< હઝકિયેલ 43 >
1 ૧ પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો,
ଏଥିଉତ୍ତାରେ ସେ ମୋତେ ଦ୍ୱାରକୁ, ଅର୍ଥାତ୍, ପୂର୍ବାଭିମୁଖ ଦ୍ୱାର ନିକଟକୁ ଆଣିଲେ;
2 ૨ જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી.
ଆଉ ଦେଖ, ପୂର୍ବଦିଗସ୍ଥ ପଥରୁ ଇସ୍ରାଏଲର ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରତାପ ଆସୁଅଛି; ତାହାଙ୍କର ଶବ୍ଦ ଜଳରାଶିର ଶବ୍ଦ ତୁଲ୍ୟ ଓ ତାହାଙ୍କର ପ୍ରତାପରେ ଭୂମି ଦୀପ୍ତିମୟ ହେଲା।
3 ૩ જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો!
ପୁଣି, ମୁଁ ଯେଉଁ ଦର୍ଶନ ଦେଖିଥିଲି, ଅର୍ଥାତ୍, ନଗର ବିନାଶାର୍ଥେ ଆସିବା ସମୟରେ ଯେଉଁ ଦର୍ଶନ ଦେଖିଥିଲି, ଏ ତଦ୍ରୂପ ଦର୍ଶନ ଓ ମୁଁ କବାର ନଦୀ ତୀରରେ ଯେଉଁ ଦର୍ଶନ ଦେଖିଥିଲି, ଏହିସବୁ ଦର୍ଶନ ତାହାର ତୁଲ୍ୟ; ତହୁଁ ମୁଁ ଉବୁଡ଼ ହୋଇ ପଡ଼ିଲି।
4 ૪ તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો.
ପୁଣି, ପୂର୍ବାଭିମୁଖ ଦ୍ୱାରର ପଥ ଦେଇ ସଦାପ୍ରଭୁଙ୍କର ପ୍ରତାପ ଗୃହ ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କଲା।
5 ૫ પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું.
ଏଥିଉତ୍ତାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ମୋତେ ଉଠାଇ ଭିତର ପ୍ରାଙ୍ଗଣକୁ ଆଣିଲେ; ଆଉ ଦେଖ, ସଦାପ୍ରଭୁଙ୍କ ପ୍ରତାପ ଗୃହକୁ ପରିପୂର୍ଣ୍ଣ କଲା।
6 ૬ મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો.
ପୁଣି, ଗୃହ ମଧ୍ୟରୁ ଏକ ଜଣ ମୋତେ କହିବାର ଶୁଣିଲି ଓ ଏକ ବ୍ୟକ୍ତି ମୋʼ ପାଖରେ ଠିଆ ହେଲେ।
7 ૭ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.
ଆଉ, ସେ ମୋତେ କହିଲେ, “ହେ ମନୁଷ୍ୟ-ସନ୍ତାନ, ଏହା ଆମ୍ଭ ସିଂହାସନର ସ୍ଥାନ ଓ ଆମ୍ଭ ପାଦପୀଠର ସ୍ଥାନ, ଏହି ସ୍ଥାନରେ ଆମ୍ଭେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ମଧ୍ୟରେ ସଦାକାଳ ବାସ କରିବା; ଆଉ, ଇସ୍ରାଏଲ ବଂଶ, ଅର୍ଥାତ୍, ସେମାନେ ଓ ସେମାନଙ୍କ ରାଜାଗଣ ଆପଣାମାନଙ୍କର ବ୍ୟଭିଚାର ଓ ଉଚ୍ଚସ୍ଥଳୀରେ ଆପଣାମାନଙ୍କ ରାଜାଗଣର ଶବ ଦ୍ୱାରା ଆମ୍ଭର ପବିତ୍ର ନାମ ଆଉ ଅଶୁଚି କରିବେ ନାହିଁ।
8 ૮ તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.
ସେମାନେ ଆମ୍ଭର ଦ୍ୱାର-ପ୍ରବେଶ ସ୍ଥାନ ନିକଟରେ ଆପଣାମାନଙ୍କର ଦ୍ୱାର-ପ୍ରବେଶ ସ୍ଥାନ ଓ ଆମ୍ଭ ଦ୍ୱାରବନ୍ଧ ନିକଟରେ ଆପଣାମାନଙ୍କର ଦ୍ୱାରବନ୍ଧ ରଖିବାରୁ ଆମ୍ଭର ଓ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ କେବଳ ଏକ କାନ୍ଥ ଥିଲା, ପୁଣି, ଆପଣାମାନଙ୍କର କୃତ ଘୃଣାଯୋଗ୍ୟ କ୍ରିୟା ଦ୍ୱାରା ଆମ୍ଭର ପବିତ୍ର ନାମ ସେମାନେ ଅପବିତ୍ର କରିଅଛନ୍ତି; ଏନିମନ୍ତେ ଆମ୍ଭେ ଆପଣାର କ୍ରୋଧରେ ସେମାନଙ୍କୁ ଗ୍ରାସ କରିଅଛୁ।
9 ૯ હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ.
ଏବେ ସେମାନେ ଆପଣାମାନଙ୍କର ବ୍ୟଭିଚାର କ୍ରିୟା ଓ ଆପଣାମାନଙ୍କର ରାଜାଗଣର ଶବ ଆମ୍ଭ ନିକଟରୁ ଦୂର କରନ୍ତୁ, ତହିଁରେ ଆମ୍ଭେ ସଦାକାଳ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରିବା।
10 ૧૦ હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.
ହେ ମନୁଷ୍ୟ-ସନ୍ତାନ, ଇସ୍ରାଏଲ ବଂଶ ଯେପରି ଆପଣା ଆପଣା ଅଧର୍ମ ହେତୁ ଲଜ୍ଜିତ ହେବେ, ଏଥିପାଇଁ ତୁମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଏହି ଗୃହ ଦେଖାଅ; ଆଉ, ସେମାନେ ସେହି ଗୃହର ଆଦର୍ଶ ପରିମାଣ କରନ୍ତୁ।
11 ૧૧ જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે.
ପୁଣି, ସେମାନେ ଯଦି ଆପଣାମାନଙ୍କ କୃତ ସମସ୍ତ କର୍ମ ହେତୁ ଲଜ୍ଜିତ ହୁଅନ୍ତି, ତେବେ ସେମାନେ ଯେପରି ଗୃହର ସକଳ ଆକୃତି ଓ ତହିଁର ସମସ୍ତ ବିଧି ରକ୍ଷା କରି ତଦନୁସାରେ କର୍ମ କରିବେ, ଏଥିପାଇଁ ସେମାନଙ୍କୁ ଗୃହର ଆକାର, ତହିଁର ଗଠନ, ନିର୍ଗମନ-ସ୍ଥାନ ଓ ପ୍ରବେଶ ସ୍ଥାନ, ସକଳ ଆକୃତି ଓ ତହିଁର ସମସ୍ତ ବିଧି, ସମସ୍ତ ଆକୃତି ଓ ତହିଁର ସକଳ ବ୍ୟବସ୍ଥା ସେମାନଙ୍କୁ ଜ୍ଞାତ କରାଅ, ଆଉ ସେମାନଙ୍କ ସାକ୍ଷାତରେ ତାହା ଲେଖ।
12 ૧૨ આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે.
ଗୃହର ବ୍ୟବସ୍ଥା ଏହି, ପର୍ବତ ଶୃଙ୍ଗର ଉପରିସ୍ଥ ଚତୁର୍ଦ୍ଦିଗର ସମୁଦାୟ ସୀମା ମହାପବିତ୍ର ହେବ। ଦେଖ, ଏହା ହିଁ ଗୃହର ବ୍ୟବସ୍ଥା।
13 ૧૩ વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: એક હાથ અને ચાર આંગળાનો સમજવો; વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
ପୁଣି, ହାତ ଅନୁସାରେ ଯଜ୍ଞବେଦିର ପରିମାଣ ଏହି; (ପ୍ରତି ହାତ ଏକ ହାତ ଚାରି ଅଙ୍ଗୁଳି ପରିମିତ) ବେଦିର ମୂଳ ଏକ ହାତ ଓ ପ୍ରସ୍ଥ ଏକ ହାତ, ଆଉ ଚତୁର୍ଦ୍ଦିଗରେ ତହିଁର ପ୍ରାନ୍ତ ଧାର ଏକ ଚାଖଣ୍ଡ ପରିମିତ ହେବ; ଏହା ଯଜ୍ଞବେଦିର ତଳଭାଗ।
14 ૧૪ જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો.
ପୁଣି, ଭୂମିସ୍ଥ ମୂଳଠାରୁ ତଳ ଥାକ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୁଇ ହାତ ଓ ପ୍ରସ୍ଥ ଏକ ହାତ ହେବ। ଆଉ, ସେହି କ୍ଷୁଦ୍ରତର ଥାକଠାରୁ ବଡ଼ ଥାକ ପର୍ଯ୍ୟନ୍ତ ଚାରି ହାତ ଓ ପ୍ରସ୍ଥ ଏକ ହାତ ହେବ।
15 ૧૫ વેદીનું મથાળું કે જેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડાં હતા.
ପୁଣି, ଉପରିସ୍ଥ ଯଜ୍ଞବେଦି ଚାରି ହାତ ହେବ ଓ ଯଜ୍ଞବେଦିର ଅଗ୍ନିସ୍ଥାନଠାରୁ ଉପର ଆଡ଼କୁ ଚାରି ଶୃଙ୍ଗ ହେବ।
16 ૧૬ વેદીનું મથાળું બાર હાથ લાંબુ તથા પહોળાઇ બાર હાથ સમચોરસ હતી.
ଯଜ୍ଞବେଦିର ଅଗ୍ନିସ୍ଥାନ ବାର ହାତ ଦୀର୍ଘ ଓ ବାର ହାତ ପ୍ରସ୍ଥ; ତହିଁର ଚାରି ଦିଗ ସମାନ ହେବ।
17 ૧૭ તેની કિનારી ચારે બાજુ ચૌદ હાથ લાંબી તથા ચૌદ હાથ પહોળી હતી, તેની કિનારી અડધો હાથ પહોળી. તેની નીક ચારેબાજુ એક હાથ પહોળી હતી, તેનાં પગથિયાં પૂર્વ બાજુએ હતાં.”
ପୁଣି, ଥାକର ଚାରି ପାଖେ ଚଉଦ ହାତ ଦୀର୍ଘ, ପ୍ରସ୍ଥ ଚଉଦ ହାତ ହେବ, ଆଉ ତହିଁର ଧାର ଚାରି ଦିଗରେ ଅଧ ହାତ ଓ ତହିଁର ମୂଳ ଚାରିଆଡ଼େ ଏକ ହାତ ପରିମିତ ହେବ; ପୁଣି, ତହିଁର ପାବଚ୍ଛସବୁ ପୂର୍ବାଭିମୁଖ ହେବ।”
18 ૧૮ પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાર્પણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે”
ଆଉ, ସେ ମୋତେ କହିଲେ, “ହେ ମନୁଷ୍ୟ-ସନ୍ତାନ, ପ୍ରଭୁ, ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହନ୍ତି; ପୁଣି, ଯେଉଁ ସମୟରେ ତହିଁ ଉପରେ ସେମାନେ ହୋମ ବଳିଦାନ ଓ ରକ୍ତ ସିଞ୍ଚନ କରିବା ନିମନ୍ତେ ଯଜ୍ଞବେଦି ନିର୍ମାଣ କରିବେ, ସେହି ସମୟରେ ତହିଁ ସମ୍ବନ୍ଧୀୟ ବିଧି ଏହି।
19 ૧૯ પ્રભુ યહોવાહ કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાર્પણને સારુ આપવો. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછરડો આપવો.
ପ୍ରଭୁ, ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ସାଦୋକ ବଂଶଜାତ ଯେଉଁ ଲେବୀୟ ଯାଜକଗଣ ଆମ୍ଭର ପରିଚର୍ଯ୍ୟା କରିବା ପାଇଁ ଆମ୍ଭର ନିକଟବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି, ସେମାନଙ୍କୁ ତୁମ୍ଭେ ପାପାର୍ଥକ ବଳି ନିମନ୍ତେ ଗୋଟିଏ ଯୁବା ବୃଷ ଦେବ।
20 ૨૦ તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીનાં ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું.
ପୁଣି, ତୁମ୍ଭେ ତହିଁର ରକ୍ତ ନେଇ ଚାରି ଶୃଙ୍ଗ ଉପରେ ଓ ଥାକର ଚାରି କୋଣ ଉପରେ ଓ ଧାରର ଚାରିଆଡ଼େ ଦେବ, ଏହି ପ୍ରକାର ତୁମ୍ଭେ ବେଦିକୁ ଶୁଚି କରି ତହିଁ ନିମନ୍ତେ ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ କରିବ।
21 ૨૧ ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેને સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો.
ଆହୁରି, ତୁମ୍ଭେ ପାପାର୍ଥକ ବୃଷ ନେବ ଓ ସେ ପବିତ୍ର ସ୍ଥାନର ବାହାରେ ଗୃହର ନିରୂପିତ ସ୍ଥାନରେ ତାହା ଦଗ୍ଧ କରିବ।
22 ૨૨ બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો, જેમ બળદના રક્તથી વેદીને શુદ્ધ કરી હતી તેમ યાજકોએ વેદીને શુદ્ધ કરવી.
ପୁଣି, ତୁମ୍ଭେ ଦ୍ୱିତୀୟ ଦିନରେ ପାପାର୍ଥକ ବଳି ରୂପେ ଏକ ନିର୍ଦ୍ଦୋଷ ଛାଗ ଉତ୍ସର୍ଗ କରିବ; ଆଉ, ସେମାନେ ବୃଷ ନେଇ ଯେପରି କରିଥିଲେ, ସେହିପରି ଯଜ୍ଞବେଦିକୁ ଶୁଚି କରିବେ।
23 ૨૩ વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો વાછરડો તથા ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવો.
ତୁମ୍ଭେ ତାହା ଶୁଚି କରିବାର ସମାପ୍ତ କଲା ଉତ୍ତାରେ ଗୋଟିଏ ନିର୍ଦ୍ଦୋଷ ଯୁବା ବୃଷ ଓ ପଲରୁ ଏକ ନିର୍ଦ୍ଦୋଷ ମେଷ ଉତ୍ସର୍ଗ କରିବ।
24 ૨૪ તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું.
ପୁଣି, ତୁମ୍ଭେ ସେହି ସବୁକୁ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆଣିବ ଓ ଯାଜକମାନେ ସେହି ସବୁର ଉପରେ ଲବଣ ସିଞ୍ଚନ କରି ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ସେହି ସବୁକୁ ହୋମବଳି ରୂପେ ଉତ୍ସର୍ଗ କରିବେ।
25 ૨૫ સાત દિવસ સુધી રોજ તમારે ખોડખાંપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો, યાજકોએ ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો વાછરડો તથા ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવા.
ସାତ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରତିଦିନ ପାପାର୍ଥକ ବଳି ରୂପେ ତୁମ୍ଭେ ଏକ ଛାଗ ଉତ୍ସର୍ଗ କରିବ; ସେମାନେ ମଧ୍ୟ ନିର୍ଦ୍ଦୋଷ ଏକ ଯୁବା ବୃଷ ଓ ପଲରୁ ଏକ ନିର୍ଦ୍ଦୋଷ ମେଷ ଉତ୍ସର୍ଗ କରିବେ।
26 ૨૬ સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
ସାତ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନେ ଯଜ୍ଞବେଦି ନିମନ୍ତେ ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ କରି ତାହା ଶୁଚି କରିବେ, ଏହିରୂପେ ସେମାନେ ତାହା ପ୍ରତିଷ୍ଠା କରିବେ।
27 ૨૭ તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
ପୁଣି, ସେମାନେ ସେସକଳ ଦିନ ସମାପ୍ତ କଲା ଉତ୍ତାରେ ଅଷ୍ଟମ ଦିନଠାରୁ ଯାଜକମାନେ ଯଜ୍ଞବେଦି ଉପରେ ତୁମ୍ଭମାନଙ୍କର ହୋମାର୍ଥକ ଓ ମଙ୍ଗଳାର୍ଥକ ବଳି ଉତ୍ସର୍ଗ କରିବେ, ତହିଁରେ ଆମ୍ଭେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରିବା, ଏହା ପ୍ରଭୁ, ସଦାପ୍ରଭୁ କହନ୍ତି।”