< હઝકિયેલ 5 >
1 ૧ હે મનુષ્યપુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તલવાર તું લે. અને તેને તારા માથા પર અને તારી દાઢી પર ફેરવ, પછી ત્રાજવાથી વજન કરીને તારા વાળના ભાગ પાડ.
A ti, sine čovječji, uzmi mač naoštren, uzmi ga kao britvu brijačku i obrij glavu i bradu. Zatim uzmi mjerice i porazdijeli.
2 ૨ ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ નગરની મધ્યમાં બાળી નાખવો. બીજા એક ત્રીજા ભાગને નગરની આસપાસ તલવારથી કાપી નાખ. વળી વાળના ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દેવા, અને હું લોકોની પાછળ તલવાર ખેંચીશ.
Trećinu spali posred grada ognjem kad se navrše dani tvoje opsade; trećinu uzmi i sasijeci mačem oko grada; trećinu baci u vjetar - i svoj ću mač trgnuti na njih.
3 ૩ પણ તેઓમાંથી થોડી સંખ્યામાં વાળ લઈને તારી બાયમાં બાંધ.
Uzmi malo i zaveži u skute haljine.
4 ૪ પછી તેમાંથી થોડા વાળ લઈને અગ્નિમાં નાખી બાળી દે. તે અગ્નિ ઇઝરાયલ લોકોમાં ફરી વળશે.”
Od toga opet nešto uzmi, baci u vatru i spali: odatle će se razgorjeti vatra svemu domu Izraelovu!”
5 ૫ પ્રભુ યહોવાહ એવું કહે છે: “આ યરુશાલેમ છે તેને મેં પ્રજાઓની મધ્યે સ્થાપ્યું છે, જ્યાં મેં તેને સ્થાપ્યું છે, તેની આજુબાજુ બીજા દેશો આવેલા છે.
Ovako govori Jahve Gospod: “Ovo je Jeruzalem! Postavih ga u središte naroda, okružih ga zemljama!
6 ૬ પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી.”
Ali se on odupro mojim naredbama većma nego pogani, zakonima mojim većma nego zemlje koje ga okružuju.”
7 ૭ તેથી પ્રભુ યહોવાહ એવું કહે છે: “કેમ કે તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી અને મારા નિયમોનું પાલન કર્યું નથી; કે તમારી આસપાસની પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું;
Stoga ovako govori Jahve Gospod: “Buntovniji ste od naroda koji vas okružuju, ne hodite po mojim zakonima i ne vršite ni mojih naredaba ni naredaba okolnih naroda.”
8 ૮ તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, “જુઓ! હું તમારી વિરુદ્ધ છું! હું અન્ય પ્રજાઓના દેખતાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ.
Zato ovako govori Jahve Gospod: “Evo i mene protiv tebe! Izvršit ću sud svoj nad tobom na oči svih naroda.
9 ૯ તમારાં બધાં તિરસ્કારપાત્ર કૃત્યોને કારણે હું તમને એવી સજા કરીશ કે જેવી મેં કદી કરી નથી અને ફરી કદી કરીશ નહિ.
Zbog tvojih gadosti učinit ću s tobom što još ne učinih nikada nit ću ikad učiniti:
10 ૧૦ માટે તમારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, દીકરો પોતાના પિતાને ખાશે; હું તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ અને તારા બાકી રહેલા સર્વને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.
posred tebe očevi će jesti sinove, a sinovi očeve; izvršit ću sud svoj nad tobom i sav ostatak tvoj predati svim vjetrovima!
11 ૧૧ એ માટે પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે કે,” તે તારી તિરસ્કારપાત્ર વસ્તુઓથી તથા ધિક્કારપાત્ર વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે, તેથી હું તને સંખ્યામાં ઓછો કરીશ, હું ખામોશી રાખીશ નહિ કે દયા બતાવીશ નહિ.
Života mi moga! - riječ je Jahve Gospoda - svakojakim grozotama i gadostima ti uistinu oskvrnu moje Svetište. I ja ću sada brijati i oko se moje neće sažaliti i neću se smilovati:
12 ૧૨ તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે. તારી આસપાસ ત્રીજો તલવારથી માર્યો જશે. ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ, તલવારથી તેમનો પીછો કરીશ.
trećina će tvojih žitelja posred tebe od kuge skončati i od gladi umrijeti; trećina će oko tebe od mača pasti; trećinu ću predati vjetrovima - i mač ću svoj trgnuti na njih!
13 ૧૩ એ રીતે મારો ક્રોધ પૂરો થશે. હું તેઓના પર મારો રોષ સમાપ્ત કરીશ, ત્યારે જ મને શાંતિ થશે. મારો ક્રોધ હું તેઓના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે, હું યહોવાહ આવેશમાં બોલ્યો છું.
Tako ću iskaliti gnjev svoj i smirit će se jarost moja kad im se osvetim. I kad iskalim jarost svoju nad njima, spoznat će da sam to ja, Jahve, u ljubomori svojoj bio rekao.
14 ૧૪ તારી આસપાસની પ્રજાઓ પાસે થઈને જનારાની નજરમાં હું તને વેરાન તથા નિંદારૂપ કરી દઈશ.
Opustošit ću te, izvrgnut ću te ruglu naroda koji te okružuju, na oči svim prolaznicima.
15 ૧૫ હું જ્યારે તારી વિરુદ્ધ ક્રોધમાં તથા આવેશમાં, સખત ધમકીથી તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે યરુશાલેમ તેની આસપાસની પ્રજાઓને નિંદારૂપ, હાંસીપાત્ર, ચેતવણી રૂપ તથા ભયરૂપ થઈ પડશે.” હું યહોવાહ આ બોલ્યો છું.
Da, bit ćeš na ruglo i sramotu, opomena i užas okolnim narodima kad izvršim protiv tebe sve svoje sudove kažnjavajući gnjevno, jarosno. Ja, Jahve, rekoh!
16 ૧૬ દુકાળરૂપી તેજ-બાણો ચલાવીને હું તમારો નાશ કરીશ. હું તમારા પર દુકાળની વૃદ્ધિ કરીશ. અને તમારા આજીવિકાવૃક્ષને ભાંગી નાખીશ.
I kad na vas pustim ljute strijele gladi što zatiru, koje ću pustiti na vas da vas uništim i glađu zatrem - uništit ću vam i posljednju pričuvu kruha.
17 ૧૭ હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ: સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું.”
A povrh gladi pustit ću na vas i divlje zvijeri koje će ti djecu rastrgati; kuga će te i krv preplaviti: pod mač ću te svoj okrenuti. Ja, Jahve, rekoh!”