< હઝકિયેલ 39 >

1 “હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
「人子,你講預言攻斥哥格說:吾主上主這樣說:默舍客和突巴耳的最高領袖哥格,看,我要攻擊你,
2 હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ; હું તને ઉત્તરના દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર લાવીશ.
我要引誘你,挾持你,使你從極北之地上來,領你到以色列的山上,
3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણા હાથમાંનાં તારાં બાણ પાડી નાખીશ.
在那裏我要打掉你左手上的弓,打落你右手上的箭。
4 તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.
你和你所有的軍隊,以及同你聯合的眾民,都要喪亡在以色列的山上;我要使你成為各種猛禽和野獸的食物。
5 તું ખુલ્લી જમીન પર મૃત્યુ પામેલો પડશે, કેમ કે હું તે બોલ્યો છું.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
你要喪亡在原野之上,這原是我親口說的──吾主上主的斷語──
6 જ્યારે હું માગોગ પર તથા સમુદ્રકિનારે સુરક્ષિત વસેલા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
我要使火降到瑪哥格和那些安居在群島的人們身上:如此,他們必承認我是上主。
7 હું મારા ઇઝરાયલી લોકોમાં મારું નામ પવિત્ર છે તે જણાવીશ, હું હવે કદી મારું નામ અપવિત્ર થવા દઈશ નહિ; ત્યારે પ્રજાઓ જાણશે કે હું યહોવાહ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
我也要在我的百姓以色列中間,顯揚我的聖名,再不讓我的名受到褻瀆:如此,異民便承認我是上主,是以色列的聖者。
8 જુઓ, જે દિવસ વિષે હું બોલ્યો છું તે આવે છે, તે અમલમાં આવશે.’ આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
看,我所說的那一天,已經來近,必要實現──吾主上主的斷語。
9 ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને, યુદ્ધશસ્ત્રો, નાની ઢાલો, મોટી ઢાલો, ધનુષ્યો, તીરો, હાથભાલા તથા ધનુષ્યોને અગ્નિથી સળગાવી દેશે અને તેઓ તેને સાત વરસ સુધી બાળશે.
那時住在以色列各城的人必要出來,點火焚燒武器:有大小盾牌、弓、箭、槍和茅;他們將用來燒火,七年之久。
10 ૧૦ તેઓ વનમાંથી લાકડાં ભેગાં કરશે નહિ અને જંગલમાંથી કાપી લાવશે નહિ, તેઓ હથિયારો બાળશે; તેઓને લૂંટનારાઓને તેઓ લૂટશે અને પાયમાલ કરનારાઓને પાયમાલ કરશે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
他們不必到田間拾柴,也不必到林中伐木,因為也武器可作柴燒;他們還要搶奪那些搶奪過他們的人,劫掠那些劫掠過他們的人──吾主上主的斷語──
11 ૧૧ તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે.
在那一天,我要在以色列把一出名的地方,即死海以東阿巴陵山谷,給哥格作墳地;這山谷使過路的人止步,哥格和他的一切軍隊要埋在那裏,因此人叫那地方為『哥格群眾谷。』
12 ૧૨ વળી દરેકને દફનાવતાં તથા દેશને શુદ્ધ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.
以色列家族埋葬他們,為清除此地,要費時七個月。
13 ૧૩ કેમ કે દેશના સર્વ લોકો તેઓને દફનાવશે; પ્રભુ યહોવાહ કહે છે કે, જ્યારે હું મહિમાવાન થઈશ.’ ત્યારે તે દિવસ તેઓના માટે યાદગાર દિવસ થશે.
那地方的全體百姓都要埋葬他們。在我顯示光榮的日子,為他們也要光榮──吾主上主的斷語──
14 ૧૪ ‘તેઓ અમુક માણસોને જુદા કરશે, ત્યાં થઈને જનારાઓના જ મૃતદેહો પૃથ્વીની સપાટી પર રહી ગયા હોય તેઓને દફનાવીને દેશને સર્વત્ર શુદ્ધ કરે. તેઓ આ કાર્ય સાત મહિના પછી કરે.
他們還要派定一些人不斷巡邏那地,尋找在那地方遺留下的屍體,為清除那地;七個月之後它們仍繼續尋找。
15 ૧૫ દેશમાં સર્વત્ર ફરનારા માણસો જો કોઈ મનુષ્યનું હાડકું જુએ તો તેમણે હાડકા પર ચિહ્ન કરવું, પછી કબર ખોદનારાઓ આવીને તેને હામોન ગોગની ખીણમાં દફનાવી દે.
過路的人經過那地的時候,若發見一個人的骨骸,就在他旁邊放一個記號,等待埋葬的人將他埋葬在『哥格群眾谷。』
16 ૧૬ ત્યાં જે નગર છે તે હામોનાહ કહેવાશે. આમ તેઓ દેશને શુદ્ધ કરશે.
那裏有一座城,要叫哈摩納。他們就這樣清除了那地。
17 ૧૭ હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, “તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.
吾主上主這樣說:人子,你要向各種飛鳥,各樣野獸說:你們應集合前來,從四方來參加我給你們在以色列山上所準備的隆重祭餐,你們要吃肉飲血。
18 ૧૮ તમે યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના સરદારોનું લોહી પીઓ; મેંઢાંઓનું, હલવાનોનું, બકરાઓનું તથા બળદોનું લોહી પણ પીઓ. તેઓ બાશાનનાં પુષ્ટ પશુઓ છે.
你們要吃將士的肉,飲各地王侯的血;還有山羊、綿羊、公山羊、牛犢,都是巴商的肥畜。
19 ૧૯ જે બલિદાન મેં તમારે સારું કર્યું છે, તેની ચરબી તમે તૃપ્ત થાઓ ત્યાં સુધી ખાઓ; જ્યાં સુધી નશો ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ.
你們要在我給你們準備的祭餐中,吃肉吃到飽,飲血飲到醉。
20 ૨૦ તમે મારા જમણમાં ઘોડાઓ, રથો, શૂરવીર તથા દરેક યોદ્ધાઓથી તૃપ્ત થશો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
你們在我的宴席上要飽食馬肉,戰馬、將士和所有軍人的肉──吾主上主的斷語。
21 ૨૧ ‘હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
我要在異民中顯示我的光榮,萬民要看見我所施行的懲罰,看見是我舉手打擊了他們。
22 ૨૨ તે દિવસથી ઇઝરાયલી લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
從那天起,以色列家族必要承認我,上主是他們的天主。
23 ૨૩ બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલી લોકો જેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓ તેઓના અન્યાયને લીધે બંદીવાસમાં જશે, તેથી હું મારું મુખ તેઓનાથી અવળું ફેરવીશ અને તેઓને તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ જેથી તેઓ બધા તલવારથી માર્યા જાય.
異民也要知道以色列家族充軍,是為了他們的罪惡,因為他們違背了我,我遂掩面不顧他們,把他們交在敵人手中,全都喪身刀下。
24 ૨૪ તેઓની અશુદ્ધતા તથા પાપોને પ્રમાણે મેં તેઓની સાથે કર્યું અને તેઓનાથી મેં મારું મુખ અવળું ફેરવ્યું.’”
我按他們的罪過和惡行對待了他們,掩面不看他們。
25 ૨૫ માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: હું યાકૂબની હાલત ફેરવી નાખીશ, ઇઝરાયલી લોકો પર કરુણા કરીશ, હું મારા પવિત્ર નામ વિષે આવેશી થઈશ.
為此吾主上主這樣說:現今我要轉變雅各伯的命運,憐恤以色列家族。為我的聖名而大發妒火。
26 ૨૬ તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.
當他們安居在自己的地域中,沒有人來驚擾時,他們將忘記自己的恥辱和違背我所犯的一切抗命之罪。
27 ૨૭ જ્યારે હું તેઓને પ્રજાઓ મધ્યેથી પાછા લાવીશ અને તેઓને તેઓના શત્રુઓના દેશમાંથી ભેગા કરીશ, ત્યારે હું સર્વ પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઈશ.
當我從各民族中把他們領回,從他們敵人的地方聚集他們,在眾異民眼前,在他們身上顯聖時,
28 ૨૮ ત્યારે મારા લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું, કેમ કે, મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા હતા અને હું તેઓને પોતાના દેશમાં ભેગા કરીને પાછો લાવ્યો. હું કોઈને પડતા મૂકીશ નહિ.
他們必承認我上主是他們的天主,因為我將他們放逐於異民之中以後,又把他們聚集到自己的地方,一個也沒有留在異民中。
29 ૨૯ હું ઇઝરાયલી લોકો પર મારો આત્મા રેડીશ. તે પછી ફરી કદી તેઓનાથી મારું મુખ અવળું ફેરવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”
我不再掩面不看他們,因為我將我的神已傾注於以色列家族──吾主上主的斷語。」

< હઝકિયેલ 39 >