< હઝકિયેલ 41 >

1 પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું.
他帶我到殿那裏量牆柱:這面厚六肘,那面厚六肘,寬窄與會幕相同。
2 પ્રવેશદ્વારની પહોળાઈ દસ હાથ હતી. દીવાલની દરેક બાજુ પાંચ હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો ચાળીસ હાથ હતી અને પહોળાઈ વીસ હાથ હતી.
門口寬十肘。門兩旁,這邊五肘,那邊五肘。他量殿長四十肘,寬二十肘。
3 પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્રસ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક બે હાથ હતા; પ્રવેશદ્વાર છ હાથ પહોળો હતો. તેની બન્ને તરફની દીવાલ સાત હાથ પહોળી હતી.
他到內殿量牆柱,各厚二肘。門口寬六肘,門兩旁各寬七肘。
4 પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, “આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે.”
他量內殿,長二十肘,寬二十肘。他對我說:「這是至聖所。」
5 ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી.
他又量殿牆,厚六肘;圍着殿有旁屋,各寬四肘。
6 તે ઓરડીઓ હારબંધ એમ ત્રીસ હતી. તેમના ત્રણ માળ હતા. ચારેબાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દીવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દીવાલ પર તેમનો આધાર ન રહે.
旁屋有三層,層疊而上,每層排列三十間。旁屋的梁木擱在殿牆坎上,免得插入殿牆。
7 ઓરડીની ચારેબાજુની દીવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું.
這圍殿的旁屋越高越寬;因旁屋圍殿懸疊而上,所以越上越寬,從下一層,由中一層,到上一層。
8 મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું.
我又見圍着殿有高月臺。旁屋的根基,高足一竿,就是六大肘。
9 આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી.
旁屋的外牆厚五肘。旁屋之外還有餘地。
10 ૧૦ આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી.
在旁屋與對面的房屋中間有空地,寬二十肘。
11 ૧૧ ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી.
旁屋的門都向餘地:一門向北,一門向南。周圍的餘地寬五肘。
12 ૧૨ અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી.
在西面空地之後有房子,寬七十肘,長九十肘,牆四圍厚五肘。
13 ૧૩ તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું.
這樣,他量殿,長一百肘,又量空地和那房子並牆,共長一百肘。
14 ૧૪ વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી.
殿的前面和兩旁的空地,寬一百肘。
15 ૧૫ પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ,
他量空地後面的那房子,並兩旁的樓廊,共長一百肘。
16 ૧૬ અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.
內殿、院廊、門檻、嚴緊的窗櫺,並對着門檻的三層樓廊,從地到窗櫺(窗櫺都有蔽子),
17 ૧૭ પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.
直到門以上,就是到內殿和外殿內外四圍牆壁,都按尺寸用木板遮蔽。
18 ૧૮ પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં:
牆上雕刻基路伯和棕樹。每二基路伯中間有一棵棕樹,每基路伯有二臉。
19 ૧૯ માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને જુવાન સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું.
這邊有人臉向着棕樹,那邊有獅子臉向着棕樹,殿內周圍都是如此。
20 ૨૦ જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં.
從地至門以上,都有基路伯和棕樹。殿牆就是這樣。
21 ૨૧ પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા.
殿的門柱是方的。至聖所的前面,形狀和殿的形狀一樣。
22 ૨૨ પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”
壇是木頭做的,高三肘,長二肘。壇角和壇面,並四旁,都是木頭做的。他對我說:「這是耶和華面前的桌子。」
23 ૨૩ પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.
殿和至聖所的門各有兩扇。
24 ૨૪ પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
每扇分兩扇,這兩扇是摺疊的。這邊門分兩扇,那邊門也分兩扇。
25 ૨૫ પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.
殿的門扇上雕刻基路伯和棕樹,與刻在牆上的一般。在外頭廊前有木檻。
26 ૨૬ તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.
廊這邊那邊都有嚴緊的窗櫺和棕樹;殿的旁屋和檻就是這樣。

< હઝકિયેલ 41 >