< હઝકિયેલ 4 >
1 ૧ વળી હે મનુષ્યપુત્ર, એક ઈંટ લઈને તારી આગળ મૂક. તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.
Ikaw usab, anak sa tawo, magkuha ka ug usa ka tisa, ug ipahamutang mo kana sa imong atubangan, ug dibuhoon mo sa ibabaw niana ang usa ka ciudad, bisan pa ang Jerusalem.
2 ૨ પછી તેની સામે ઘેરો ઘાલીને કિલ્લા બાંધ. તેની સામે હુમલો કરવા માટે રસ્તા બનાવ અને તેની સામે છાવણીઓ પણ ઊભી કર. ચારેબાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
Ug sulongon mo kana ug magtukod ka ug mga kuta batok niana, ug maghimo ka ug usa ka salipdanan batok niana; ug ipahamutang usab ang mga campo batok niana; ug palibutan mo sa mga troso-nga-iglulumpag batok niana.
3 ૩ તું લોખંડનો એક તવો લે, તારી અને નગરની વચ્ચે લોખંડની દીવાલ તરીકે મૂક. તું તારું મુખ શહેરની તરફ ફેરવ, તેનો ઘેરો ઘાલવામાં આવશે. તું તેની વિરુદ્ધ ઘેરો ઘાલશે! આ ઇઝરાયલી લોકો માટે ચિહ્નરૂપ થશે.
Ug magkuha ka alang kanimo ug usa ka palid nga puthaw, ug ibutang kana ingon nga usa ka kuta nga puthaw sa taliwala nimo ug sa ciudad: ug ipatumong mo ang imong nawong niana, ug kana pagasulongon, ug asdangon mo kana. Kini mao ang timaan alang sa balay sa Israel.
4 ૪ પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ ઉઠાવશે.
Labut pa humigda ka sa imong wala nga kilid, ug ibutang ang kasal-anan sa balay sa Israel sa ibabaw niana; sumala sa gidaghanon sa mga adlaw nga magahigda ka niana, ikaw magapas-an sa ilang kasal-anan.
5 ૫ મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
Kay akong gibutang kanimo ang mga tuig sa ilang kasal-anan nga ingon lamang sa gidaghanon sa pipila ka adlaw, bisan totolo ka gatus ug kasiyaman ka adlaw: mao usab ang imong pagdala sa kasal-anan sa balay sa Israel.
6 ૬ તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
Ug ingon man, sa diha nga ikaw makatuman na niini, ikaw mohigda sa imong too nga kilid, ug magadala ka sa kasal-anan sa balay sa Juda: kap-atan ka adlaw, ang tagsatagsa ka adlaw alang sa usa ka tuig, ako nagtudlo niana kanimo.
7 ૭ પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
Ug ipatumong mo ang imong nawong ingon sa pagsulong mo sa Jerusalem, uban sa imong bukton nga walay tabon; ug ikaw magapanagna batok niana.
8 ૮ કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
Ug, ania karon, gibaksan ko ikaw ug mga higut, ug dili ka magliso gikan sa usa ka kilid ngadto sa usa, hangtud nga ikaw makatapus sa mga adlaw sa imong pagsulong.
9 ૯ તારે પોતાને સારુ ઘઉં, જવ, વટાણા, મસૂર, બાજરી તથા મઠ લે. બાજરીનો લોટ લઈને એક જ વાસણમાં નાખી તેના રોટલા બનાવ. જેટલા દિવસ તું તારા પડખા પર સૂઈ રહે એટલે ત્રણસોને નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવા.
Magbalon ka usad ug trigo, ug cebada, ug mga patani, ug mga balatong ug dawa, ug mga espelta, ug ibutang kini sa usa ka sudlanan, ug magbuhat ka ug tinapay niana; sumala sa gidaghanon sa mga adlaw nga ikaw magahigda nga magatakilid, bisan totolo ka gatus ug kasiyaman ka adlaw, magakaon ka niana.
10 ૧૦ આ તારો ખોરાક છે જે તારે તોળીને ખાવો. રોજના વીસ તોલા પ્રમાણે ખાવું. નિયમિત સમયે તારે તે ખાવું.
Ug ang kalan-on mo nga imong pagakan-on pagatimbangon, kaluhaan ka siclo sa usa ka adlaw: sa matag-panahon magakon ka niana.
11 ૧૧ તારે પાણી પણ માપીને જ પીવું, એટલે એક હિનના છઠ્ઠા ભાગ જેટલું. તારે તે નિયમિત પીવું.
Ug magainum ka ug tubig nga tinakus, ang ikaunom ka bahin sa usa ka hin: sa matag-panahon magainum ka.
12 ૧૨ તારે તે જવની રોટલીની માફક ખાવું, પણ તારે તે મનુષ્યવિષ્ટાથી શેકવું.
Ug magakaon ka niana ingon sa mga tinapay nga cebada, ug lutoon mo kana sa atubangan sa ilang mga mata uban sa kinalibang nga magagula gikan sa tawo.
13 ૧૩ કેમ કે યહોવાહ કહે છે કે “હું જે પ્રજાઓમાં તેઓને હાંકી કાઢીશ તેઓમાં ઇઝરાયલી લોકો આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે.”
Ug si Jehova miingon: Bisan sa ingon niana ang mga anak sa Israel, magakaon sa ilang tinapay nga mahugaw, sa taliwala sa mga nasud, diin pagaabogon ko sila.
14 ૧૪ પણ મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.
Unya miingon ako: Ah Ginoong Jehova! ania karon, ang akong kalag wala gayud mahugawi; kay gikan sa akong pagkabatan-on bisan hangtud karon wala ako makakaon nianang namatay sa iyang kaugalingon, kun sa kinuniskunis sa mga mananap; ni misulod sa akong baba ang dulumtanan nga unod.
15 ૧૫ ત્યારે તેમણે મને કહ્યું, “જો મેં તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે કે જેથી તું ગાયના છાણ પર રોટલી શેકી શકે.”
Unya siya miingon kanako: Tan-awa, ako naghatag kanimo ug kinalibang sa vaca nga ilis sa kinalibang sa tawo, ug magaandam ka sa imong tinapay sa ibabaw niana.
16 ૧૬ વળી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જો, હું યરુશાલેમના અનાજનો ભંડાર ખાલી કરીશ, તેઓ તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે, માપીને તથા બીને પાણી પીશે.
Labut pa siya miingon kanako: Anak sa tawo, ania karon, putlon ko ang gisaligan sa tinapay sa Jerusalem: ug sila magakaon sa tinapay nga tinimbang, ug uban ang kahadlok; ug sila magainum sa tubig nga tinakus, ug uban ang kalisang.
17 ૧૭ કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે.”
Aron sila makulangan sa tinapay ug tubig, ug magakalisang ang usa ug usa, ug magakaut-ut tungod sa ilang kasal-anan.