< હઝકિયેલ 41 >
1 ૧ પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું.
Sau đó, người đưa tôi vào nơi tôn nghiêm của đền thờ. Người đo tường của mỗi bên đường đi, và chúng có chiều dày là 3,2 mét.
2 ૨ પ્રવેશદ્વારની પહોળાઈ દસ હાથ હતી. દીવાલની દરેક બાજુ પાંચ હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો ચાળીસ હાથ હતી અને પહોળાઈ વીસ હાથ હતી.
Lối vào rộng 5,3 mét và tường dài 2,7 mét. Người cũng đo nơi tôn nghiêm dài 21,2 mét và rộng 10,6 mét.
3 ૩ પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી.
Người vào bên trong đền thờ, đo tường ở lối vào, mỗi tường dày 1,6 mét. Cửa rộng 3,2 mét, tường mỗi bên dài 3,7 mét.
4 ૪ પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, “આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે.”
Phòng trong của nơi tôn nghiêm dài 10,6 mét và rộng 10,6 mét. Và người nói với tôi: “Đây là Nơi Chí Thánh.”
5 ૫ ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી.
Rồi người ấy đo tường của Đền Thờ, có bề dày là 3,2 mét. Bên ngoài dọc theo tường có một dãy phòng; mỗi phòng rộng 2,2 mét.
6 ૬ તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે.
Các phòng nhỏ gồm ba tầng, tầng này nằm trên tầng kia, mỗi tầng có ba mươi phòng. Công trình kiến trúc này có một hệ thống kèo cột riêng, chứ không dựa vào tường đền thờ.
7 ૭ ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.
Các phòng quanh Đền Thờ, tầng trên rộng hơn tầng dưới. Cấu trúc của các phòng này càng lên cao càng rộng. Có một cầu thang từ tầng thấp nhất lên tầng cao nhất đi qua tầng giữa.
8 ૮ મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું.
Tôi thấy Đền Thờ được xây trên một nền cao, tầng dưới của dãy phòng nhô ra phía nền. Nó cao 3,2 mét.
9 ૯ આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી.
Tường bên ngoài cả dãy phòng Đền Thờ dày 2,7 mét. Có một khoảng trống giữa các phòng này
10 ૧૦ આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી.
và các phòng dọc theo tường ngoài của sân trong. Khoảng rộng này là 10,6 mét, và nó chạy quanh Đền Thờ.
11 ૧૧ ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી.
Có hai cửa lớn dẫn ra nền, mỗi cửa rộng 2,7 mét. Một cửa mở ra hướng bắc, một cửa về hướng nam.
12 ૧૨ અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી.
Phía tây có một tòa nhà lớn đối diện với sân chính của Đền Thờ. Nó rộng 37,1 mét và dài 47,7 mét, và tường dày 2,7 mét.
13 ૧૩ તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું.
Kế đến, người đo Đền Thờ, dài 53 mét. Sân bao quanh tòa nhà, bao gồm tường và phần nhô ra là 53 mét.
14 ૧૪ વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી.
Chiều rộng của sân Đền Thờ về phía đông là 53 mét.
15 ૧૫ પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ,
Tòa nhà ở phía tây, bao gồm cả hai tường, rộng 53 mét. Bên trong đền thờ, nơi tôn nghiêm, và hành lang của Đền Thờ
16 ૧૬ અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.
đều lát gỗ và có cửa sổ tò vò. Các tường trong của Đền Thờ được lát gỗ trên và dưới các cửa sổ.
17 ૧૭ પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.
Khoảng trên cửa lớn đi vào phòng trong, tường trong và ngoài của nó cũng được lát gỗ.
18 ૧૮ પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં:
Các bức tường được trang trí bằng các hình thiên sứ chạm trổ, mỗi thiên sứ có hai mặt, và xen kẽ giữa các hình thiên sứ, có hình cây kè.
19 ૧૯ માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને જુવાન સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું.
Một mặt—là mặt người—hướng về một cây kè phía bên này. Còn một mặt khác—mặt sư tử tơ—nhìn về hướng về cây kè phía bên kia. Những hình ảnh này được khắc dọc bên trong Đền Thờ,
20 ૨૦ જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં.
từ nền lên đến đỉnh của tường, kể cả tường bên ngoài của nơi tôn nghiêm.
21 ૨૧ પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા.
Tại cửa của nơi tôn nghiêm có các trụ cửa vuông vức, và một trụ ngay trước Nơi Chí Thánh cũng giống như vậy.
22 ૨૨ પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”
Có một bàn thờ được làm bằng gỗ, cao 1,6 mét và rộng 1,1 mét. Góc cạnh, đáy, và bốn mặt đều bằng gỗ. Người bảo tôi: “Đây là cái bàn để trước mặt Chúa Hằng Hữu.”
23 ૨૩ પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.
Cả nơi tôn nghiêm và Nơi Chí Thánh đều có cửa đôi,
24 ૨૪ પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
mỗi cửa có hai cánh.
25 ૨૫ પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.
Cửa đi vào nơi tôn nghiêm được trang trí bằng hình các chê-ru-bim và hình cây kè, như trên các vách tường. Cũng có tấm trướng bằng gỗ phủ trên phòng lớn hành lang của Đền Thờ.
26 ૨૬ તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.
Các cửa sổ trên tường hai bên hành lang được trang trí bằng các hình cây kè. Các phòng bên cạnh dọc theo tường ngoài và tấm trướng gỗ che cũng được trang trí như vậy.