< હઝકિયેલ 47 >
1 ૧ પછી તે માણસ મને સભાસ્થાનના પ્રવેશદ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો જુઓ, સભાસ્થાનના ઉંબરા નીચેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કેમ કે તે સભાસ્થાનનો આગળનો ભાગ પૂર્વ તરફ હતો. પાણી નીચેથી સભાસ્થાનની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતું હતું.
Тогава ме върна при вратата на дома; и, ето, вода извираше изпод прага на дома към изток; защото лицето на дома бе към изток; и водата слизаше изпод дясната страна на дома, при южната страна на олтара.
2 ૨ પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં.
После ме изведе по пътя на северната порта, и ме преведе наоколо по външния път към външната порта, по пътя на портата, която гледа към изток; и, ето, вода течеше от дясната страна.
3 ૩ તે માણસ માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ગયો, એક હજાર હાથનું અંતર માપ્યું અને તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટણ સુધી હતાં.
И човекът, който държеше мярката в ръката си, като излезе към изток премери хиляда лакти, и ме преведе през водата; водата бе до глезени.
4 ૪ પછી તેણે બીજા એક હજાર હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, પાણી ઘૂંટી સુધી હતાં. ફરીથી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસુધી હતું.
Пак премери хиляда, и ме преведе през водата; водата бе до колене. Пак премери хиляда, и ме преведе; водата бе до кръста.
5 ૫ પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
После премери хиляда, и беше станала река, през която не можах да премина; защото водата беше се издигнала и бе станала вода за плуване, река непроходима.
6 ૬ તે માણસે મને કહ્યું “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?” તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો.
И рече ми: Видя ли, сине човешки? Тогава като ме заведе върна ме към брега на реката.
7 ૭ હું પાછો આવ્યો ત્યારે જુઓ તો, નદીને બન્ને કિનારે પુષ્કળ વૃક્ષો હતાં.
А когато се върнах, ето, при брега на реката твърде много дървета и от двете й страни.
8 ૮ તે માણસે મને કહ્યું, “આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે અરાબા સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
Тогава ми рече: Тая вода изтича откъм източната страна, слиза към полето, и се влива в морето; и когато се излее в морето, водата му ще се изцери.
9 ૯ જ્યાં તે પાણી વહેશે ત્યાં બધી જાતનાં પશુઓનાં ટોળાં થશે. તેઓ જીવતાં રહેશે. આ પાણીને કારણે તેમાં માછલાંઓ થશે, ખારા સમુદ્રનું પાણી મીઠું થઈ જશે. જ્યાં જ્યાં આ નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુમાં ચૈતન્ય આવશે.
И всяко одушевено, с което морето изобилва, ще живее на всичките места дето би отишла тая пълна река; и там ще има твърде голямо множество риба по причина, че тая вода е дошла там и че водите на морето са се изцерили; понеже дето отиде реката, всичко ще живее.
10 ૧૦ અને એવું થશે કે પાણી પાસે માછીમારો ઊભા રહેશે, એન-ગેદીથી એન-એગ્લાઈમ સુધી જાળો પાથરવાની જગા થશે. ત્યાં મહાસમુદ્રની માછલીઓની જેમ તેમાં વિવિધ પ્રકારની માછલીઓ થશે.
И рибари ще стоят край нея от Енгади до Енеглаим, там ще простират мрежите си; рибите им ще бъдат твърде много по видовете си, като рибите на голямото море.
11 ૧૧ પણ ખારા સમુદ્રની ભેજવાળી જમીન તથા કાદવકીચડનાં પાણી મીઠાં નહિ થાય, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે.
Но тинестите и блатистите му места няма да се изцерят; ще бъдат предадени на сол.
12 ૧૨ નદીના બન્ને કિનારાઓ પર ખાવાલાયક ફળ આપનાર વૃક્ષ થશે. તેઓનાં પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી બંધ થશે નહિ. દર મહિને તેમને નવાં ફળ આવશે, કેમ કે, તેમને પાણી પવિત્રસ્થાનમાંથી મળે છે, તેમના ફળ ખાવા માટે અને પાંદડાં સાજાપણા માટે છે.
А край реката, по бреговете й от двете й страни, ще растат всякакви видове дървета за храна, чиито листа няма да вехнат, нито плодът им да оскъдее; всеки месец ще раждат нов плод, по причини че водата, която ги пои, изтича из светилището; и плодът им ще бъде за храна, а листът им за изцеление.
13 ૧૩ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.
Така казва Господ Иеова: Ето пределите, по които ще наследите земята, като я разделите според дванадесетте Израилеви племена: Иосиф ще има два дяла.
14 ૧૪ અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
Всеки както брат му ще наследите тая земя, за която се заклех, че ще я дам на бащите ви; да! тая земя ще ви се даде в наследство.
15 ૧૫ ભૂમિની સરહદ ઉત્તર બાજુએ મહા સમુદ્રથી હેથ્લોન તથા લબો હમાથથી સદાદ સુધી છે.
И ето границата на земята: На северната страна ще бъде от голямото море, по пътя за Етлон, до прохода на Седад;
16 ૧૬ હમાથ બેરોથાહ, દમસ્કસની સરહદ તથા હમાથની સરહદ વચ્ચેનું સિબ્રાઇમ હૌરાનની સરહદે આવેલા હાસેર-હત્તીકોન સુધી છે.
после, Емат, Вирота, Сибраим, (който е между предела на Дамаск и предела на Емат), и Асаратихон, (който е при пределите на Ауран);
17 ૧૭ સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે.
а границата от морето ще бъде Асеренан (при предела на Дамаск), а към север северната граница е Емат. Това е северната страна.
18 ૧૮ પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.
А източната, между Ауран, Дамаск и Галаад оттатък и Израилевата земя отсам, ще бъде Иордан, като я премерите от северната граница до източното море. Това е източната страна.
19 ૧૯ દક્ષિણ બાજુ, દક્ષિણ તામારથી મરીબા કાદેશના પાણી સુધી, મિસરનાં ઝરણાંથી મહા સમુદ્ર સુધી હોય, આ દક્ષિણ તરફની સરહદ છે.
А към юг южната страна ще бъде от Тамар до водата на Мерива Кадис, и през Египетския поток до голямото море. Това, към юг, е южната страна.
20 ૨૦ પશ્ચિમ સરહદ હમાથના ઘાટની સામે સુધી મહા સમુદ્ર આવે ત્યાં સુધી. આ પશ્ચિમ બાજુ છે.
А западната страна ще бъде голямото море от южната граница до прохода на Емат. Това е западната страна.
21 ૨૧ આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે.
Така да разделите тая земя помежду си според Израилевите племена.
22 ૨૨ તમારા પોતાના માટે તથા તમારી મધ્યે વસતા પરદેશીઓ, જેઓને તમારા દેશમાં સંતાન થશે અને જેઓ તારી સાથે છે, એટલે ઇઝરાયલ દેશના મૂળ વતનીઓ જેવા, તેઓને માટે આ દેશ વારસા તરીકે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે ઇઝરાયલનાં કુળો મધ્યે વારસા માટે ચિઠ્ઠીઓ નાખવી.
Да я разделите в наследство за вас и за чужденците, които пришелствуват между вас, които родят чада всред вас; тия нека ви бъдат като туземци между израилтяните; нека имат наследство с вас между Израилевите племена.
23 ૨૩ ત્યારે એવું થશે કે જે કુળમાં પરદેશી રહેતો હોય. તમારે તેને વારસો આપવો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”
В което племе пришелствува чужденецът, там му дайте наследство, казва Господ Иеова.