< હઝકિયેલ 34 >

1 ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
וַיְהִי דְבַר־יְהֹוָה אֵלַי לֵאמֹֽר׃
2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?
בֶּן־אָדָם הִנָּבֵא עַל־רוֹעֵי יִשְׂרָאֵל הִנָּבֵא וְאָמַרְתָּ אֲלֵיהֶם לָרֹעִים כֹּה אָמַר ׀ אֲדֹנָי יֱהֹוִה הוֹי רֹעֵֽי־יִשְׂרָאֵל אֲשֶׁר הָיוּ רֹעִים אוֹתָם הֲלוֹא הַצֹּאן יִרְעוּ הָרֹעִֽים׃
3 તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.
אֶת־הַחֵלֶב תֹּאכֵלוּ וְאֶת־הַצֶּמֶר תִּלְבָּשׁוּ הַבְּרִיאָה תִּזְבָּחוּ הַצֹּאן לֹא תִרְעֽוּ׃
4 તમે રોગિષ્ઠને બળવાન કર્યાં નથી, તમે બીમારને સાજાં કર્યાં નથી. તમે ભાંગી ગયેલાને પાટો બાંધ્યો નથી, નસાડી મુકાયેલાને તમે પાછાં લાવ્યા નથી કે ખોવાઈ ગયેલાંની શોધ કરી નથી: પણ તેઓના પર બળજબરી તથા સખતાઈથી શાસન ચલાવ્યું છે.
אֶֽת־הַנַּחְלוֹת לֹא חִזַּקְתֶּם וְאֶת־הַחוֹלָה לֹֽא־רִפֵּאתֶם וְלַנִּשְׁבֶּרֶת לֹא חֲבַשְׁתֶּם וְאֶת־הַנִּדַּחַת לֹא הֲשֵׁבֹתֶם וְאֶת־הָאֹבֶדֶת לֹא בִקַּשְׁתֶּם וּבְחׇזְקָה רְדִיתֶם אֹתָם וּבְפָֽרֶךְ׃
5 તેઓ ઘેંટાપાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.
וַתְּפוּצֶינָה מִבְּלִי רֹעֶה וַתִּהְיֶינָה לְאׇכְלָה לְכׇל־חַיַּת הַשָּׂדֶה וַתְּפוּצֶֽינָה׃
6 મારાં ટોળું દરેક પર્વતો પર તથા દરેક ટેકરીઓ પર રખડતાં ફરે છે, તે ઘેટાં આખી પૃથ્વીની સપાટી પર વેરવિખેર થઈ ગયાં છે. તેઓને શોધનાર કોઈ નથી.”
יִשְׁגּוּ צֹאנִי בְּכׇל־הֶהָרִים וְעַל כׇּל־גִּבְעָה רָמָה וְעַל כׇּל־פְּנֵי הָאָרֶץ נָפֹצוּ צֹאנִי וְאֵין דּוֹרֵשׁ וְאֵין מְבַקֵּֽשׁ׃
7 માટે હે ઘેંટાપાળકો, યહોવાહનું વચન સાંભળો:
לָכֵן רֹעִים שִׁמְעוּ אֶת־דְּבַר יְהֹוָֽה׃
8 પ્રભુ યહોવાહ કહે છે, “મારા જીવના સમ” “મારાં ઘેટાં જંગલી પશુઓનો શિકાર બન્યાં છે, ખેતરનાં સર્વ પશુઓનો ખોરાક બન્યાં છે, કારણ, તેઓનો કોઈ ઘેંટાપાળક નહોતો અને મારા ઘેંટાપાળકોએ મારાં ઘેટાં માટે પોકાર કર્યો નથી, પણ ઘેંટાપાળકોએ પોતાનું રક્ષણ કર્યું છે, મારાં ટોળાંનું પોષણ કર્યું નથી.”
חַי־אָנִי נְאֻם ׀ אֲדֹנָי יֱהֹוִה אִם־לֹא יַעַן הֱיֽוֹת־צֹאנִי ׀ לָבַז וַתִּהְיֶינָה צֹאנִי לְאׇכְלָה לְכׇל־חַיַּת הַשָּׂדֶה מֵאֵין רֹעֶה וְלֹא־דָרְשׁוּ רֹעַי אֶת־צֹאנִי וַיִּרְעוּ הָרֹעִים אוֹתָם וְאֶת־צֹאנִי לֹא רָעֽוּ׃
9 તેથી હે ઘેંટાપાળકો, તમે યહોવાહનું વચન સાંભળો,
לָכֵן הָרֹעִים שִׁמְעוּ דְּבַר־יְהֹוָֽה׃
10 ૧૦ પ્રભુ યહોવાહ કહે છે, જુઓ! હું ઘેંટાપાળકોની વિરુદ્ધ છું, હું મારા ટોળાંની જવાબદારી તેમના હાથમાંથી લઈ લઈશ. મારા ઘેટાંને પાળવાનું કામ તેમની પાસેથી લઈ લઈશ; જેથી ઘેંટાપાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તેમના મુખમાંથી લઈ લઈશ, જેથી મારા ઘેટાં તેમનો ખોરાક બનશે નહિ.”
כֹּה־אָמַר אֲדֹנָי יֱהֹוִה הִנְנִי אֶֽל־הָרֹעִים וְֽדָרַשְׁתִּי אֶת־צֹאנִי מִיָּדָם וְהִשְׁבַּתִּים מֵרְעוֹת צֹאן וְלֹא־יִרְעוּ עוֹד הָרֹעִים אוֹתָם וְהִצַּלְתִּי צֹאנִי מִפִּיהֶם וְלֹא־תִֽהְיֶיןָ לָהֶם לְאׇכְלָֽה׃
11 ૧૧ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: “જુઓ, હું પોતે જ મારાં ટોળાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.
כִּי כֹּה אָמַר אֲדֹנָי יֱהֹוִה הִנְנִי־אָנִי וְדָרַשְׁתִּי אֶת־צֹאנִי וּבִקַּרְתִּֽים׃
12 ૧૨ જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.
כְּבַקָּרַת רֹעֶה עֶדְרוֹ בְּיוֹם־הֱיוֹתוֹ בְתוֹךְ־צֹאנוֹ נִפְרָשׁוֹת כֵּן אֲבַקֵּר אֶת־צֹאנִי וְהִצַּלְתִּי אֶתְהֶם מִכׇּל־הַמְּקוֹמֹת אֲשֶׁר נָפֹצוּ שָׁם בְּיוֹם עָנָן וַעֲרָפֶֽל׃
13 ૧૩ ત્યારે હું તેઓને લોકો મધ્યેથી બહાર લાવીશ; હું તેમને અન્ય દેશોમાંથી ભેગાં કરીને પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, ઝરણાં પાસે તથા દેશની દરેક વસતિવાળી જગ્યાઓમાં ચરાવીશ.
וְהוֹצֵאתִים מִן־הָעַמִּים וְקִבַּצְתִּים מִן־הָאֲרָצוֹת וַהֲבִיאוֹתִים אֶל־אַדְמָתָם וּרְעִיתִים אֶל־הָרֵי יִשְׂרָאֵל בָּאֲפִיקִים וּבְכֹל מוֹשְׁבֵי הָאָֽרֶץ׃
14 ૧૪ હું તેઓને સારી જગ્યાઓમાં ચરાવીશ; ઇઝરાયલના ઊંચા પર્વતો તેઓની ચરવાની જગ્યાઓ થશે. ત્યાં તેઓ સારી ચરવાની જગ્યાઓમાં સૂઈ જશે, તેઓ ઇઝરાયલના પર્વતો પર ચરશે.
בְּמִרְעֶה־טּוֹב אֶרְעֶה אֹתָם וּבְהָרֵי מְרֽוֹם־יִשְׂרָאֵל יִהְיֶה נְוֵהֶם שָׁם תִּרְבַּצְנָה בְּנָוֶה טּוֹב וּמִרְעֶה שָׁמֵן תִּרְעֶינָה אֶל־הָרֵי יִשְׂרָאֵֽל׃
15 ૧૫ હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
אֲנִי אֶרְעֶה צֹאנִי וַאֲנִי אַרְבִּיצֵם נְאֻם אֲדֹנָי יֱהֹוִֽה׃
16 ૧૬ હું ખોવાયેલાની શોધ કરીશ, કાઢી મૂકેલાંને હું પાછું લાવીશ. હું ઈજા પામેલાં ઘેટાંને પાટો બાંધીશ, માંદાંને સાજાં કરીશ. અને પુષ્ટ તથા બળવાનનો નાશ કરીશ. હું તેઓનું ન્યાયથી પોષણ કરીશ.
אֶת־הָאֹבֶדֶת אֲבַקֵּשׁ וְאֶת־הַנִּדַּחַת אָשִׁיב וְלַנִּשְׁבֶּרֶת אֶֽחֱבֹשׁ וְאֶת־הַחוֹלָה אֲחַזֵּק וְאֶת־הַשְּׁמֵנָה וְאֶת־הַחֲזָקָה אַשְׁמִיד אֶרְעֶנָּה בְמִשְׁפָּֽט׃
17 ૧૭ હે મારાં ટોળું,” પ્રભુ યહોવાહ આમ કહે છે” જુઓ, “હું ઘેટાં, તથા બકરાંઓ વચ્ચે ન્યાય કરીશ.
וְאַתֵּנָה צֹאנִי כֹּה אָמַר אֲדֹנָי יֱהֹוִה הִנְנִי שֹׁפֵט בֵּֽין־שֶׂה לָשֶׂה לָאֵילִים וְלָעַתּוּדִֽים׃
18 ૧૮ સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?
הַמְעַט מִכֶּם הַמִּרְעֶה הַטּוֹב תִּרְעוּ וְיֶתֶר מִרְעֵיכֶם תִּרְמְסוּ בְּרַגְלֵיכֶם וּמִשְׁקַע־מַיִם תִּשְׁתּוּ וְאֵת הַנּוֹתָרִים בְּרַגְלֵיכֶם תִּרְפֹּשֽׂוּן׃
19 ૧૯ પણ મારાં ટોળું તમારા પગનો કચડેલો ચારો ખાય છે અને તમારા પગથી ડહોળેલું પાણી પીવે છે.”
וְצֹאנִי מִרְמַס רַגְלֵיכֶם תִּרְעֶינָה וּמִרְפַּשׂ רַגְלֵיכֶם תִּשְׁתֶּֽינָה׃
20 ૨૦ તેથી પ્રભુ યહોવાહ તેઓને કહે છે: “જો, હું પોતે આ પુષ્ટ તથા પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ,
לָכֵן כֹּה אָמַר אֲדֹנָי יֱהֹוִה אֲלֵיהֶם הִנְנִי־אָנִי וְשָֽׁפַטְתִּי בֵּֽין־שֶׂה בִרְיָה וּבֵין שֶׂה רָזָֽה׃
21 ૨૧ કેમ કે તમે પાસાથી તથા ખભાથી ધક્કો મારીને તથા માંદાંને શિંગડાં મારીને દૂર સુધી નસાડી મૂક્યાં છે.
יַעַן בְּצַד וּבְכָתֵף תֶּהְדֹּפוּ וּבְקַרְנֵיכֶם תְּנַגְּחוּ כׇּל־הַנַּחְלוֹת עַד אֲשֶׁר הֲפִיצוֹתֶם אוֹתָנָה אֶל־הַחֽוּצָה׃
22 ૨૨ તેથી હું મારાં ટોળાંને બચાવીશ; હવે પછી તેઓને કોઈ લૂંટશે નહિ. અને ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.
וְהוֹשַׁעְתִּי לְצֹאנִי וְלֹא־תִהְיֶינָה עוֹד לָבַז וְשָׁפַטְתִּי בֵּין שֶׂה לָשֶֽׂה׃
23 ૨૩ હું તેઓના પર એક ઘેંટાપાળક ઊભો કરીશ, મારો સેવક દાઉદ તેઓનું પોષણ કરશે. તે તેઓનું પોષણ કરશે; તે તેઓનો ઘેંટાપાળક બનશે.
וַהֲקִמֹתִי עֲלֵיהֶם רֹעֶה אֶחָד וְרָעָה אֶתְהֶן אֵת עַבְדִּי דָוִיד הוּא יִרְעֶה אֹתָם וְהֽוּא־יִהְיֶה לָהֶן לְרֹעֶֽה׃
24 ૨૪ કેમ કે હું, યહોવાહ, તેઓનો ઈશ્વર થઈશ અને મારો સેવક દાઉદ તેઓની મધ્યે સરદાર થશે. હું યહોવાહ આમ બોલ્યો છું.
וַאֲנִי יְהֹוָה אֶֽהְיֶה לָהֶם לֵֽאלֹהִים וְעַבְדִּי דָוִד נָשִׂיא בְתוֹכָם אֲנִי יְהֹוָה דִּבַּֽרְתִּי׃
25 ૨૫ હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ, જેથી મારાં ઘેટાં ખુલ્લા અરણ્યમાં સુરક્ષિત રહેશે અને શાંતિથી જંગલમાં સૂઈ જશે.
וְכָרַתִּי לָהֶם בְּרִית שָׁלוֹם וְהִשְׁבַּתִּי חַיָּֽה־רָעָה מִן־הָאָרֶץ וְיָשְׁבוּ בַמִּדְבָּר לָבֶטַח וְיָשְׁנוּ בַּיְּעָרִֽים׃
26 ૨૬ હું તેઓની તથા મારી આસપાસની ટેકરી પર આશીર્વાદ લાવીશ, વળી હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. આ આશીર્વાદનો વરસાદ થશે.
וְנָתַתִּי אוֹתָם וּסְבִיבוֹת גִּבְעָתִי בְּרָכָה וְהוֹרַדְתִּי הַגֶּשֶׁם בְּעִתּוֹ גִּשְׁמֵי בְרָכָה יִֽהְיֽוּ׃
27 ૨૭ પછી ખેતરનાં વૃક્ષોને ફળ આવશે અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. મારાં ઘેટાં પોતાના દેશમાં સુરક્ષિત રહેશે; જ્યારે હું તેઓની ઝૂંસરી ભાંગી નાખીશ અને તેઓને ગુલામોના હાથમાંથી છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
וְנָתַן עֵץ הַשָּׂדֶה אֶת־פִּרְיוֹ וְהָאָרֶץ תִּתֵּן יְבוּלָהּ וְהָיוּ עַל־אַדְמָתָם לָבֶטַח וְֽיָדְעוּ כִּֽי־אֲנִי יְהֹוָה בְּשִׁבְרִי אֶת־מֹטוֹת עֻלָּם וְהִצַּלְתִּים מִיַּד הָעֹבְדִים בָּהֶֽם׃
28 ૨૮ હવે પછી કદી તેઓ પ્રજાઓની લૂંટ કરશે નહિ, હવે પછી પૃથ્વીનાં જંગલી પશુઓ તેઓને ખાઈ જશે નહિ, કેમ કે તેઓ નિશ્ચિંત રહેશે અને બીશે નહિ.
וְלֹא־יִהְיוּ עוֹד בַּז לַגּוֹיִם וְחַיַּת הָאָרֶץ לֹא תֹאכְלֵם וְיָשְׁבוּ לָבֶטַח וְאֵין מַחֲרִֽיד׃
29 ૨૯ હું તેઓને ફળદ્રુપ જગ્યામાં સ્થાપીશ કે તેઓ ફરી ભૂખથી ભૂખે મરશે નહિ, કે કોઈ વિદેશી પ્રજા તેઓનું અપમાન કરશે નહિ.
וַהֲקִמֹתִי לָהֶם מַטָּע לְשֵׁם וְלֹא־יִהְיוּ עוֹד אֲסֻפֵי רָעָב בָּאָרֶץ וְלֹא־יִשְׂאוּ עוֹד כְּלִמַּת הַגּוֹיִֽם׃
30 ૩૦ ત્યારે તેઓ જાણશે કે, હું, યહોવાહ તેઓનો ઈશ્વર છું, હું તેઓની સાથે છું. ઇઝરાયલી લોકો મારા લોકો છે.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
וְיָדְעוּ כִּי אֲנִי יְהֹוָה אֱלֹהֵיהֶם אִתָּם וְהֵמָּה עַמִּי בֵּית יִשְׂרָאֵל נְאֻם אֲדֹנָי יֱהֹוִֽה׃
31 ૩૧ “કેમ કે તમે મારાં ઘેટાં છો, મારા ચારાના ટોળું અને મારા લોકો છો, હું તમારો ઈશ્વર છું.” આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.’”
וְאַתֵּן צֹאנִי צֹאן מַרְעִיתִי אָדָם אַתֶּם אֲנִי אֱלֹהֵיכֶם נְאֻם אֲדֹנָי יֱהֹוִֽה׃

< હઝકિયેલ 34 >