< હઝકિયેલ 38 >

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
וַיְהִ֥י דְבַר־יְהוָ֖ה אֵלַ֥י לֵאמֹֽר׃
2 “હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે મેશેખ તથા તુબાલનો મુખ્ય સરદાર છે તેની તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
בֶּן־אָדָ֗ם שִׂ֤ים פָּנֶ֙יךָ֙ אֶל־גּוֹג֙ אֶ֣רֶץ הַמָּג֔וֹג נְשִׂ֕יא רֹ֖אשׁ מֶ֣שֶׁךְ וְתֻבָ֑ל וְהִנָּבֵ֖א עָלָֽיו׃
3 તેને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
וְאָ֣מַרְתָּ֔ כֹּ֥ה אָמַ֖ר אֲדֹנָ֣י יְהוִ֑ה הִנְנִ֤י אֵלֶ֙יךָ֙ גּ֔וֹג נְשִׂ֕יא רֹ֖אשׁ מֶ֥שֶׁךְ וְתֻבָֽל׃
4 હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ,
וְשׁ֣וֹבַבְתִּ֔יךָ וְנָתַתִּ֥י חַחִ֖ים בִּלְחָיֶ֑יךָ וְהוֹצֵאתִי֩ אוֹתְךָ֨ וְאֶת־כָּל־חֵילֶ֜ךָ סוּסִ֣ים וּפָרָשִׁ֗ים לְבֻשֵׁ֤י מִכְלוֹל֙ כֻּלָּ֔ם קָהָ֥ל רָב֙ צִנָּ֣ה וּמָגֵ֔ן תֹּפְשֵׂ֥י חֲרָב֖וֹת כֻּלָּֽם׃
5 તેઓની સાથે ઇરાન, કૂશ તથા પૂટના માણસો બધા ઢાલ તથા ટોપથી સજ્જ છે.
פָּרַ֛ס כּ֥וּשׁ וּפ֖וּט אִתָּ֑ם כֻּלָּ֖ם מָגֵ֥ן וְכוֹבָֽע׃
6 ગોમેર તથા તેના સર્વ સૈનિકો, ઉત્તરનો ઘણો દૂરનો ભાગ બેથ તોગાર્મા તથા તેનું આખું સૈન્ય! ઘણાં લોકો પણ તારી સાથે છે તે બધાંને હું બહાર કાઢીશ.
גֹּ֚מֶר וְכָל־אֲגַפֶּ֔יהָ בֵּ֚ית תּֽוֹגַרְמָ֔ה יַרְכְּתֵ֥י צָפ֖וֹן וְאֶת־כָּל־אֲגַפָּ֑יו עַמִּ֥ים רַבִּ֖ים אִתָּֽךְ׃
7 તૈયારી કર, હા, તું તથા તારી સાથે એકત્ર થયા છે તેઓને તૈયાર કરીને, તું તેઓનો સેનાપતિ થા.
הִכֹּן֙ וְהָכֵ֣ן לְךָ֔ אַתָּ֕ה וְכָל־קְהָלֶ֖ךָ הַנִּקְהָלִ֣ים עָלֶ֑יךָ וְהָיִ֥יתָ לָהֶ֖ם לְמִשְׁמָֽר׃
8 લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે!
מִיָּמִ֣ים רַבִּים֮ תִּפָּקֵד֒ בְּאַחֲרִ֨ית הַשָּׁנִ֜ים תָּב֣וֹא ׀ אֶל־אֶ֣רֶץ ׀ מְשׁוֹבֶ֣בֶת מֵחֶ֗רֶב מְקֻבֶּ֙צֶת֙ מֵעַמִּ֣ים רַבִּ֔ים עַ֚ל הָרֵ֣י יִשְׂרָאֵ֔ל אֲשֶׁר־הָי֥וּ לְחָרְבָּ֖ה תָּמִ֑יד וְהִיא֙ מֵעַמִּ֣ים הוּצָ֔אָה וְיָשְׁב֥וּ לָבֶ֖טַח כֻּלָּֽם׃
9 તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.
וְעָלִ֙יתָ֙ כַּשֹּׁאָ֣ה תָב֔וֹא כֶּעָנָ֛ן לְכַסּ֥וֹת הָאָ֖רֶץ תִּֽהְיֶ֑ה אַתָּה֙ וְכָל־אֲגַפֶּ֔יךָ וְעַמִּ֥ים רַבִּ֖ים אוֹתָֽךְ׃ ס
10 ૧૦ પ્રભુ યહોવાહ આમ કહે છે; તે સમયે તારા મનમાં કેટલાક વિચારો આવશે અને તું દુષ્ટ યોજના યોજીને.’
כֹּ֥ה אָמַ֖ר אֲדֹנָ֣י יְהוִ֑ה וְהָיָ֣ה ׀ בַּיּ֣וֹם הַה֗וּא יַעֲל֤וּ דְבָרִים֙ עַל־לְבָבֶ֔ךָ וְחָשַׁבְתָּ֖ מַחֲשֶׁ֥בֶת רָעָֽה׃
11 ૧૧ તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.
וְאָמַרְתָּ֗ אֶֽעֱלֶה֙ עַל־אֶ֣רֶץ פְּרָז֔וֹת אָבוֹא֙ הַשֹּׁ֣קְטִ֔ים יֹשְׁבֵ֖י לָבֶ֑טַח כֻּלָּ֗ם יֹֽשְׁבִים֙ בְּאֵ֣ין חוֹמָ֔ה וּבְרִ֥יחַ וּדְלָתַ֖יִם אֵ֥ין לָהֶֽם׃
12 ૧૨ કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.
לִשְׁלֹ֥ל שָׁלָ֖ל וְלָבֹ֣ז בַּ֑ז לְהָשִׁ֨יב יָדְךָ֜ עַל־חֳרָב֣וֹת נוֹשָׁבֹ֗ת וְאֶל־עַם֙ מְאֻסָּ֣ף מִגּוֹיִ֔ם עֹשֶׂה֙ מִקְנֶ֣ה וְקִנְיָ֔ן יֹשְׁבֵ֖י עַל־טַבּ֥וּר הָאָֽרֶץ׃
13 ૧૩ શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, ‘શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?’”
שְׁבָ֡א וּ֠דְדָן וְסֹחֲרֵ֨י תַרְשִׁ֤ישׁ וְכָל־כְּפִרֶ֙יהָ֙ יֹאמְר֣וּ לְךָ֔ הֲלִשְׁלֹ֤ל שָׁלָל֙ אַתָּ֣ה בָ֔א הֲלָבֹ֥ז בַּ֖ז הִקְהַ֣לְתָּ קְהָלֶ֑ךָ לָשֵׂ֣את ׀ כֶּ֣סֶף וְזָהָ֗ב לָקַ֙חַת֙ מִקְנֶ֣ה וְקִנְיָ֔ן לִשְׁלֹ֖ל שָׁלָ֥ל גָּדֽוֹל׃ ס
14 ૧૪ તેથી હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને ગોગને કહે, પ્રભુ યહોવાહ કહે છે: જ્યારે મારા ઇઝરાયલી લોકો સુરક્ષિત રહેશે, તે દિવસે તને ખબર નહિ પડે.
לָכֵן֙ הִנָּבֵ֣א בֶן־אָדָ֔ם וְאָמַרְתָּ֣ לְג֔וֹג כֹּ֥ה אָמַ֖ר אֲדֹנָ֣י יְהוִ֑ה הֲל֣וֹא ׀ בַּיּ֣וֹם הַה֗וּא בְּשֶׁ֨בֶת עַמִּ֧י יִשְׂרָאֵ֛ל לָבֶ֖טַח תֵּדָֽע׃
15 ૧૫ તું ઉત્તરના સૌથી દૂર આવેલા સ્થાનેથી આવશે, તું તથા મોટું સૈન્ય, સર્વ ઘોડેસવાર મોટો સમુદાય થઈને તથા મોટું સૈન્ય બનીને આવશે.
וּבָ֤אתָ מִמְּקֽוֹמְךָ֙ מִיַּרְכְּתֵ֣י צָפ֔וֹן אַתָּ֕ה וְעַמִּ֥ים רַבִּ֖ים אִתָּ֑ךְ רֹכְבֵ֤י סוּסִים֙ כֻּלָּ֔ם קָהָ֥ל גָּד֖וֹל וְחַ֥יִל רָֽב׃
16 ૧૬ તું મારા ઇઝરાયલી લોકો ઉપર દેશને ઢાંકી દેનાર વાદળની જેમ ચઢી આવશે. પાછલા દિવસોમાં હું તને મારા દેશની વિરુદ્ધ મોકલીશ, ત્યારે ગોગ મારી પવિત્રતા જોશે અને પ્રજાઓ મને જાણશે.
וְעָלִ֙יתָ֙ עַל־עַמִּ֣י יִשְׂרָאֵ֔ל כֶּֽעָנָ֖ן לְכַסּ֣וֹת הָאָ֑רֶץ בְּאַחֲרִ֨ית הַיָּמִ֜ים תִּֽהְיֶ֗ה וַהֲבִאוֹתִ֙יךָ֙ עַל־אַרְצִ֔י לְמַעַן֩ דַּ֨עַת הַגּוֹיִ֜ם אֹתִ֗י בְּהִקָּדְשִׁ֥י בְךָ֛ לְעֵינֵיהֶ֖ם גּֽוֹג׃ ס
17 ૧૭ પ્રભુ યહોવાહ આમ કહે છે: મારા સેવકો, ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે એવું ભવિષ્ય કહેતા હતા કે વર્ષો સુધી હું તને તેઓના પર આક્રમણ કરાવીશ, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તેઓમાંનો તું એક નથી?
כֹּֽה־אָמַ֞ר אֲדֹנָ֣י יְהוִ֗ה הַֽאַתָּה־ה֨וּא אֲשֶׁר־דִּבַּ֜רְתִּי בְּיָמִ֣ים קַדְמוֹנִ֗ים בְּיַד֙ עֲבָדַי֙ נְבִיאֵ֣י יִשְׂרָאֵ֔ל הַֽנִּבְּאִ֛ים בַּיָּמִ֥ים הָהֵ֖ם שָׁנִ֑ים לְהָבִ֥יא אֹתְךָ֖ עֲלֵיהֶֽם׃ ס
18 ૧૮ યહોવાહ મારા પ્રભુ કહે છે: તે દિવસે, જ્યારે ગોગ ઇઝરાયલ પર હુમલો કરશે, ત્યારે મારા રોષનો ધુમાડો ઊંચે ચઢીને મારા નસકોરામાં પેસશે.
וְהָיָ֣ה ׀ בַּיּ֣וֹם הַה֗וּא בְּי֨וֹם בּ֥וֹא גוֹג֙ עַל־אַדְמַ֣ת יִשְׂרָאֵ֔ל נְאֻ֖ם אֲדֹנָ֣י יְהוִ֑ה תַּעֲלֶ֥ה חֲמָתִ֖י בְּאַפִּֽי׃
19 ૧૯ મારા રોષમાં તથા મારા ક્રોધાગ્નિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ધરતીકંપ થશે.
וּבְקִנְאָתִ֥י בְאֵשׁ־עֶבְרָתִ֖י דִּבַּ֑רְתִּי אִם־לֹ֣א ׀ בַּיּ֣וֹם הַה֗וּא יִֽהְיֶה֙ רַ֣עַשׁ גָּד֔וֹל עַ֖ל אַדְמַ֥ת יִשְׂרָאֵֽל׃
20 ૨૦ સમુદ્રની માછલીઓ, આકાશના પક્ષીઓ, જંગલનાં પશુઓ તથા પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરનાં બધાં માણસો મારી આગળ ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે અને ખડકો ધસી પડશે અને ભીંત પડીને જમીનદોસ્ત થઈ જશે.
וְרָעֲשׁ֣וּ מִפָּנַ֡י דְּגֵ֣י הַיָּם֩ וְע֨וֹף הַשָּׁמַ֜יִם וְחַיַּ֣ת הַשָּׂדֶ֗ה וְכָל־הָרֶ֙מֶשׂ֙ הָרֹמֵ֣שׂ עַל־הָֽאֲדָמָ֔ה וְכֹל֙ הָֽאָדָ֔ם אֲשֶׁ֖ר עַל־פְּנֵ֣י הָאֲדָמָ֑ה וְנֶהֶרְס֣וּ הֶהָרִ֗ים וְנָֽפְלוּ֙ הַמַּדְרֵג֔וֹת וְכָל־חוֹמָ֖ה לָאָ֥רֶץ תִּפּֽוֹל׃
21 ૨૧ કેમ કે હું તલવારને આજ્ઞા આપીને મારા સર્વ પર્વતો પર તેની વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભુ યહોવાહ કહે છે; ‘દરેક માણસની તલવાર તેના ભાઈની વિરુદ્ધ થશે.
וְקָרָ֨אתִי עָלָ֤יו לְכָל־הָרַי֙ חֶ֔רֶב נְאֻ֖ם אֲדֹנָ֣י יְהוִ֑ה חֶ֥רֶב אִ֖ישׁ בְּאָחִ֥יו תִּֽהְיֶֽה׃
22 ૨૨ હું મરકી, લોહી, પૂર તથા અગ્નિના કરાથી તેને શિક્ષા કરીશ. હું તેની ઉપર તેના સૈન્ય ઉપર, તેની સાથેના બધા લોકો ઉપર ગંધક વરસાવીશ.
וְנִשְׁפַּטְתִּ֥י אִתּ֖וֹ בְּדֶ֣בֶר וּבְדָ֑ם וְגֶ֣שֶׁם שׁוֹטֵף֩ וְאַבְנֵ֨י אֶלְגָּבִ֜ישׁ אֵ֣שׁ וְגָפְרִ֗ית אַמְטִ֤יר עָלָיו֙ וְעַל־אֲגַפָּ֔יו וְעַל־עַמִּ֥ים רַבִּ֖ים אֲשֶׁ֥ר אִתּֽוֹ׃
23 ૨૩ “હું મારું માહાત્મય તથા મારી પવિત્રતા બતાવીશ અને ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
וְהִתְגַּדִּלְתִּי֙ וְהִתְקַדִּשְׁתִּ֔י וְנ֣וֹדַעְתִּ֔י לְעֵינֵ֖י גּוֹיִ֣ם רַבִּ֑ים וְיָדְע֖וּ כִּֽי־אֲנִ֥י יְהוָֽה׃ ס

< હઝકિયેલ 38 >