< હઝકિયેલ 39 >
1 ૧ “હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
"Ja sinä, ihmislapsi, ennusta Googia vastaan ja sano: Näin sanoo Herra, Herra: Katso, minä tulen sinun tykösi, Goog, sinä Roosin, Mesekin ja Tuubalin ruhtinas.
2 ૨ હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ; હું તને ઉત્તરના દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર લાવીશ.
Minä kuljetan sinua, talutan sinua, nostatan sinut pohjan periltä ja annan sinun hyökätä Israelin vuorille.
3 ૩ હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણા હાથમાંનાં તારાં બાણ પાડી નાખીશ.
Mutta minä lyön pois jousesi sinun vasemmasta kädestäsi ja pudotan nuolesi sinun oikeasta kädestäsi.
4 ૪ તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.
Israelin vuorille sinä olet kaatuva, samoin kaikki sinun sotalaumasi ja kansat, jotka sinun kanssasi ovat: minä annan sinut petolinnuille, kaikille siivekkäille ja metsän eläimille ruuaksi.
5 ૫ તું ખુલ્લી જમીન પર મૃત્યુ પામેલો પડશે, કેમ કે હું તે બોલ્યો છું.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
Kentälle sinä kaadut. Sillä minä olen puhunut, sanoo Herra, Herra.
6 ૬ જ્યારે હું માગોગ પર તથા સમુદ્રકિનારે સુરક્ષિત વસેલા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Ja minä lähetän tulen Maagogiin ja rantamaalla turvassa asuvien keskeen. Ja he tulevat tietämään, että minä olen Herra.
7 ૭ હું મારા ઇઝરાયલી લોકોમાં મારું નામ પવિત્ર છે તે જણાવીશ, હું હવે કદી મારું નામ અપવિત્ર થવા દઈશ નહિ; ત્યારે પ્રજાઓ જાણશે કે હું યહોવાહ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
Ja pyhän nimeni minä teen tunnetuksi kansani Israelin keskuudessa enkä enää salli häväistävän pyhää nimeäni. Ja pakanakansat tulevat tietämään, että minä olen Herra, Israelin Pyhä.
8 ૮ જુઓ, જે દિવસ વિષે હું બોલ્યો છું તે આવે છે, તે અમલમાં આવશે.’ આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
Katso, se tulee, se tapahtuu, sanoo Herra, Herra: Tämä on se päivä, josta minä olen puhunut.
9 ૯ ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને, યુદ્ધશસ્ત્રો, નાની ઢાલો, મોટી ઢાલો, ધનુષ્યો, તીરો, હાથભાલા તથા ધનુષ્યોને અગ્નિથી સળગાવી દેશે અને તેઓ તેને સાત વરસ સુધી બાળશે.
Israelin kaupunkien asukkaat menevät ulos ja sytyttävät ja polttavat aseita, pieniä ja suuria kilpiä, jousia, nuolia, käsikarttuja ja keihäitä. He pitävät niitä polttoaineina seitsemän vuotta;
10 ૧૦ તેઓ વનમાંથી લાકડાં ભેગાં કરશે નહિ અને જંગલમાંથી કાપી લાવશે નહિ, તેઓ હથિયારો બાળશે; તેઓને લૂંટનારાઓને તેઓ લૂટશે અને પાયમાલ કરનારાઓને પાયમાલ કરશે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
eivät he kanna puita kedolta eivätkä hakkaa metsistä, vaan pitävät polttoaineina aseita. Näin he saalistavat saalistajiaan ja ryöstävät ryöstäjiään, sanoo Herra, Herra.
11 ૧૧ તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે.
Sinä päivänä minä annan Googille siellä, Israelissa, hautasijan, 'Kulkijain laakson', itää kohden merestä; se sulkee tien noilta kulkijoilta. Sinne haudataan Goog ja koko hänen meluisa joukkonsa, ja sille pannaan nimeksi: 'Googin meluisan joukon laakso'.
12 ૧૨ વળી દરેકને દફનાવતાં તથા દેશને શુદ્ધ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.
Niitä hautaa Israelin heimo seitsemän kuukautta puhdistaaksensa maan.
13 ૧૩ કેમ કે દેશના સર્વ લોકો તેઓને દફનાવશે; પ્રભુ યહોવાહ કહે છે કે, જ્યારે હું મહિમાવાન થઈશ.’ ત્યારે તે દિવસ તેઓના માટે યાદગાર દિવસ થશે.
Koko maan kansa hautaa heitä, ja se on koituva heille kiitokseksi sinä päivänä, jona minä näytän kunniani, sanoo Herra, Herra.
14 ૧૪ ‘તેઓ અમુક માણસોને જુદા કરશે, ત્યાં થઈને જનારાઓના જ મૃતદેહો પૃથ્વીની સપાટી પર રહી ગયા હોય તેઓને દફનાવીને દેશને સર્વત્ર શુદ્ધ કરે. તેઓ આ કાર્ય સાત મહિના પછી કરે.
Valitaan vakinaiset miehet, jotka kulkevat maata ja hautaavat noita kulkijoita, mitä niitä vielä on jäljellä maan pinnalla, puhdistaaksensa sen; seitsemän kuukauden kuluttua he sen tutkivat läpikotaisin.
15 ૧૫ દેશમાં સર્વત્ર ફરનારા માણસો જો કોઈ મનુષ્યનું હાડકું જુએ તો તેમણે હાડકા પર ચિહ્ન કરવું, પછી કબર ખોદનારાઓ આવીને તેને હામોન ગોગની ખીણમાં દફનાવી દે.
Kun nämä kulkijat kulkevat maata ja joku heistä näkee ihmisen luut, laittaa hän niitten ääreen kivimerkin, siihen asti että haudankaivajat saavat ne haudatuiksi 'Googin meluisan joukon laaksoon'.
16 ૧૬ ત્યાં જે નગર છે તે હામોનાહ કહેવાશે. આમ તેઓ દેશને શુદ્ધ કરશે.
Onpa eräällä kaupungillakin nimenä Hamona. -Niin he puhdistavat maan.
17 ૧૭ હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, “તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.
Ja sinä, ihmislapsi! Näin sanoo Herra, Herra: Käske lintuja, kaikkia siivekkäitä, ja kaikkia metsän eläimiä: Kokoontukaa, tulkaa, yhtykää joka taholta minun teurasuhrilleni jonka minä teitä varten uhraan, suurelle teurasuhrille Israelin vuorille; syökää lihaa ja juokaa verta.
18 ૧૮ તમે યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના સરદારોનું લોહી પીઓ; મેંઢાંઓનું, હલવાનોનું, બકરાઓનું તથા બળદોનું લોહી પણ પીઓ. તેઓ બાશાનનાં પુષ્ટ પશુઓ છે.
Syökää sankarien lihaa ja juokaa maan ruhtinaitten verta-oinaita, lampaita, kauriita ja härkiä, kaikki tyynni Baasanissa syötettyjä.
19 ૧૯ જે બલિદાન મેં તમારે સારું કર્યું છે, તેની ચરબી તમે તૃપ્ત થાઓ ત્યાં સુધી ખાઓ; જ્યાં સુધી નશો ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ.
Syökää itsenne kylläisiksi rasvasta ja juokaa itsenne juovuksiin verestä, teurasuhrista, jonka minä teitä varten uhraan.
20 ૨૦ તમે મારા જમણમાં ઘોડાઓ, રથો, શૂરવીર તથા દરેક યોદ્ધાઓથી તૃપ્ત થશો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
Tulkaa kylläisiksi minun pöydässäni ratsuista ja vaunuhevosista, sankareista ja kaikenkaltaisista sotamiehistä, sanoo Herra, Herra.
21 ૨૧ ‘હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
Minä asetan kunniani pakanakansojen keskeen, ja kaikki pakanakansat saavat nähdä minun tuomioni, jonka minä toimitan, ja käteni, jonka minä lasken heidän päällensä.
22 ૨૨ તે દિવસથી ઇઝરાયલી લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
Mutta Israelin heimo tulee tietämään, että minä, Herra, olen heidän Jumalansa siitä päivästä lähtien ja aina eteenpäin.
23 ૨૩ બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલી લોકો જેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓ તેઓના અન્યાયને લીધે બંદીવાસમાં જશે, તેથી હું મારું મુખ તેઓનાથી અવળું ફેરવીશ અને તેઓને તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ જેથી તેઓ બધા તલવારથી માર્યા જાય.
Ja pakanakansat tulevat tietämään, että Israelin heimo joutui pakkosiirtolaisuuteen syntivelkansa tähden, koska olivat olleet minulle uskottomat, ja minä kätkin heiltä kasvoni, ja niin minä annoin heidät heidän vihollistensa käsiin, ja he kaatuivat miekkaan kaikki tyynni.
24 ૨૪ તેઓની અશુદ્ધતા તથા પાપોને પ્રમાણે મેં તેઓની સાથે કર્યું અને તેઓનાથી મેં મારું મુખ અવળું ફેરવ્યું.’”
Minä tein heille heidän saastaisuutensa ja rikkomustensa mukaan ja kätkin heiltä kasvoni.
25 ૨૫ માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: હું યાકૂબની હાલત ફેરવી નાખીશ, ઇઝરાયલી લોકો પર કરુણા કરીશ, હું મારા પવિત્ર નામ વિષે આવેશી થઈશ.
Sentähden, näin sanoo Herra, Herra: Nyt minä käännän Jaakobin kohtalon ja armahdan kaikkea Israelin heimoa ja kiivailen pyhän nimeni puolesta.
26 ૨૬ તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.
Ja häpeänsä ja kaiken uskottomuutensa, jota he ovat minulle osoittaneet, he unhottavat, asuessaan nyt maassansa turvallisina, kenenkään peloittelematta.
27 ૨૭ જ્યારે હું તેઓને પ્રજાઓ મધ્યેથી પાછા લાવીશ અને તેઓને તેઓના શત્રુઓના દેશમાંથી ભેગા કરીશ, ત્યારે હું સર્વ પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઈશ.
Kun minä tuon heidät takaisin kansojen seasta ja kokoan heidät heidän vihamiestensä maista, niin minä osoitan heissä pyhyyteni lukuisain pakanakansain silmien edessä.
28 ૨૮ ત્યારે મારા લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું, કેમ કે, મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા હતા અને હું તેઓને પોતાના દેશમાં ભેગા કરીને પાછો લાવ્યો. હું કોઈને પડતા મૂકીશ નહિ.
Ja he tulevat tietämään, että minä, Herra, olen heidän Jumalansa, kun minä, vietyäni heidät pakkosiirtolaisuuteen pakanakansojen luokse, kokoan heidät omaan maahansa enkä jätä sinne jäljelle ainoatakaan heistä.
29 ૨૯ હું ઇઝરાયલી લોકો પર મારો આત્મા રેડીશ. તે પછી ફરી કદી તેઓનાથી મારું મુખ અવળું ફેરવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”
Enkä minä enää kätke heiltä kasvojani, sillä minä vuodatan Henkeni Israelin heimon päälle, sanoo Herra, Herra."