< હઝકિયેલ 45 >
1 ૧ જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
És mikor a földet sorsvetéssel elosztjátok örökségül, adjatok áldozatot az Úrnak, szent részt a földből; hosszúsága legyen huszonötezer és szélessége tízezer sing, szent legyen az egész határában köröskörül.
2 ૨ આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
Ebből legyen a szenthelyé ötszáz sing, ötszáz singgel mérve egy négyszög minden oldalát, és mellette ötven sing tágasság legyen minden oldalon.
3 ૩ આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
És ebből a megmért helyből mérj ki huszonötezer sing hosszúságot és tízezer sing szélességet, és ebben lesz a szenthely, mint igen szent hely.
4 ૪ તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
Szent rész ez a földből; legyen a papoké, a szenthely szolgáié, a kik ide járulnak szolgálni az Urat; és legyen ez nékik házaik helye, és szent hely a szenthely számára.
5 ૫ પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
És huszonötezer sing hosszában és tízezer sing széltében legyen a Lévitáké, a ház szolgáié tulajdonukul, húszkamarául,
6 ૬ “પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
És a város tulajdonául adjatok ötezer sing szélességet és huszonötezer sing hosszúságot a szent áldozat mentén; az egész Izráel házáért legyen ez.
7 ૭ સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
És a fejedelem tulajdona lészen a szent áldozatnak és a város tulajdonának mind a két oldalán a szent áldozat előtt és a város tulajdona előtt a napnyugoti oldalon nyugotra és a napkeleti oldalon keletre, és hosszúsága olyan lesz, mint a részek közül egyé, a napnyugoti határtól a napkeleti határig.
8 ૮ સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
Földje legyen az néki, tulajdona Izráelben; és többé ne sanyargassák fejedelmeim az én népemet, hanem adják át a többi földet Izráel házának az ő nemzetségei szerint.
9 ૯ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
Ezt mondja az Úr Isten: Legyen elég már néktek, Izráel fejedelmei! A törvénytelenséget és erőszaktételt távoztassátok el, és cselekedjetek törvény szerint és igazságot. Vegyétek le népemről sarczolástokat, ezt mondja az Úr Isten.
10 ૧૦ ‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.
Igaz mérőserpenyőitek legyenek és igaz éfátok és igaz báthotok:
11 ૧૧ એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
Az éfa és a báth egy mértékűek legyenek, úgy hogy a hómernek tizedét fogadja be a báth, és a hómernek tizede legyen az éfa, a hómerhez kell mértéköket igazítani.
12 ૧૨ એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
És a sekelnek húsz gérája legyen; húsz sekel, huszonöt sekel, tizenöt sekel legyen a mina nálatok.
13 ૧૩ તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.
Ez az áldozat, melyet fel kell vinnetek: egy hómer búzából egy hatodrész éfa, és egy hómer árpából is az éfa hatodrészét adjátok.
14 ૧૪ તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે.
És az olajból rendelt rész egy báth olajból: a báth tizede a kórból, tíz báthból, egy hómerből, mert tíz báth egy hómer.
15 ૧૫ ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
És egy darab a nyájból, kétszáz darab után Izráel bővizű földjéről ételáldozatra és égőáldozatra és hálaadó áldozatokra, az ő megszentelésökre, ezt mondja az Úr Isten.
16 ૧૬ દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો.
A földnek egész népe köteles legyen erre az áldozatra a fejedelem részére Izráelben.
17 ૧૭ પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં શુદ્ધિકરણ માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.’”
A fejedelem tiszte pedig lészen, hogy vigyen egészen égőáldozatokat és ételáldozatot és italáldozatot az ünnepeken és az újholdak napján és a szombatokon, Izráel házának minden ünnepein: ő teljesítse a bűnért való áldozatot és az ételáldozatot és az egészen égőáldozatot és a hálaadó áldozatokat, hogy megszentelje Izráel házát.
18 ૧૮ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
Ezt mondja az Úr Isten: Az első hónapban, a hónap elsején végy egy fiatal, hibátlan bikát és tisztítsd meg a szenthelyet.
19 ૧૯ યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે.
És vegyen a pap a bűnért való áldozat véréből, és hintse a ház ajtófélfáira és az oltár bekerítésének négy szegletére és a belső pitvar kapufélfáira.
20 ૨૦ દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે શુદ્ધ કરવું.
És így cselekedjél a hónap hetedik napján a tudatlanságból vétkezőért és a vigyázatlanságért, és így tisztítsátok meg a házat.
21 ૨૧ પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી.
Az első hónapban, a hónap tizennegyedik napján legyen a ti páskátok; a hét napos ünnepen kovásztalan kenyeret egyetek.
22 ૨૨ તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો.
És a fejedelem azon a napon áldozzék ő magáért és a föld egész népéért egy bikával, bűnért való áldozatul.
23 ૨૩ એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.
És az ünnep hét napján tegyen egészen égőáldozatot az Úrnak hét bikával és hét kossal, épekkel, naponként hét napon át, és bűnért való áldozatot egy kecskebakkal naponként;
24 ૨૪ સરદાર દરેક બળદ એક એફાહ તથા ઘેટા માટે એક એફાહ, દરેક એફાહ એક હિન તેલ ખાદ્યાર્પણ તરીકે રજૂ કરે.
És ételáldozatul tegyen egy éfát a bika mellé és egy éfát a kos mellé, és az olajból egy hínt az éfához.
25 ૨૫ સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.’”
A hetedik hónapban, a hónap tizenötödik napján, az ünnepen hasonlóképen cselekedjék hét napon át: a bűnért való áldozattal, az egészen égőáldozattal, az ételáldozattal és az olajjal.