< હઝકિયેલ 42 >
1 ૧ પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.
Och han hade mig ut bort uti yttra gården norrut, ibland de kamrar som lågo emot den byggningen, som vid templet stod, och emot templet norrut;
2 ૨ આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.
Hvilken plan hundrade alnar lång var, ifrå portenom norrut, och femtio alnar bred.
3 ૩ અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.
Tjugu alnar voro emot den inra gården, och emot golfvet i yttra gårdenom, och tretio alnar ifrå det ena hörnet intill det andra.
4 ૪ ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.
Och innantill för kamrarna var en plan, tio alnar bred; en väg af en aln, och deras dörrar norrut.
5 ૫ પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.
Och ofvan denna kamrarna voro andre trängre kamrar; ty rummet i de nedra och medelkamrarna var icke stort;
6 ૬ તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.
Ty det var tregge bottnar högt, och hade dock inga pelare, såsom gårdarna pelare hade; utan voro satte slätt hvar uppå den andra.
7 ૭ જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.
Och den yttre gården var omfattad med en mur, der kamrarna vid stodo; den var femtio alnar lång.
8 ૮ બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
Och kamrarna stodo hvar efter den andra, och femtio alnar långt vid yttra gården; men rummet för templet var hundrade alnar långt.
9 ૯ બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
Och nedanför kamrarna var en plan österut, der man utur yttra gårdenom gick.
10 ૧૦ બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.
Och vid muren östantill voro ock kamrar.
11 ૧૧ તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
Och der var också en plan före, lika som för de andra kamrarna nordantill; och all ting var lika, med längd, bredd, och allt det deruppå var, såsom tillförene på de andra.
12 ૧૨ ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
Och sunnantill voro ock lika sådana kamrar, med dörrar, och för planenom var den dörren söderut, der man framkommer ifrå den muren som östantill ligger.
13 ૧૩ તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.
Och han sade till mig: De kamrar norrut, och de kamrar söderut emot templet, de höra till helgedomen, der Presterna inne äta, då de offra Herranom det aldrahelgasta offret, och de skola der inlägga det aldrahelgasta offret, nämliga spisoffer, syndoffer och skuldoffer; ty det är ett heligt rum.
14 ૧૪ યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”
Och då Presterna gå derin, skola de icke gå åter utu helgedomenom igen uti yttra gården; utan skola tillförene aflägga sin kläder, der de uti tjent hafva, in uti samma kammaren; ty de äro helig; och de skola draga sin andra kläder uppå, och sedan utgå ibland folket.
15 ૧૫ જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
Och då han hade mält allt huset innantill, hade han mig ut till den porten österut, och han mälte ifrå honom allt deromkring.
16 ૧૬ તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Österut mälte han femhundrade stänger långt.
17 ૧૭ તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Och norrut mälte han ock femhundrade stänger långt;
18 ૧૮ તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Desslikes söderut, ock femhundrade stänger.
19 ૧૯ તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Och då han kom vesterut, mälte han ock femhundrade stänger långt.
20 ૨૦ તેણે ચારેબાજુ માપી. પવિત્ર તથા અપવિત્ર ભાગોને જુદા પાડવા માટે તેને ચારેબાજુ એક દીવાલ હતી, જેની લંબાઈ પાંચસો હાથ અને પહોળાઈ પાંચસો હાથ હતી.
Alltså höll muren, den han mält hade, i fyrkant, på hvar sidon femhundrade stänger, allt omkring, att det helga skulle åtskildt vara ifrå det ohelga.