< હઝકિયેલ 6 >

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Et la parole du Seigneur me vint, disant:
2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,
Fils de l'homme, tourne la face contre les monts d'Israël, et prophétise contre eux.
3 હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
Et dis-leur: Montagnes d'Israël, écoutez la parole du Seigneur. Ainsi dit le Seigneur aux montagnes, aux collines, aux vallons et aux forêts: Voilà que j'amène contre vous le glaive, et vos hauts lieux seront détruits.
4 તમારી વેદીઓ ઉજ્જડ થશે અને તમારા સ્તંભોનો નાશ થશે, હું તમારા મૃતદેહોને તમારી મૂર્તિઓ આગળ નીચે ફેંકી દઈશ.
Et vos autels seront brisés, et vos enclos détruits; et je jetterai vos cadavres en face de vos idoles.
5 હું ઇઝરાયલી લોકોના મૃતદેહો તેઓની મૂર્તિઓ આગળ મૂકીશ, તમારાં હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
Et je disperserai vos ossements autour de vos autels,
6 તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય.
Et dans toutes vos demeures. Vos villes seront dépeuplées et vos hauts lieux abolis, afin que vos autels soient abattus, vos idoles brisées et vos enclos détruits.
7 મૃત્યુ પામેલાઓ તમારી મધ્યે પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
Et les cadavres tomberont au milieu de vous, et vous saurez que je suis le Seigneur.
8 પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદાજુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓ મધ્યે તલવારથી બચી જશે.
Quand ceux de vous qui auront échappé au glaive seront parmi les nations, pendant votre dispersion dans les royaumes,
9 પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.
Ceux de vous qui auront échappé et qui seront captifs parmi les nations se souviendront de moi. J'ai juré contre leur cœur, qui s'est prostitué loin de moi, contre leurs yeux, qui se sont prostitués à leurs désirs. Et ils se frapperont au visage en souvenir de toutes leurs abominations.
10 ૧૦ તેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું. હું તમારા પર વિપત્તિ લાવીશ એવું મેં તેઓને માત્ર કહેવા ખાતર કહ્યું નહતું.
Et ils reconnaîtront que moi, le Seigneur, j'ai parlé.
11 ૧૧ પ્રભુ યહોવાહ કહે છે કે: તાળી પાડીને તથા પગ પછાડીને કહે કે, “ઇઝરાયલ લોકોનાં સર્વ ધિક્કારપાત્ર દુષ્ટ કૃત્યોને લીધે અફસોસ!” કારણ કે તેઓ તલવાર, દુકાળ અને મરકીથી નાશ પામશે.
Voici ce que dit le Seigneur: Bats des mains, frappe du pied, et dis: Malheur, malheur sur toutes les abominations de la maison d'Israël! Ils périront par le glaive, par la peste et par la famine.
12 ૧૨ દૂર રહેનારા મરકીથી માર્યા જશે, નજીક રહેનારા તલવારથી માર્યા જશે. બાકીના જેઓને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળમાં માર્યા જશે; આ રીતે હું તેઓના પરનો મારો ક્રોધ પૂરો કરીશ.
Celui qui est près tombera sous le glaive; celui qui est loin périra par la peste; et celui qui est assiégé mourra de faim. Et j'assouvirai sur eux ma colère.
13 ૧૩ જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Et vous saurez que je suis le Seigneur, quand vos cadavres seront au milieu de vos idoles, autour de vos autels sur toute haute colline, sous chaque arbre touffu, où ils offraient les odeurs de l'encens à toutes leurs idoles.
14 ૧૪ હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
Et j'étendrai la main sur eux, et je désolerai la terre, et je la ruinerai dans toutes ses demeures à partir du désert de Déblatha. Et vous saurez que je suis le Seigneur.

< હઝકિયેલ 6 >