Fils de l'homme, tu as vu et tu verras des choses pires encore que celle-ci.
16 ૧૬ પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.
Et il me conduisit dans le parvis intérieur du temple; dans le vestibule du temple, entre le portique et l'autel, il y avait environ vingt hommes tournant le dos au temple et regardant devant eux, et ces hommes adoraient le soleil.
17 ૧૭ તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના લોકો અહીં કરે છે તે નાની બાબત છે? કેમ કે તેઓએ સમગ્ર દેશને હિંસાથી ભરી દીધો છે, તેઓ નાકે ડાળી અડકાડીને મને વધુ ગુસ્સે કરે છે.
Et il me dit: Tu as vu, fils de l'homme: est-ce peu pour la maison de Juda, de commettre les abominations qu'ils ont commises ici; car ils ont rempli d'iniquités la terre? Et voilà qu'ils sont comme des railleurs.
18 ૧૮ તેથી કોપાયમાન થઈને હું પણ તેઓને શિક્ષા કરીશ. મારી આંખો તેઓના પર દયા કરશે નહિ તેમ જ હું તેઓને છોડીશ નહિ. તેઓ મોટા અવાજે મારા કાનમાં પોકારશે પણ હું તેઓનું સાંભળીશ નહિ.”
Et moi je les traiterai avec colère, et mon œil sera sans pitié, et je serai sans miséricorde.

< હઝકિયેલ 8 >