< હઝકિયેલ 4 >

1 વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.
А ти, сине човечји, узми опеку, и метни је преда се, и изрежи на њој град Јерусалим.
2 પછી તેની સામે ઘેરો ઘાલીને કિલ્લા બાંધ. તેની સામે હુમલો કરવા માટે રસ્તા બનાવ અને તેની સામે છાવણીઓ પણ ઊભી કર. ચારેબાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
И постави око њега опсаду, и начини куле према њему, и ископај око њега опкоп, и постави војску око њега, и намести убојне справе око њега.
3 તું લોખંડનો એક તવો લે, તારી અને નગરની વચ્ચે લોખંડની દીવાલ તરીકે મૂક. તું તારું મુખ શહેરની તરફ ફેરવ, તેનો ઘેરો ઘાલવામાં આવશે. તું તેની વિરુદ્ધ ઘેરો ઘાલશે! આ ઇઝરાયલી લોકો માટે ચિહ્નરૂપ થશે.
По том узми тавицу гвоздену, и метни је као гвозден зид између себе и града, и окрени лице своје супрот њему, и он ће се опсести, и ти ћеш га опсести. То ће бити знак дому Израиљевом.
4 પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ ઉઠાવશે.
Потом лези на леву страну своју, и метни на њу безакоње дома Израиљевог; колико дана узлежиш на њој толико ћеш носити њихово безакоње.
5 મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
А ја ти дајем године безакоња њихова бројем дана, триста и деведесет дана, и толико ћеш носити безакоње дома Израиљевог.
6 તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
А кад их навршиш, онда лези на десну страну своју, и носи безакоње дома Јудиног четрдесет дана; по један дан дајем ти за годину.
7 પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
И окрени лице своје према опкољеном Јерусалиму загаливши мишицу своју, и пророкуј против њега.
8 કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
И ево, везаћу те узицама да се не преврнеш с једне стране на другу докле не навршиш дане опсаде твоје.
9 તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, મસૂર, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
И узми пшенице и јечма и боба и лећа и проса и крупника, и саспи све у један суд, и начини од тога себи хлеба према броју дана у које ћеш лежати на својој страни, три стотине и деведесет дана јешћеш га.
10 ૧૦ આ તારો ખોરાક છે જે તારે તોળીને ખાવો. રોજના વીસ તોલા પ્રમાણે ખાવું. નિયમિત સમયે તારે તે ખાવું.
И јела твог што ћеш јести нека буде мером двадесет сикала на дан; на рокове једи га.
11 ૧૧ તારે પાણી પણ માપીને જ પીવું, એટલે એક હિનના છઠ્ઠા ભાગ જેટલું. તારે તે નિયમિત પીવું.
И воду пиј мером, по шестину ина, пиј на рокове.
12 ૧૨ તારે તે જવની રોટલીની માફક ખાવું, પણ તારે તે મનુષ્યવિષ્ટાથી શેકવું.
А хлеб пресан јечмен једи, испекавши га на калу човечјем на њихове очи.
13 ૧૩ કેમ કે યહોવાહ કહે છે કે “હું જે પ્રજાઓમાં તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલી લોકો આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે.”
И рече Господ: Тако ће јести синови Израиљеви хлеб свој нечист међу народима у које ћу их разагнати.
14 ૧૪ પણ મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.
Тада рекох: Ах Господе Господе, гле, душа се моја није оскврнила, јер од детињства свог до сада нисам јео мрцинога ни шта би зверка раздрла, нити је ушло у уста моја месо нечисто.
15 ૧૫ ત્યારે તેમણે મને કહ્યું, “જો મેં તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે કે જેથી તું ગાયના છાણ પર રોટલી શેકી શકે.”
А Он ми рече: Види, дајем ти говеђу балегу место човечјег кала, да на њој испечеш себи хлеб.
16 ૧૬ વળી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જો, હું યરુશાલેમના અનાજનો ભંડાર ખાલી કરીશ, તેઓ તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, માપીને તથા બીને પાણી પીશે.
Затим рече ми: Сине човечји, ево ја ћу сломити потпору у хлебу у Јерусалиму, те ће јести хлеб на меру и у бризи, и воду ће пити на меру и у чуду.
17 ૧૭ કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે.”
Јер ће им нестати хлеба и воде да ће се чудити међу собом и сасушиће се од безакоња свог.

< હઝકિયેલ 4 >