< હઝકિયેલ 40 >

1 અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
בְּעֶשְׂרִים וְחָמֵשׁ שָׁנָה לְגָלוּתֵנוּ בְּרֹאשׁ הַשָּׁנָה בֶּעָשׂוֹר לַחֹדֶשׁ בְּאַרְבַּע עֶשְׂרֵה שָׁנָה אַחַר אֲשֶׁר הֻכְּתָה הָעִיר בְּעֶצֶם ׀ הַיּוֹם הַזֶּה הָיְתָה עָלַי יַד־יְהֹוָה וַיָּבֵא אֹתִי שָֽׁמָּה׃
2 સંદર્શનમાં ઈશ્વરે મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
בְּמַרְאוֹת אֱלֹהִים הֱבִיאַנִי אֶל־אֶרֶץ יִשְׂרָאֵל וַיְנִיחֵנִי אֶל־הַר גָּבֹהַּ מְאֹד וְעָלָיו כְּמִבְנֵה־עִיר מִנֶּֽגֶב׃
3 તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.
וַיָּבֵיא אוֹתִי שָׁמָּה וְהִנֵּה־אִישׁ מַרְאֵהוּ כְּמַרְאֵה נְחֹשֶׁת וּפְתִיל־פִּשְׁתִּים בְּיָדוֹ וּקְנֵה הַמִּדָּה וְהוּא עֹמֵד בַּשָּֽׁעַר׃
4 તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”
וַיְדַבֵּר אֵלַי הָאִישׁ בֶּן־אָדָם רְאֵה בְעֵינֶיךָ וּבְאׇזְנֶיךָ שְּׁמָע וְשִׂים לִבְּךָ לְכֹל אֲשֶׁר־אֲנִי מַרְאֶה אוֹתָךְ כִּי לְמַעַן הַרְאוֹתְכָה הֻבָאתָה הֵנָּה הַגֵּד אֶת־כׇּל־אֲשֶׁר־אַתָּה רֹאֶה לְבֵית יִשְׂרָאֵֽל׃
5 સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી.
וְהִנֵּה חוֹמָה מִחוּץ לַבַּיִת סָבִיב ׀ סָבִיב וּבְיַד הָאִישׁ קְנֵה הַמִּדָּה שֵׁשׁ־אַמּוֹת בָּֽאַמָּה וָטֹפַח וַיָּמׇד אֶת־רֹחַב הַבִּנְיָן קָנֶה אֶחָד וְקוֹמָה קָנֶה אֶחָֽד׃
6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે ઉંબરાનું માપ લીધું તો તે એક માપ પહોળો હતો.
וַיָּבוֹא אֶל־שַׁעַר אֲשֶׁר פָּנָיו דֶּרֶךְ הַקָּדִימָה וַיַּעַל בְּמַעֲלוֹתָו וַיָּמׇד ׀ אֶת־סַף הַשַּׁעַר קָנֶה אֶחָד רֹחַב וְאֵת סַף אֶחָד קָנֶה אֶחָד רֹֽחַב׃
7 રક્ષકોની ખંડ એક માપ દંડ જેટલી લાંબી અને એક માપ દંડ જેટલી પહોળી હતી. રક્ષક ખંડોની વચ્ચે પાંચ હાથનું અંતર હતું, સભાસ્થાન તરફ જતી અંદરની પરસાળ એક માપ દંડ લાંબી હતી.
וְהַתָּא קָנֶה אֶחָד אֹרֶךְ וְקָנֶה אֶחָד רֹחַב וּבֵין הַתָּאִים חָמֵשׁ אַמּוֹת וְסַף הַשַּׁעַר מֵאֵצֶל אֻלָם הַשַּׁעַר מֵהַבַּיִת קָנֶה אֶחָֽד׃
8 તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી.
וַיָּמׇד אֶת־אֻלָם הַשַּׁעַר מֵהַבַּיִת קָנֶה אֶחָֽד׃
9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.
וַיָּמׇד אֶת־אֻלָם הַשַּׁעַר שְׁמֹנֶה אַמּוֹת וְאֵילָו שְׁתַּיִם אַמּוֹת וְאֻלָם הַשַּׁעַר מֵהַבָּֽיִת׃
10 ૧૦ રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.
וְתָאֵי הַשַּׁעַר דֶּרֶךְ הַקָּדִים שְׁלֹשָׁה מִפֹּה וּשְׁלֹשָׁה מִפֹּה מִדָּה אַחַת לִשְׁלׇשְׁתָּם וּמִדָּה אַחַת לָאֵילִם מִפֹּה וּמִפּֽוֹ׃
11 ૧૧ તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.
וַיָּמׇד אֶת־רֹחַב פֶּתַח־הַשַּׁעַר עֶשֶׂר אַמּוֹת אֹרֶךְ הַשַּׁעַר שְׁלוֹשׁ עֶשְׂרֵה אַמּֽוֹת׃
12 ૧૨ દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા.
וּגְבוּל לִפְנֵי הַתָּאוֹת אַמָּה אֶחָת וְאַמָּֽה־אַחַת גְּבוּל מִפֹּה וְהַתָּא שֵׁשׁ־אַמּוֹת מִפּוֹ וְשֵׁשׁ אַמּוֹת מִפּֽוֹ׃
13 ૧૩ પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.
וַיָּמׇד אֶת־הַשַּׁעַר מִגַּג הַתָּא לְגַגּוֹ רֹחַב עֶשְׂרִים וְחָמֵשׁ אַמּוֹת פֶּתַח נֶגֶד פָּֽתַח׃
14 ૧૪ તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું.
וַיַּעַשׂ אֶת־אֵילִים שִׁשִּׁים אַמָּה וְאֶל־אֵיל הֶחָצֵר הַשַּׁעַר סָבִיב ׀ סָבִֽיב׃
15 ૧૫ દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.
וְעַל פְּנֵי הַשַּׁעַר (היאתון) [הָאִיתוֹן] עַל־לִפְנֵי אֻלָם הַשַּׁעַר הַפְּנִימִי חֲמִשִּׁים אַמָּֽה׃
16 ૧૬ પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
וְחַלּוֹנוֹת אֲטֻמוֹת אֶֽל־הַתָּאִים וְאֶל אֵלֵיהֵמָה לִפְנִימָה לַשַּׁעַר סָבִיב ׀ סָבִיב וְכֵן לָאֵֽלַמּוֹת וְחַלּוֹנוֹת סָבִיב ׀ סָבִיב לִפְנִימָה וְאֶל־אַיִל תִּמֹרִֽים׃
17 ૧૭ ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
וַיְבִיאֵנִי אֶל־הֶחָצֵר הַחִיצוֹנָה וְהִנֵּה לְשָׁכוֹת וְרִֽצְפָה עָשׂוּי לֶחָצֵר סָבִיב ׀ סָבִיב שְׁלֹשִׁים לְשָׁכוֹת אֶל־הָרִֽצְפָֽה׃
18 ૧૮ ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,
וְהָרִֽצְפָה אֶל־כֶּתֶף הַשְּׁעָרִים לְעֻמַּת אֹרֶךְ הַשְּׁעָרִים הָרִֽצְפָה הַתַּחְתּוֹנָֽה׃
19 ૧૯ નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.
וַיָּמׇד רֹחַב מִלִּפְנֵי הַשַּׁעַר הַתַּחְתּוֹנָה לִפְנֵי הֶחָצֵר הַפְּנִימִי מִחוּץ מֵאָה אַמָּה הַקָּדִים וְהַצָּפֽוֹן׃
20 ૨૦ ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.
וְהַשַּׁעַר אֲשֶׁר פָּנָיו דֶּרֶךְ הַצָּפוֹן לֶחָצֵר הַחִיצוֹנָה מָדַד אׇרְכּוֹ וְרׇחְבּֽוֹ׃
21 ૨૧ તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
וְתָאָו שְׁלוֹשָׁה מִפּוֹ וּשְׁלֹשָׁה מִפּוֹ וְאֵילָו וְאֵֽלַמָּו הָיָה כְּמִדַּת הַשַּׁעַר הָרִאשׁוֹן חֲמִשִּׁים אַמָּה אׇרְכּוֹ וְרֹחַב חָמֵשׁ וְעֶשְׂרִים בָּאַמָּֽה׃
22 ૨૨ તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.
וְחַלּוֹנָו וְאֵֽילַמָּו וְתִימֹרָו כְּמִדַּת הַשַּׁעַר אֲשֶׁר פָּנָיו דֶּרֶךְ הַקָּדִים וּבְמַעֲלוֹת שֶׁבַע יַעֲלוּ־בוֹ וְאֵילַמָּו לִפְנֵיהֶֽם׃
23 ૨૩ અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.
וְשַׁעַר לֶחָצֵר הַפְּנִימִי נֶגֶד הַשַּׁעַר לַצָּפוֹן וְלַקָּדִים וַיָּמׇד מִשַּׁעַר אֶל־שַׁעַר מֵאָה אַמָּֽה׃
24 ૨૪ પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.
וַיּוֹלִכֵנִי דֶּרֶךְ הַדָּרוֹם וְהִנֵּה־שַׁעַר דֶּרֶךְ הַדָּרוֹם וּמָדַד אֵילָו וְאֵילַמָּו כַּמִּדּוֹת הָאֵֽלֶּה׃
25 ૨૫ તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
וְחַלּוֹנִים לוֹ וּלְאֵֽילַמָּו סָבִיב ׀ סָבִיב כְּהַחַלֹּנוֹת הָאֵלֶּה חֲמִשִּׁים אַמָּה אֹרֶךְ וְרֹחַב חָמֵשׁ וְעֶשְׂרִים אַמָּֽה׃
26 ૨૬ ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
וּמַעֲלוֹת שִׁבְעָה עֹֽלוֹתָו וְאֵלַמָּו לִפְנֵיהֶם וְתִמֹרִים לוֹ אֶחָד מִפּוֹ וְאֶחָד מִפּוֹ אֶל־אֵילָֽו׃
27 ૨૭ દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
וְשַׁעַר לֶחָצֵר הַפְּנִימִי דֶּרֶךְ הַדָּרוֹם וַיָּמׇד מִשַּׁעַר אֶל־הַשַּׁעַר דֶּרֶךְ הַדָּרוֹם מֵאָה אַמּֽוֹת׃
28 ૨૮ ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.
וַיְבִיאֵנִי אֶל־חָצֵר הַפְּנִימִי בְּשַׁעַר הַדָּרוֹם וַיָּמׇד אֶת־הַשַּׁעַר הַדָּרוֹם כַּמִּדּוֹת הָאֵֽלֶּה׃
29 ૨૯ આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
וְתָאָו וְאֵילָו וְאֵֽלַמָּו כַּמִּדּוֹת הָאֵלֶּה וְחַלּוֹנוֹת לוֹ וּלְאֵלַמָּו סָבִיב ׀ סָבִיב חֲמִשִּׁים אַמָּה אֹרֶךְ וְרֹחַב עֶשְׂרִים וְחָמֵשׁ אַמּֽוֹת׃
30 ૩૦ ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.
וְאֵלַמּוֹת סָבִיב ׀ סָבִיב אֹרֶךְ חָמֵשׁ וְעֶשְׂרִים אַמָּה וְרֹחַב חָמֵשׁ אַמּֽוֹת׃
31 ૩૧ તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
וְאֵלַמָּו אֶל־חָצֵר הַחִצוֹנָה וְתִמֹרִים אֶל־אֵילָו וּמַעֲלוֹת שְׁמוֹנֶה מַעֲלָֽו׃
32 ૩૨ પછી તે મને અંદરના આંગણાંમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો.
וַיְבִיאֵנִי אֶל־הֶחָצֵר הַפְּנִימִי דֶּרֶךְ הַקָּדִים וַיָּמׇד אֶת־הַשַּׁעַר כַּמִּדּוֹת הָאֵֽלֶּה׃
33 ૩૩ તેની ખંડો, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
וְתָאָו וְאֵלָו וְאֵֽלַמָּו כַּמִּדּוֹת הָאֵלֶּה וְחַלּוֹנוֹת לוֹ וּלְאֵלַמָּו סָבִיב ׀ סָבִיב אֹרֶךְ חֲמִשִּׁים אַמָּה וְרֹחַב חָמֵשׁ וְעֶשְׂרִים אַמָּֽה׃
34 ૩૪ તેની પરસાળનું મુખ બહારના આંગણાંની સામેનું હતું. તેની બન્ને બાજુ ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. આઠ પગથિયાં ચઢીને ઉપર જવાતું હતું.
וְאֵלַמָּו לֶחָצֵר הַחִיצוֹנָה וְתִמֹרִים אֶל־אֵלָו מִפּוֹ וּמִפּוֹ וּשְׁמֹנֶה מַעֲלוֹת מַעֲלָֽו׃
35 ૩૫ પછી તે માણસ મને ઉત્તર તરફના દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો; તેનું માપ બીજા દરવાજાઓના માપ પ્રમાણે હતું.
וַיְבִיאֵנִי אֶל־שַׁעַר הַצָּפוֹן וּמָדַד כַּמִּדּוֹת הָאֵֽלֶּה׃
36 ૩૬ તેની ખંડો, દીવાલો, પરસાળ પણ બીજા દરવાજાના માપ પ્રમાણે હતા, તેની આસપાસ બારીઓ હતી. આ દરવાજાની લંબાઈ પણ પચાસ હાથ અને પહોળાઇ પચીસ હાથ હતી.
תָּאָו אֵלָו וְאֵלַמָּו וְחַלּוֹנוֹת לוֹ סָבִיב ׀ סָבִיב אֹרֶךְ חֲמִשִּׁים אַמָּה וְרֹחַב חָמֵשׁ וְעֶשְׂרִים אַמָּֽה׃
37 ૩૭ પરસાળનું મુખ બહારના આંગણાની સામે હતું; અને તેની બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
וְאֵילָו לֶחָצֵר הַחִיצוֹנָה וְתִמֹרִים אֶל־אֵילָו מִפּוֹ וּמִפּוֹ וּשְׁמֹנֶה מַעֲלוֹת מַעֲלָֽו׃
38 ૩૮ અંદરના દરવાજા પાસે પ્રવેશદ્વારવાળી એક ઓરડી હતી. જ્યાં દહનીયાર્પણ ધોવામાં આવતાં હતાં,
וְלִשְׁכָּה וּפִתְחָהּ בְּאֵילִים הַשְּׁעָרִים שָׁם יָדִיחוּ אֶת־הָעֹלָֽה׃
39 ૩૯ ત્યાં દરેક ઓસરીની આ બાજુએ બે અને પેલી બાજુએ બે મેજ એમ ચાર મેજ હતાં, તેની ઉપર દહનીયાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ કાપવામાં આવતાં હતા.
וּבְאֻלָם הַשַּׁעַר שְׁנַיִם שֻׁלְחָנוֹת מִפּוֹ וּשְׁנַיִם שֻׁלְחָנוֹת מִפֹּה לִשְׁחוֹט אֲלֵיהֶם הָעוֹלָה וְהַחַטָּאת וְהָאָשָֽׁם׃
40 ૪૦ આંગણાની દીવાલ પાસે, ઉત્તરના દરવાજે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. બીજી બાજુએ દરવાજાની ઓસરીમાં બે મેજ હતી.
וְאֶל־הַכָּתֵף מִחוּצָה לָֽעוֹלֶה לְפֶתַח הַשַּׁעַר הַצָּפוֹנָה שְׁנַיִם שֻׁלְחָנוֹת וְאֶל־הַכָּתֵף הָאַחֶרֶת אֲשֶׁר לְאֻלָם הַשַּׁעַר שְׁנַיִם שֻׁלְחָנֽוֹת׃
41 ૪૧ દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
אַרְבָּעָה שֻׁלְחָנוֹת מִפֹּה וְאַרְבָּעָה שֻׁלְחָנוֹת מִפֹּה לְכֶתֶף הַשָּׁעַר שְׁמוֹנָה שֻׁלְחָנוֹת אֲלֵיהֶם יִשְׁחָֽטוּ׃
42 ૪૨ ત્યાં દહનીયાર્પણ માટે ઘડેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મૂકાતાં હતાં.
וְאַרְבָּעָה שֻׁלְחָנוֹת לָעוֹלָה אַבְנֵי גָזִית אֹרֶךְ אַמָּה אַחַת וָחֵצִי וְרֹחַב אַמָּה אַחַת וָחֵצִי וְגֹבַהּ אַמָּה אֶחָת אֲלֵיהֶם וְיַנִּיחוּ אֶת־הַכֵּלִים אֲשֶׁר יִשְׁחֲטוּ אֶת־הָעוֹלָה בָּם וְהַזָּֽבַח׃
43 ૪૩ પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
וְהַֽשְׁפַתַּיִם טֹפַח אֶחָד מוּכָנִים בַּבַּיִת סָבִיב ׀ סָבִיב וְאֶל־הַשֻּׁלְחָנוֹת בְּשַׂר הַקׇּרְבָֽן׃
44 ૪૪ અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
וּמִחוּצָה לַשַּׁעַר הַפְּנִימִי לִֽשְׁכוֹת שָׁרִים בֶּחָצֵר הַפְּנִימִי אֲשֶׁר אֶל־כֶּתֶף שַׁעַר הַצָּפוֹן וּפְנֵיהֶם דֶּרֶךְ הַדָּרוֹם אֶחָד אֶל־כֶּתֶף שַׁעַר הַקָּדִים פְּנֵי דֶּרֶךְ הַצָּפֹֽן׃
45 ૪૫ પેલા માણસે મને કહ્યું, “દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
וַיְדַבֵּר אֵלָי זֹה הַלִּשְׁכָּה אֲשֶׁר פָּנֶיהָ דֶּרֶךְ הַדָּרוֹם לַכֹּהֲנִים שֹׁמְרֵי מִשְׁמֶרֶת הַבָּֽיִת׃
46 ૪૬ ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”
וְהַלִּשְׁכָּה אֲשֶׁר פָּנֶיהָ דֶּרֶךְ הַצָּפוֹן לַכֹּהֲנִים שֹׁמְרֵי מִשְׁמֶרֶת הַמִּזְבֵּחַ הֵמָּה בְנֵֽי־צָדוֹק הַקְּרֵבִים מִבְּנֵֽי־לֵוִי אֶל־יְהֹוָה לְשָׁרְתֽוֹ׃
47 ૪૭ પછી તેણે આંગણું માપ્યું તે સો હાથ લાંબુ અને સો હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી.
וַיָּמׇד אֶת־הֶחָצֵר אֹרֶךְ ׀ מֵאָה אַמָּה וְרֹחַב מֵאָה אַמָּה מְרֻבָּעַת וְהַמִּזְבֵּחַ לִפְנֵי הַבָּֽיִת׃
48 ૪૮ પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી.
וַיְבִאֵנִי אֶל־אֻלָם הַבַּיִת וַיָּמָד אֵל אֻלָם חָמֵשׁ אַמּוֹת מִפֹּה וְחָמֵשׁ אַמּוֹת מִפֹּה וְרֹחַב הַשַּׁעַר שָׁלֹשׁ אַמּוֹת מִפּוֹ וְשָׁלֹשׁ אַמּוֹת מִפּֽוֹ׃
49 ૪૯ ઓસરીની લંબાઈ વીસ હાથ તથા પહોળાઇ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું. તેની બન્ને બાજુએ એક એક થાંભલો હતો.
אֹרֶךְ הָאֻלָם עֶשְׂרִים אַמָּה וְרֹחַב עַשְׁתֵּי עֶשְׂרֵה אַמָּה וּבַֽמַּעֲלוֹת אֲשֶׁר יַעֲלוּ אֵלָיו וְעַמֻּדִים אֶל־הָאֵילִים אֶחָד מִפֹּה וְאֶחָד מִפֹּֽה׃

< હઝકિયેલ 40 >