< હઝકિયેલ 37 >

1 યહોવાહનો હાથ મારા પર આવ્યો, તે યહોવાહના આત્મા દ્વારા મને બહાર લઈ ગયો, મને નીચે એક ખીણમાં મૂક્યો, તે ખીણ હાડકાંથી ભરેલી હતી.
Na Awurade nsa wɔ me so na ɔde ne Honhom faa me fii adi de me besii obon no mfimfini, na nnompe ayɛ no ma.
2 તેમણે મને તે હાડકાંની આજુબાજુ ફેરવ્યો, જુઓ, ખીણમાં તે ઘણાં બધાં હતાં. તેઓ ઘણાં સૂકાં હતાં.
Ɔde me dii akɔneaba wɔ mu na mihuu nnompe bebree wɔ obon no ase, nnompe a ɛho akokwaw.
3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં ફરીથી જીવિત થશે?” તેથી મેં કહ્યું, “પ્રભુ યહોવાહ, તમે એકલા જ જાણો છો!”
Obisaa me se, “Onipa ba, saa nnompe yi betumi anya nkwa ana?” Mekae se, “Otumfo Awurade, wo nko ara na wunim.”
4 તેણે મને કહ્યું, “તું આ હાડકાંઓને ભવિષ્યવાણી કરીને તેમને કહે. ‘હે સૂકાં હાડકાંઓ, તમે યહોવાહનું વચન સાંભળો.
Afei ɔka kyerɛɛ me se, “Hyɛ nkɔm wɔ nnompe yi ho na ka kyerɛ wɔn se, ‘Nnompe a mo ho akokwaw, muntie Awurade asɛm!
5 પ્રભુ યહોવાહ આ હાડકાંઓને કહે છે: “જુઓ, ‘હું તમારામાં આત્મા મૂકીશ અને તમે જીવતા થશો.
Sɛɛ na Otumfo Awurade ka kyerɛ saa nnompe yi: Mɛma ɔhome aba mo mu na mubenya nkwa.
6 હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”
Mɛma ntin abesuso mo mu, na mede nam agu mo so na mede were akata mo ho. Mede ɔhome begu mo mu na moaba nkwa mu. Afei mubehu sɛ mene Awurade.’”
7 તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં કર્યું; હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એક અવાજ આવ્યો, ધરતીકંપ થયો. ત્યારે હાડકાં જોડાઈ ગયાં દરેક હાડકું તેને લગતા બીજા હાડકા સાથે જોડાઈ ગયું.
Ɛno nti mehyɛɛ nkɔm sɛnea wɔhyɛɛ me no. Na migu so rehyɛ nkɔm no, nne bi bae, ɔwosow bi, na nnompe no keka bobɔɔ mu, dompe bɛkaa ne dompe ho.
8 હું જોતો હતો, તો જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવી ગયું. અને તેમના પર ચામડી ઢાંકી દેવામાં આવી, પણ હજુ તેમનામાં જીવન આવ્યું ન હતું.
Na mehwɛ huu sɛ ntin baa so, na nam baa ho na were bɛkataa so, nanso na ɔhome biara nni mu.
9 પછી યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું પવનને ભવિષ્યવાણી કર, તું પવનને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે પવન, ચારે દિશામાંથી આવ અને આ મૃતદેહોમાં ફૂંક માર જેથી તેઓ ફરીથી જીવતા થાય.’”
Afei ɔka kyerɛɛ me se: “Hyɛ nkɔm kyerɛ home, hyɛ nkɔm, onipa ba na ka kyerɛ no se, ‘Sɛɛ na Otumfo Awurade se: Ɔhome fi mframa anan no mu bra bɛhome gu saa awufo yi mu na wonnya nkwa.’”
10 ૧૦ તેથી મને આજ્ઞા કરવામાં આવી હતી તે પ્રમાણે મેં ભવિષ્યવાણી કરી; તેમનામાં શ્વાસ આવ્યો અને તેઓ જીવતાં થયાં. બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભાં થયાં.
Enti mehyɛɛ nkɔm sɛnea ɔhyɛɛ me no, na ɔhome hyɛn wɔn mu; na nkwa baa wɔn mu ma wɔsɔre gyinagyinaa wɔn anan so, dɔm kɛse pa ara.
11 ૧૧ અને પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.’
Afei ɔka kyerɛɛ me se, “Onipa ba, saa nnompe yi yɛ Israelfi nyinaa. Wɔka se: ‘Yɛn nnompe ho akokwaw na yɛn anidaso asa, wɔatwa yɛn agu korakora.’
12 ૧૨ તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, ‘હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.
Ɛno nti hyɛ nkɔm na ka kyerɛ wɔn se: ‘Sɛɛ na Otumfo Awurade se: Me nkurɔfo, merebebuebue mo nna na mayiyi mo afi mu apue. Mede mo bɛsan aba Israel asase so.
13 ૧૩ હે મારા લોક, હું તમારી કબરો ખોલીને તમને બહાર કાઢી લાવીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Afei mo, me nkurɔfo, sɛ mibuebue mo nna na miyiyi mo fi mu a, mubehu sɛ mene Awurade no.
14 ૧૪ હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવતા થશો, તમે તમારા પોતાના દેશમાં આરામ પામશો, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. હું બોલ્યો છું અને તે કરીશ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
Mede me Honhom bɛhyɛ mo mu na mubenya nkwa, na mede mo bɛtena mo ankasa asase so. Afei mubehu sɛ me, Awurade na makasa na mayɛ nso, Awurade asɛm ni.’”
15 ૧૫ પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Awurade asɛm baa me nkyɛn se:
16 ૧૬ “હવે, હે મનુષ્યપુત્ર, તારા માટે એક લાકડી લે અને તેના પર લખ કે; ‘યહૂદિયાના લોકો માટે તથા તેના સાથી ઇઝરાયલી લોકો માટે. પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, ‘એફ્રાઇમની ડાળી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલી લોકોને માટે.’
“Onipa ba, fa dua na kyerɛw ho se, ‘Yuda ne Israelfo a wɔka ne ho de.’ Afei fa dua foforo na kyerɛw ho se, ‘Efraim dua a ɛyɛ Yosef ne Israelfi a wɔka ne ho nyinaa de.’
17 ૧૭ પછી તેઓ બન્નેને જોડીને એક લાકડી બનાવ એટલે તેઓ તારા હાથમાં એક જ લાકડી થઈ જાય.
Ka abien no bɔ mu na ɛnyɛ dua baako wɔ wo nsam.
18 ૧૮ તારા લોકો તારી સાથે વાત કરીને તને પૂછે કે, તું એ લાકડીઓ વડે શું દર્શાવવા માગે છે તે શું તું અમને નહિ કહે?
“Sɛ wo nkurɔfo ka se, worenkyerɛ yɛn nea wode eyi kyerɛ ana a,
19 ૧૯ ત્યારે તેઓને કહેજે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: જુઓ, એફ્રાઇમના હાથમાં જે યૂસફની ડાળી છે તેને તથા તેના સાથી જે ઇઝરાયલના કુળ છે તેને હું લઈશ અને તેમને યહૂદિયાની ડાળી સાથે જોડીને, એક ડાળી બનાવીશ, તેઓ મારા હાથમાં એક થઈ જશે.’
ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Otumfo Awurade se: Merebɛfa Yosef dua a ɛhyɛ Efraim ne Israel mmusuakuw a wɔka ne ho no nsa, na mede abɔ Yuda dua no mu ayɛ abien no baako, na wɔbɛyɛ baako wɔ me nsam.’
20 ૨૦ જે લાકડીઓ પર તું લખે છે તેમના તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.
Ma nnua a woakyerɛkyerɛw ho no so kyerɛ wɔn
21 ૨૧ પછી તેઓને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલી લોકો ગયા છે ત્યાંથી હું તેઓને લઈશ. હું તેઓને આસપાસના દેશોમાંથી એકત્ર કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછા લાવીશ.
na ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Otumfo Awurade se: Meyi Israelfo afi amanaman a wɔakɔ so no so. Mɛboaboa wɔn ano afi mmaa nyinaa na mede wɔn asan aba wɔn ankasa asase so.
22 ૨૨ હું તેઓને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વત પર એક પ્રજા બનાવીશ; તે બધાનો એક રાજા થશે. તેઓ ફરી કદી બે પ્રજા થશે નહિ; તેઓ ફરી કદી બે રાજ્યોમાં વહેંચાશે નહિ.
Mɛyɛ wɔn ɔman baako wɔ asase no so wɔ Israel mmepɔw so. Ɔhene baako bedi wɔn nyinaa so na wɔrenyɛ aman abien bio, na wɔrenkyɛ mu nyɛ wɔn ahenni abien.
23 ૨૩ તેઓ ફરી કદી પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓથી, કે તેઓનાં કોઈ પણ પાપોથી પોતાને અપવિત્ર કરશે નહિ. કેમ કે હું તેઓને તેઓનાં સર્વ અવિશ્વાસી કાર્યો કે જેનાથી તેઓએ પાપ કર્યું તેનાથી બચાવી લઈશ, હું તેઓને શુદ્ધ કરીશ, ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
Wɔremfa wɔn ahoni ne nsɛsode tantan no, anaasɛ wɔn nnebɔne no mu bi ngu wɔn ho fi bio, na megye wɔn nkwa afi wɔn akyirisan bɔne mu na mɛtew wɔn ho. Wɔbɛyɛ me nkurɔfo na mayɛ wɔn Nyankopɔn.
24 ૨૪ મારો સેવક દાઉદ તેઓનો રાજા થશે. તે જ બધાનો એક પાળક થશે, તેઓ મારી આજ્ઞાઓ અનુસાર ચાલશે, મારા વિધિઓ પાળશે અને તેમનું પાલન કરશે.
“‘Me somfo Dawid bedi wɔn so hene na wɔn nyinaa benya oguanhwɛfo baako. Wobedi me mmara so na wɔahwɛ mʼahyɛde ayɛ.
25 ૨૫ વળી મારા સેવક યાકૂબને મેં જે દેશ આપ્યો હતો અને જેમાં તમારા પૂર્વજો રહેતા હતા તેમાં તેઓ રહેશે. તેઓ તથા તેઓનાં સંતાનો અને તેઓનાં સંતાનોના સંતાન તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.
Wɔbɛtena asase a mede maa me somfo Yakob, asase a mo agyanom tenaa so. Wɔne wɔn mma ne wɔn mma mma bɛtena hɔ afebɔɔ, na me somfo Dawid bɛyɛ wɔn birɛmpɔn afebɔɔ.
26 ૨૬ હું તેઓની સાથે શાંતિનો કરાર સ્થાપીશ. તે તેઓની સાથે સદાનો કરાર થશે. હું તેઓને લઈને તેમની વૃદ્ધિ કરીશ અને તેઓની મધ્યે સદાને માટે મારું પવિત્રસ્થાન સ્થાપીશ.
Me ne wɔn bɛyɛ asomdwoe apam, ɛbɛyɛ apam a ɛte hɔ daa. Mɛma wɔatim na mama wɔadɔ na mede me kronkronbea besi wɔn mu afebɔɔ.
27 ૨૭ મારું નિવાસસ્થાન તેઓની સાથે થશે; હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
Me tenabea bɛwɔ wɔn mu, mɛyɛ wɔn Nyankopɔn na wɔayɛ me nkurɔfo.
28 ૨૮ “જ્યારે મારું પવિત્રસ્થાન તેઓ મધ્યે સદાને માટે થશે ત્યારે પ્રજાઓ જાણશે કે, ઇઝરાયલને પવિત્ર કરનાર યહોવાહ હું છું!”
Afei amanaman no behu sɛ me Awurade, me na meyɛ Israel kronkron, bere a me kronkronbea si wɔn mu afebɔɔ no.’”

< હઝકિયેલ 37 >