< હઝકિયેલ 46 >
1 ૧ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તે ખોલવામાં આવશે.
१प्रभू परमेश्वर असे म्हणतो, आतल्या अंगणाचे पूर्वेकडचे दार कामाच्या सहा दिवसात बंद असेल. पण शब्बाथ व चंद्रदर्शन या दिवशी ते उघडले जाईल.
2 ૨ સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
२अधिपती, त्या द्वाराच्या द्वारमंडपाच्या वाटेने बाहेरून आत येईल आणि तो द्वाराच्या खांबाजवळ उभा राहील तेव्हा याजक त्याचे होमार्मण व शांत्यर्पण करील. मग त्याने दाराच्या उंबरठ्यावरून परमेश्वरास दंडवत घालून बाहेर जावे. पण द्वार संध्याकाळपर्यंत बंद केले जाणार नाही.
3 ૩ વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.
३देशातील लोकांनी शब्बाथ व नवचंद्रदिनी या दोन दिवशी दारातूनच परमेश्वराची उपासना करावी.
4 ૪ વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.
४शब्बाथ दिवशी अधिपतीने परमेश्वरास जे अर्पण करायचे ते सहा निर्दोष कोकरे व निर्दोष मेंढा यांचे होमार्पण असे करावे.
5 ૫ દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે.
५त्याने मेंढ्यासाठी एक एफा अन्नार्पण करावे व कोकरांसाठी जसे त्यांची देण्याची इच्छा आहे तसे त्यांनी अन्नार्पण द्यावे. आणि प्रत्येक एफाबरोबर एक हीनभर तेल अर्पावे.
6 ૬ ચંદ્રદર્શનના દિવસે તે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરનાં છ હલવાનો તથા એક ઘેટો ચઢાવે.
६नवचंद्रदिनी त्याने एक निर्दोष गोऱ्हा, सहा निर्दोष कोकरे व एक निर्दोष मेंढा अर्पण करावा.
7 ૭ એક એફાહ બળદ માટે તથા એક એફાહ મેંઢા માટે અને પોતાની શક્તિ પ્રમાણે હલવાનો માટે દરેક એફાહ દીઠ એક હીન તેલ અર્પણ તરીકે ચઢાવે.
७त्याने बैलासाठी व मेंढ्यासाठी प्रत्येकी एक एफा अन्नार्पण सिद्ध करावे. एका कोकरांसाठी त्याच्या इच्छेप्रमाणे त्याने द्यावे. आणि प्रत्येक एफाबरोबर एक हीनभर तेल अर्पावे.
8 ૮ સરદાર પ્રવેશ કરે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઈને જવું અને તે જ રસ્તે બહાર નીકળવું.
८जेव्हा अधिपती दरवाजा व देवडीच्या मार्गाने आत प्रवेश करील तेव्हा त्याने त्याच मार्गाने बाहेर जावे.
9 ૯ પણ પર્વોના દિવસે જ્યારે લોકો યહોવાહની આગળ આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી ભજન કરવા પ્રવેશ કરે તે દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણના દરવાજેથી પ્રવેશ કરે તેઓ ઉત્તરના દરવાજેથી બહાર જાય, તે જે રસ્તેથી આવ્યો હોય તે રસ્તે પાછો ન જાય, પણ તે સીધો ચાલ્યો જઈને બહાર નીકળે.
९पण देशातले लोक नेमलेल्या सणांच्या दिवसात परमेश्वरासमोर येतील. त्यावेळी उत्तरेकडच्या दारातून आत आलेल्याने दक्षिणेकडील दारातून बाहेर जावे व दक्षिणेकडच्या दारातून आत आलेल्याने उत्तरेच्या दारातून बाहेर जावे. कोणीही आलेल्या दारानेच बाहेर जाऊ नये. तर सरळ पुढे बाहेर जावे.
10 ૧૦ અને જયારે તેઓ અંદર જાય ત્યારે સરદાર તેઓની સાથે અંદર જાય, તેઓ બહાર નીકળે ત્યારે તે તેઓની સાથે બહાર નીકળે.
१०आणि ते प्रवेश करीत असता अधिपती त्यांच्यामध्ये आत जाईल ते बाहेर जात असता त्याने त्यांच्याबरोबर बाहेर जावे.
11 ૧૧ અને ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં ખાદ્યાર્પણ તરીકે બળદ માટે એક એફાહ અને દરેક ઘેટા માટે એક એફાહ તથા હલવાન માટે તેની શક્તિ પ્રમાણે ચઢાવવું. દર એફાહ દીઠ એક હીન તેલ હોય.
११सणांच्या आणि उत्सवाच्या दिवशी, एका गोऱ्ह्यामागे एक एफा अन्नार्पण व एक एडक्यामागे अन्नार्पण करावे. एक कोकरामागे जी काही त्याची देण्याची इच्छा असेल तसे करावे. आणि एफासाठी एक हीनभर तेल द्यावे.
12 ૧૨ સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.
१२जेव्हा अधिपती परमेश्वरासाठी स्वसंतोषाचे अर्पण म्हणून होमबली व शांत्यर्पणे करील तेव्हा पूर्वेचे दार त्याच्यासाठी उघडावे. मग शब्बाथाच्या दिवसाप्रमाणे त्याने होमार्पणे व शात्यर्पणे करावी. मग त्याने बाहेर जावे आणि तो बाहेर गेल्यावर दार बंद करावे.
13 ૧૩ દરરોજ યહોવાહને દહનીયાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો હલવાન ચઢાવવો, રોજ સવારે આ અર્પણ કરવું.
१३“परमेश्वरास रोज होमार्पण करण्यासाठी तू एक वर्षांचे निर्दोष असे कोकरु द्यावे. तू दररोज सकाळी हे करावे.
14 ૧૪ અને રોજ સવારે ખાદ્યાર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ અને મેદાને મોવણ માટે એક હીન તેલનો ત્રીજો ભાગ, કાયમનાં વિધિ પ્રમાણે યહોવાહને સારુ ખાદ્યાર્પણ છે.
१४आणि दररोज सकाळी त्याबरोबर तुम्ही अन्नार्पण द्यावे. गव्हाचे पीठ एफाचा सहावा भाग व ते नरम करण्यासाठी हीनाचा तिसरा भाग तेल, असे अन्नार्पण परमेश्वरास करावे. हा सर्वकाळचा विधी सतत चालावयाचा आहे.
15 ૧૫ રોજ સવારે દહનીયાર્પણ તરીકે હલવાન, ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવે.’”
१५याप्रमाणे ते रोज सकाळी निरंतरच्या होमार्पणासाठी कोकरू, अन्नार्पण व तेल रोज सकाळी सिद्ध करतील.”
16 ૧૬ પ્રભુ યહોવાહ એમ કહે છે, ‘જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
१६प्रभू परमेश्वर असे म्हणतो, “जर अधिपतीने आपल्या मुलापैकी एकाला काही इनाम दिले तर ते त्याच्या वतनातले असल्यामुळे त्याच्या मुलाचे होईल. ते त्याचे वतन आहे.
17 ૧૭ પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
१७पण त्याने जर आपल्या वतनाचा काही भाग, आपल्या एखाद्या सेवकाला दिला, तर स्वातंत्र्याच्या वर्षापर्यंत तो त्या सेवकाचा होईल. मग तो अधिपतीकडे परत जाईल. त्याचे वतन त्याच्या मुलासच मिळेल.
18 ૧૮ સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ.
१८आणि अधिपतीने लोकांचे कोणतेही वतन घेऊन त्यास घालवून देऊ नये. त्याने आपल्या मालकीच्या जमिनीचा काही भाग आपल्या मुलांना द्यावा. म्हणजे माझ्या लोकांपैकी प्रत्येक मनुष्य आपआपल्या वतनातून विखरला जाऊ नये.”
19 ૧૯ પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
१९मग त्या मनुष्याने मला दाराच्या जवळून पलीकडे नेले. उत्तरेकडे तोंड असलेल्या याजकाच्या पवित्र खोल्याकडे त्याने मला नेले. आणि पाहा! तेथे अगदी पश्चिमेकडे एक जागा दिसली.
20 ૨૦ “તેણે મને કહ્યું, આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય.”
२०तो मला म्हणाला, “येथे याजक दोषार्पणे व पापार्पणे शिजवतील, ज्यात ते अन्नार्पण भाजतील ते हेच आहे यासाठी की, लोकांस पवित्र करायला त्यांनी ती अर्पणे घेऊन बाहेरच्या अंगणात जाऊ नये.”
21 ૨૧ પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
२१मग मला त्याने बाहेरच्या अंगणात आणले आणि त्याने मला अंगणाच्या चारी कोपऱ्यात नेले. आणि पाहा! अंगणाच्या प्रत्येक कोपऱ्यात एक अंगण होते.
22 ૨૨ બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા.
२२अंगणाच्या चारी कोपऱ्यात चाळीस हात लांब व तीस हात रुंदीची आवारे होती. चारी कोपरे सारख्याच मापाचे होते.
23 ૨૩ તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
२३त्यामध्ये चाऱ्हींच्या भोवताली दगडाची भिंत होती. त्या भिंतीत दगडाच्या रांगाखाली स्वयंपाकासाठी जागा केलेली होती.
24 ૨૪ તે માણસે મને કહ્યું, “આ તે જગ્યા છે, જ્યાં સભાસ્થાનના સેવકો લોકોનાં બલિદાનો બાફે.”
२४तो मनुष्य मला म्हणाला, “या पाकशाला आहेत, त्यामध्ये येथे मंदिराचे सेवक लोकांकडचा यज्ञ शिजवतील.”