< હઝકિયેલ 36 >
1 ૧ “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતોને ભવિષ્યવાણી કરીને કહે; હે ઇઝરાયલના પર્વતો યહોવાહનું વચન સાંભળો,
“And you, son of man, prophesy to the mountains of Israel and say: O mountains of Israel, hear the word of the LORD.
2 ૨ પ્રભુ યહોવાહ આમ કહે છે; દુશ્મન તમારે વિષે “વાહ, વાહ” કહે છે અને “આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા કબ્જામાં છે.’
This is what the Lord GOD says: Because the enemy has said of you, ‘Aha! The ancient heights have become our possession,’
3 ૩ માટે ભવિષ્યવાણી કરીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.
therefore prophesy and declare that this is what the Lord GOD says: Because they have made you desolate and have trampled you on every side, so that you became a possession of the rest of the nations and were taken up in slander by the lips of their talkers,
4 ૪ માટે, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પર્વતો તથા ઊંચી ટેકરીઓ, ઝરણાં તથા ખીણો, ઉજ્જડ મેદાનો તથા તજી દેવાયેલાં નગરો જે તેઓની આસપાસની પ્રજાઓને લૂંટ તથા હાંસીરૂપ થઈ પડ્યાં છે, તેઓને પ્રભુ યહોવાહ એમ કહે છે,
therefore, O mountains of Israel, hear the word of the Lord GOD. This is what the Lord GOD says to the mountains and hills, to the ravines and valleys, to the desolate ruins and abandoned cities, which have become a spoil and a mockery to the rest of the nations around you.
5 ૫ માટે પ્રભુ યહોવાહ કહે છે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ જેઓએ દ્રેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હૃદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ હું નક્કી ઈર્ષ્યાના આવેશથી બોલ્યો છું.
Therefore this is what the Lord GOD says: Surely in My burning zeal I have spoken against the rest of the nations, and against all Edom, who took My land as their own possession with wholehearted joy and utter contempt, so that its pastureland became plunder.
6 ૬ તેથી ઇઝરાયલ દેશ વિષે ભવિષ્યવાણી કર અને ઇઝરાયલના પર્વતોને તથા ઊંચી ટેકરીઓને, ખીણોને તથા ઝરણાંને કહે કે: પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ! તમે પ્રજાઓનું અપમાન સહન કર્યું છે, માટે હું મારા ક્રોધમાં તથા રોષમાં બોલ્યો છું.
Therefore, prophesy concerning the land of Israel and tell the mountains and hills, the ravines and valleys, that this is what the Lord GOD says: Behold, I have spoken in My burning zeal because you have endured the reproach of the nations.
7 ૭ માટે પ્રભુ યહોવાહ આમ કહે છે, મેં સમ ખાઈને કહ્યું કે જે પ્રજાઓ તારી આસપાસની છે તેઓને નિશ્ચે મહેણાં મારવામાં આવશે.
Therefore this is what the Lord GOD says: I have sworn with an uplifted hand that surely the nations around you will endure reproach of their own.
8 ૮ પણ, હે ઇઝરાયલના પર્વતો, તમારાં વૃક્ષોને ડાળીઓ ફુટશે અને તમે મારા ઇઝરાયલી લોકો માટે ફળ આપશો, તેઓ ઉતાવળે તમારી પાસે પાછા આવશે.
But you, O mountains of Israel, will produce branches and bear fruit for My people Israel, for they will soon come home.
9 ૯ કેમ કે જો, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.
For behold, I am on your side; I will turn toward you, and you will be tilled and sown.
10 ૧૦ હું તમારી સાથે ઘણાં માણસોને વસાવીશ, ઇઝરાયલના આખા કુળને, બધાંને હું વસાવીશ. શહેરોમાં ફરી વસ્તી થશે અને ઉજ્જડ જગાઓ ફરી બાંધવામાં આવશે.
I will multiply the people upon you—the house of Israel in its entirety. The cities will be inhabited and the ruins rebuilt.
11 ૧૧ હું તમારી સાથે મનુષ્યોની તથા પશુઓની વસ્તી વધારીશ, તેઓ ફળદ્રુપ થશે. હું તમને તમારી અગાઉની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ભૂતકાળમાં તમે જે કર્યું તેના કરતાં હું તમને વધારે સમૃદ્ધ બનાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
I will fill you with people and animals, and they will multiply and be fruitful. I will make you as inhabited as you once were, and I will make you prosper more than before. Then you will know that I am the LORD.
12 ૧૨ હું માણસોને, મારા ઇઝરાયલી લોકોને તમારા પર ચઢાઈ કરાવીશ. તેઓ તમારો કબજો કરશે અને તમે તેઓનો વારસો થશો, હવે પછી કદી તમે તેઓનાં સંતાનોને મારશો નહિ.
Yes, I will cause My people Israel to walk upon you; they will possess you, and you will be their inheritance, and you will no longer deprive them of their children.
13 ૧૩ પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે તેઓ તને કહે છે, “તમે લોકોનો નાશ કરશો, તારી પ્રજાનાં સંતાનો મરી જશે,”
For this is what the Lord GOD says: Because people say to you, ‘You devour men and deprive your nation of its children,’
14 ૧૪ માટે હવે તું મનુષ્યોનો નાશ કરીશ નહિ, તારી પ્રજાને તેઓનાં સંતાનોના મૃત્યુને કારણે શોકિત કરીશ નહિ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
therefore you will no longer devour men or deprive your nation of its children, declares the Lord GOD.
15 ૧૫ હવે પછી હું તને કદી પ્રજાઓનું અપમાન સાંભળવા દઈશ નહિ; તું ફરી કદી લોકોની નિંદાને સહન કરીશ નહિ કે તારી પ્રજાને ફરીથી કદી ઠોકર ખવડાવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
I will no longer allow the taunts of the nations to be heard against you, and you will no longer endure the reproach of the peoples or cause your nation to stumble, declares the Lord GOD.”
16 ૧૬ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Again the word of the LORD came to me, saying,
17 ૧૭ “હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં.
“Son of man, when the people of Israel lived in their land, they defiled it by their own ways and deeds. Their behavior before Me was like the uncleanness of a woman’s impurity.
18 ૧૮ તેઓએ જે લોહી દેશ પર વહેવડાવ્યું હતું તેને લીધે તથા તેઓએ તેને પોતાની મૂર્તિઓ વડે અશુદ્ધ કર્યો હતો. તેથી મેં મારો રોષ તેઓ પર રેડ્યો.
So I poured out My wrath upon them because of the blood they had shed on the land, and because they had defiled it with their idols.
19 ૧૯ મેં તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા; તેઓ આખા દેશમાં વિખેરાઈ ગયા. હું તેઓનાં આચરણ તથા કૃત્યો પ્રમાણે ન્યાય કરીશ.
I dispersed them among the nations, and they were scattered throughout the lands. I judged them according to their ways and deeds.
20 ૨૦ પછી તેઓ પ્રજાઓમાં ગયા. જ્યાં જ્યાં તેઓ ગયા, ત્યાં તેઓએ મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, લોકો તેઓ વિષે કહેતા હતા કે, ‘શું આ ખરેખર યહોવાહના લોકો છે? કેમ કે તેઓ પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.’
And wherever they went among the nations, they profaned My holy name, because it was said of them, ‘These are the people of the LORD, yet they had to leave His land.’
21 ૨૧ ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં ગયા ત્યાં તેઓએ મારા નામને અશુદ્ધ કર્યું છે, માટે હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું.
But I had concern for My holy name, which the house of Israel had profaned among the nations to which they had gone.
22 ૨૨ માટે તું ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલી લોકો, હું તમારી ખાતર આ કરતો નથી, પણ મારા પવિત્ર નામની ખાતર કરું છું, જે જે પ્રજાઓમાં તમે ગયા હતા તેઓની વચ્ચે તમે મારા નામને અશુદ્ધ કર્યું છે.
Therefore tell the house of Israel that this is what the Lord GOD says: It is not for your sake that I will act, O house of Israel, but for My holy name, which you profaned among the nations to which you went.
23 ૨૩ કેમ કે તમે મારા મહાન પવિત્ર નામને, પ્રજાઓમાં અપવિત્ર કર્યું છે, હા પ્રજાઓમાં તેને અપવિત્ર કર્યું છે. યહોવાહ કહે છે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું.
I will show the holiness of My great name, which has been profaned among the nations—the name you have profaned among them. Then the nations will know that I am the LORD, declares the Lord GOD, when I show My holiness in you before their eyes.
24 ૨૪ હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ.
For I will take you from among the nations and gather you out of all the countries, and I will bring you back into your own land.
25 ૨૫ હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.
I will also sprinkle clean water on you, and you will be clean. I will cleanse you from all your impurities and all your idols.
26 ૨૬ હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ.
I will give you a new heart and put a new spirit within you; I will remove your heart of stone and give you a heart of flesh.
27 ૨૭ હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમને મારા નિયમો પ્રમાણે ચલાવીશ, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં મૂકશો.
And I will put My Spirit within you and cause you to walk in My statutes and to carefully observe My ordinances.
28 ૨૮ તમારા પૂર્વજોને આપેલા ઇઝરાયલ દેશમાં વસશો. તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.
Then you will live in the land that I gave your forefathers; you will be My people, and I will be your God.
29 ૨૯ કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ.
I will save you from all your uncleanness. I will summon the grain and make it plentiful, and I will not bring famine upon you.
30 ૩૦ હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ.
I will also make the fruit of the trees and the crops of the field plentiful, so that you will no longer bear reproach among the nations on account of famine.
31 ૩૧ ત્યારે તમને તમારાં આચરણો તથા તમારાં કાર્યો જે સારાં નથી તે યાદ આવશે, તમારાં પાપો તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે પોતાને ધિક્કારશો.
Then you will remember your evil ways and wicked deeds, and you will loathe yourselves for your iniquities and abominations.
32 ૩૨ પ્રભુ યહોવાહ કહે છે, હું તમારી ખાતર એ નહિ કરું.’ ‘એ તમે જાણજો. હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણોને કારણે તમે શરમજનક તથા કલંકરૂપ થાઓ.’
It is not for your sake that I will act, declares the Lord GOD—let it be known to you. Be ashamed and disgraced for your ways, O house of Israel!
33 ૩૩ પ્રભુ યહોવાહ કહે છે: ‘તે દિવસે હું તમને તમારા અન્યાયોથી શુદ્ધ કરીશ, હું તમને નગરોમાં વસાવીશ અને ઉજ્જડ જગાઓમાં બાંધીશ.
This is what the Lord GOD says: On the day I cleanse you from all your iniquities, I will cause the cities to be resettled and the ruins to be rebuilt.
34 ૩૪ વળી જે ભૂમિ વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તોપણ તેમાં ફરી ખેડાણ થશે.
The desolate land will be cultivated instead of lying desolate in the sight of all who pass through.
35 ૩૫ ત્યારે તેઓ કહેશે, “આ ભૂમિ વેરાન હતી, પણ તે હમણાં એદનવાડી જેવી થઈ ગઈ છે; ઉજ્જડ તથા વેરાન નગરોની આસપાસ કોટ બાંધેલો છે તથા તેમાં લોકો વસે છે.”
Then they will say, ‘This land that was desolate has become like the garden of Eden. The cities that were once ruined, desolate, and destroyed are now fortified and inhabited.’
36 ૩૬ ત્યારે તારી આસપાસની પ્રજાઓ જાણશે કે હું યહોવાહ છું, મેં ઉજ્જડ નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન જગ્યાઓમાં વાવેતર કર્યું છે. હું યહોવાહ છું. હું તે બોલ્યો છું અને હું તે કરીશ.’”
Then the nations around you that remain will know that I, the LORD, have rebuilt what was destroyed, and I have replanted what was desolate. I, the LORD, have spoken, and I will do it.
37 ૩૭ પ્રભુ યહોવાહ કહે છે: ‘ઇઝરાયલી લોકોની વિનંતી સાંભળીને હું તેઓના માટે આ પ્રમાણે કરીશ, હું તેઓનાં ઘેટાંના ટોળાંની જેમ લોકોની વૃદ્ધિ કરીશ.
This is what the Lord GOD says: Once again I will hear the plea of the house of Israel and do for them this: I will multiply their people like a flock.
38 ૩૮ યજ્ઞના ટોળાની જેમ, ઠરાવેલા પર્વોને સમયે યરુશાલેમમા ટોળાની જેમ, વેરાન નગરો લોકોનાં ટોળાંથી ભરાઈ જશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’”
Like the numerous flocks for sacrifices at Jerusalem during her appointed feasts, so the ruined cities will be filled with flocks of people. Then they will know that I am the LORD.”