< હઝકિયેલ 35 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Ergasii dubbiin Waaqayyoo akkana jedhee gara koo dhufe:
2 ૨ “હે મનુષ્યપુત્ર, સેઈર પર્વત તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર,
“Yaa ilma namaa, fuula kee gara Tulluu Seeʼiiritti deebifadhu; isaan mormuudhaanis raajii dubbadhu;
3 ૩ તેને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે સેઈર પર્વત, હું તારી વિરુદ્ધ છું, હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને વેરાન તથા ત્રાસરૂપ કરીશ.
akkanas jedhiin: ‘Waaqayyo Gooftaan akkana jedha: Yaa Tulluu Seeʼiir ani sitti kaʼeera; ani harka koo sitti hiixadhee onaa fi gatamaa sin godha.
4 ૪ તારાં નગરોને ઉજ્જડ બનાવી દઈશ અને તું તદ્દન વેરાન થઈ જઈશ; ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
Ani magaalaawwan kee nan diiga; atis ni onta. Ergasii akka ani Waaqayyo taʼe ni beekta.
5 ૫ કેમ કે તેં ઇઝરાયલી લોકો સાથે સતત દુશ્મનાવટ રાખી છે. ઇઝરાયલી લોકોની આપત્તિના સમયે, તેઓની મોટી સજાના સમયે, તમે તેઓને તલવારને સ્વાધીન કર્યા છે.
“‘Ati sababii haaloo diinummaa durii garaatti qabatteef bara rakkina isaanii keessa jechuunis yeroo adabbiin isaanii dhuma irra gaʼetti Israaʼeloota dabarsitee goraadeetti kennite;
6 ૬ તેથી પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ’ ‘હું તને રક્તપાત માટે તૈયાર કરીશ, રક્તપાત તારી પાછળ લાગશે. તેં રક્તપાતનો ધિક્કાર કર્યો નથી, માટે રક્તપાત તારી પાછળ લાગશે.
kanaafuu ani jiraataadhaatii, jedha Waaqayyo Gooftaan; ani dhiiga dhangalaasuutti dabarsee sin kenna; ati dhiiga dhangalaasuu jalaa hin baatu. Ati waan dhiiga dhangalaasuu hin jibbineef dhiiga dhangalaasuu jalaa hin baatu.
7 ૭ હું સેઈર પર્વતને વેરાન કરી દઈશ અને ત્યાંથી પસાર થનારા અને પાછા આવનારનો સંહાર કરીશ.
Ani Tulluu Seeʼiir onsee duwwaa nan hambisa; warra dhaquu fi deebiʼu achi irraa nan kuta.
8 ૮ અને હું તેના ડુંગરોને મૃત્યુ પામેલાથી ભરી દઈશ. તારા ડુંગરો, ખીણો તથા તારા ઝરણામાં તલવારથી કતલ થયેલાઓ પડશે.
Ani tulluuwwan kee reeffaan nan guuta; warri goraadeedhaan ajjeefamanis gaarran kee irra, sululawwan kee keessaa fi lageen kee hunda keessa ni ciciisu.
9 ૯ હું તને સદાને માટે વેરાન બનાવી દઈશ. તારા નગરોમાં વસ્તી થશે નહિ, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
Ani bara baraan sin onsa; magaalaawwan kees lafa jireenyaa hin taʼan. Ergasii akka ani Waaqayyo taʼe ni beektu.
10 ૧૦ “જ્યારે યહોવાહ ત્યાં તેઓની સાથે હતા, ત્યારે તમે કહ્યું આ બે પ્રજા તથા આ બે દેશો મારા છે, અમે તેનો કબજો મેળવીશું.
“‘Sababii ati, “Waaqayyo achi jiraatu iyyuu, saboonni lamaan kunneenii fi biyyoonni lamaan kunneen kan koo ni taʼu; nus isaan dhuunfanna” jetteef,
11 ૧૧ માટે પ્રભુ યહોવાહ કહે છે, મારા જીવના સમ, તેં તારા તિરસ્કારને લીધે જે રોષ તથા ઈર્ષ્યા તેઓના પ્રત્યે કર્યાં છે, તે પ્રમાણે હું તારી સાથે વર્તીશ, જ્યારે હું તેઓનો ન્યાય કરીશ, ત્યારે હું તેઓ મધ્યે પ્રગટ થઈશ.
ani jiraataadhaatii, jedha Waaqayyo Gooftaan; kanaafuu ani akkuma ati aarii fi hinaaffaa jibba isaaniif qabduun argisiifte sanaatti gatii kee siif nan kenna; anis yeroon sitti murteessutti isaan gidduutti of nan beeksisa.
12 ૧૨ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું! ઇઝરાયલના પર્વતોની વિરુદ્ધ જે દુર્ભાષણો કરીને તું બોલ્યો છે, તેં કહ્યું છે, “તેઓ વેરાન છે, તેઓ અમને ભક્ષ થવાને આપવામાં આવ્યા છે.”
Ergasiis akka ani Waaqayyo wantoota ati tulluuwwan Israaʼelitti, “Isaan onanii duwwaa hafaniiru; akka nu nyaannuufis nuu kennamaniiru” jettee tuffiin dubbatte hunda dhagaʼee jiru ni beekta.
13 ૧૩ તમે તમારા મુખે મારી વિરુદ્ધ બડાશ મારી છે, મારી વિરુદ્ધ ઘણું બધું બોલ્યા છો. તેં મેં સાંભળ્યું છે.’”
Ati afaan keetiin natti of jajjee oduu natti baayʼifteerta; anis waan kana dhagaʼeera.
14 ૧૪ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘જ્યારે આખી પૃથ્વી આનંદ કરતી હશે ત્યારે હું તને વેરાન કરીશ.
Waaqayyo Gooftaan akkana jedha: Yommuu guutummaan lafaa gammadutti ani sin onsa.
15 ૧૫ જેમ તું ઇઝરાયલને ઉજ્જડ થતું જોઈને આનંદ કરતો હતો, એવું જ હું તારી સાથે પણ કરીશ. હે સેઈર પર્વત, તું વેરાન થશે, આખું અદોમ પણ વેરાન થશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’”
Sababii ati yeroo dhaalli mana Israaʼel onetti gammaddeef ani akkana sin godha. Yaa Tulluu Seeʼiir ati ni onta; atii fi guutummaan Edoom ni ontu. Ergasii isaan akka ani Waaqayyo taʼe ni beeku.’”