< હઝકિયેલ 40 >
1 ૧ અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
Huszonötödik évében számkivetésünknek, az év elején, a hónap tizedikén, a tizennegyedik évben, miután megveretett a város, ugyanezen napon rajtam volt az Örökkévaló keze, és elvitt engem oda.
2 ૨ સંદર્શનમાં ઈશ્વરે મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
Isteni látomásokban vitt el engem Izraél országába, letett engem igen magas hegyen, rajta pedig mint egy városnak építménye dél felől.
3 ૩ તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.
Elvitt engem oda és íme egy férfi, látszata mint réznek látszata és lenzsinór a kezében és mérő nád; és ő a kapuban állt.
4 ૪ તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”
És beszélt hozzám a férfi: Ember fia, lásd szemeiddel és füleiddel halljad és fordítsd szívedet mind arra, a mit neked mutatni akarok; mert azért hogy megmutassák neked, hozattál ide, jelentsd mind azt, amit látsz, Izraél házának.
5 ૫ સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી.
És íme egy fal a házon kívül köröskörül; a férfi kezében pedig a mérő-nád hat könyöknyi – mindegyik egy könyök és egy tenyér – és megmérte az épület szélességét egy nádnyit és a magasságát egy nádnyit.
6 ૬ ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો.
És bejött a kapuba, melynek előrésze kelet felé volt, fölment a lépcsőjén és megmérte a kapu küszöbét, egy nádnyi a szélessége, és egy másik küszöböt, egy nádnyi a szélessége;
7 ૭ રક્ષકોની ખંડ એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક ખંડોની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
a szobát pedig: egy nádnyi a hosszúsága és egy nádnyi a szélessége, és a szobák között öt könyöknyit, és a kapu küszöbét a kapu csarnoka mellett, belülről egy nádnyit.
8 ૮ તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી.
És megmérte a kapu csarnokát belülről egy nádnyit.
9 ૯ પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.
És megmérte a kapu csarnokát nyolcz könyöknyit és pilléreit két könyöknyit, a kapu csarnoka pedig belülről volt.
10 ૧૦ રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
A kapu szobái pedig kelet felé, három innen és három onnan, egy a mértéke hármajuknak és egy a mértéke a pilléreknek innen és onnan.
11 ૧૧ તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.
És megmérte a kapu bejáratának szélességét, ti könyöknyit; a kapu hosszúsága tizenhárom könyöknyi.
12 ૧૨ દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા.
És korlát a szobák előtt egy könyöknyi, és egy könyöknyi korlát amonnan; a szoba pedig hat könyöknyi innen és hat könyöknyi onnan.
13 ૧૩ પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
És megmérte a kaput szoba tetejétől szoba tetejéig: szélessége huszonöt könyök, bejárat szemben bejárattal.
14 ૧૪ તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું.
És készítette a pilléreket hatvan könyöknyire és az udvar pillérének a kaput köröskörül.
15 ૧૫ દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.
És a bejáró kapunak előrészétől a belső kapu csarnokának előrészéig ötven könyök.
16 ૧૬ પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
És csukott ablakai, a szobákhoz és pilléreikhez belülről voltak a kapunak köröskörül, és éppúgy a fülkéknek; ablakok köröskörül belülről, a pilléren pedig pálmák.
17 ૧૭ ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
És bevitt engem a külső udvarba és íme kamarák és kövezet, készítve az udvarnak köröskörül, harmincz kamara a kövezeten.
18 ૧૮ ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,
A kövezet pedig a kapuk oldalán volt a kapuk hosszának mentében: az alsó kövezet.
19 ૧૯ નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.
És megmérte szélességét, az alsó kapu előrészétől a belső udvar előrészéig kívülről száz könyöknyit – keletre és északra.
20 ૨૦ ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.
A kaput pedig, melynek előrésze észak felé volt, a külső udvarra valót, megmérte hosszát és szélességét.
21 ૨૧ તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Szobái pedig, három innen és három onnan, és pillérei és fülkéi voltak az első kapu mértéke szerint: ötven könyök a hossza, szélessége pedig huszonöt könyöknyi.
22 ૨૨ તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.
És ablakai, fülkéi és pálmái azon kapu mértéke szerint, a melynek előrésze kelet felé volt, és hét lépcsőfokon mennek fel hozzá és fülkéi előttük.
23 ૨૩ અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
És a belső udvarra való kapu az északra és keletre való kapuval szemben volt; és megmért kaputól kapuig száz könyöknyit.
24 ૨૪ પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.
Erre vezetett engem dél felé és íme a dél felé való kapu, és megmérte pilléreit és fülkéit a méretek szerint.
25 ૨૫ તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
És ablakai voltak neki és fülkéinek köröskörül ez ablakok szerint; ötven könyök a hossza, szélessége pedig huszonöt könyök.
26 ૨૬ ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
És hét lépcsőfok a feljárata és fülkéi előttük; és pálmái voltak egy innen és egy onnan a pillérein.
27 ૨૭ દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
És a belső udvarra való kapu dél felé volt és megmért kaputól kapuig dél felé száz könyöknyit.
28 ૨૮ ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.
Ekkor bevitt engem a belső udvarba a déli kapun át; és megmérte a déli kaput e méretek szerint.
29 ૨૯ આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Szobái pedig és pillérei és fülkéi a méretek szerint és ablakai voltak neki és fülkéinek köröskörül; ötven könyök a hossza, szélessége pedig huszonöt könyök.
30 ૩૦ ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.
És fülkék köröskörül, hossza huszonöt könyök, szélessége pedig öt könyök.
31 ૩૧ તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
És fülkéi voltak a külső udvaron és pálmák a pilléreken, és nyolcz lépcsőfok a feljárata.
32 ૩૨ પછી તે મને અંદરના આંગણાંમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો.
Erre bevitt engem a belső udvarba kelet felé és megmérte a kaput a méretek szerint.
33 ૩૩ તેની ખંડો, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
Szobái pedig és pillérei és fülkéi e méretek szerint és ablakai voltak neki és fülkéinek köröskörül; a hossza ötven könyök, szélessége pedig huszonöt könyök.
34 ૩૪ તેની પરસાળનું મુખ બહારના આંગણાંની સામેનું હતું. તેની બન્ને બાજુ ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. આઠ પગથિયાં ચઢીને ઉપર જવાતું હતું.
És fülkéi voltak a külső udvarra és pálmák a pillérein innen és onnan, és nyolcz lépcsőfok a feljárata.
35 ૩૫ પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો; તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું.
Erre elvitt engem az északi kapuhoz és mért a méretek szerint.
36 ૩૬ તેની ખંડો, દીવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા, તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ પચાસ હાથ અને પહોળાઇ પચીસ હાથ હતી.
Szobái, pillérei, fülkéi és ablakai voltak köröskörül; hossza ötven könyök, szélessége pedig huszonöt könyök.
37 ૩૭ પરસાળનું મુખ બહારના આંગણાની સામે હતું; અને તેની બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
És pillérei voltak a külső udvarra és pálmák a pillérein innen és onnan, és nyolcz lépcsőfok a feljárata.
38 ૩૮ અંદરના દરવાજા પાસે પ્રવેશદ્વારવાળી એક ઓરડી હતી. જ્યાં દહનીયાર્પણ ધોવામાં આવતાં હતાં,
És kamara, meg ajtaja a kapuk pilléreinél; ott mossák az égőáldozatot.
39 ૩૯ ત્યાં દરેક ઓસરીની આ બાજુએ બે અને પેલી બાજુએ બે મેજ એમ ચાર મેજ હતાં, તેની ઉપર દહનીયાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ કાપવામાં આવતાં હતા.
És a kapu csarnokában két asztal innen és két asztal onnan, hogy levágják azokon az égőáldozatot és a vétekáldozatot és a bűnáldozatot.
40 ૪૦ આંગણાની દીવાલ પાસે, ઉત્તરના દરવાજે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. બીજી બાજુએ દરવાજાની ઓસરીમાં બે મેજ હતી.
És az oldalnál kívülről, a kapu bejáratába fölmenőtől északra két asztal és a másik oldalnál, mely a kapu csarnokához való, két asztal.
41 ૪૧ દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
Négy asztal innen és négy asztal onnan a kapu oldalánál: nyolcz asztal, azokon vágnak.
42 ૪૨ ત્યાં દહનીયાર્પણ માટે ઘડેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મૂકાતાં હતાં.
És négy asztal az égőáldozatnak, faragott kövekből, hosszuk egy és fél könyök, szélességük pedig egy és fél könyök, magasságuk egy könyök; azokra teszik a szerszámokat, a melyekkel levágják az égőáldozatot és a vágóáldozatot.
43 ૪૩ પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
És egy tenyérnyi horgok oda erősítve befelé köröskörül, és az asztalokon az áldozat húsa.
44 ૪૪ અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
És a belső kapun kívül az énekesek kamarái a belső udvarban, a mely az északi kapu oldalánál van, előrésze dél felé van, a melyik a keleti kapu oldalánál van, előrésze észak felé van.
45 ૪૫ પેલા માણસે મને કહ્યું, “દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
És beszélt hozzám: Ez a kamara, melynek előrésze dél felé van, a papoké, akik a háznak őrizetét őrzik;
46 ૪૬ ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”
a kamara pedig, melynek előrésze észak félé van, a papoké, akik az oltár őrizetét őrzik; Czádók fiai azok, akik Lévi fiai közül az Örökkévalóhoz közelednek, hogy őt szolgálják.
47 ૪૭ પછી તેણે આંગણું માપ્યું તે સો હાથ લાંબુ અને સો હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી.
És megmérte az udvart száz könyöknyi hosszúságra és száz könyöknyi szélesre négyzetesen; az oltár pedig a ház előtt volt.
48 ૪૮ પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી.
Erre elvitt engem a ház csarnokához és megmérte a csarnok pillérét: öt könyöknyi innen és öt könyöknyi onnan, a kapu szélessége pedig három könyöknyi innen és három könyöknyi onnan.
49 ૪૯ ઓસરીની લંબાઈ વીસ હાથ તથા પહોળાઇ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું. તેની બન્ને બાજુએ એક એક થાંભલો હતો.
A csarnok hossza húsz könyök, szélessége pedig tizenegy könyök és lépcsőfokokon mennek fel hozzá; és a pillérek mellett oszlopok, egy innen és egy onnan.