< હઝકિયેલ 33 >

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
I doszło do mnie słowo PANA mówiące:
2 “હે મનુષ્યપુત્ર, તું તારા લોકો સાથે વાત કરીને કહે, ‘જ્યારે હું કોઈ દેશ સામે તલવાર લાવું, ત્યારે તે દેશના લોકો પોતામાંના એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે નીમે.
Synu człowieczy, przemów do synów twego ludu i powiedz im: Gdy sprowadzam miecz na jakąś ziemię, a lud tej ziemi weźmie jakiegoś mężczyznę spośród siebie i ustanowi go sobie stróżem;
3 જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે.
A [on], gdy zobaczy nadciągający miecz na tę ziemię, zadmie w trąbę i ostrzeże lud;
4 ત્યારે જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે અને તલવાર આવીને તેને મારી નાખે તો તેનું લોહી તેને પોતાને માથે.
A ktoś usłyszy dźwięk trąby i nie przyjmie przestrogi, a miecz przyjdzie i zabierze go, to jego krew spadnie na jego [własną] głowę.
5 જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે, તો તેનું રક્ત તેને માથે; પણ જો કોઈ ધ્યાન આપશે, તો તે પોતાનો જીવ બચાવશે.
Dźwięk trąby usłyszał, ale nie przyjął przestrogi, jego krew spadnie na niego. Ten jednak, który przyjmie przestrogę, ocali swoją duszę.
6 પણ જો તલવારને આવતી જોઈને ચોકીદાર રણશિંગડું વગાડે નહિ, લોકોને ચેતવણી મળે નહિ, જો તલવાર આવીને કોઈનો જીવ લે, તો તે વ્યક્તિ પોતાના પાપને લીધે મૃત્યુ પામશે, પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’”
Ale jeśli stróż zobaczy nadciągający miecz, a nie zadmie w trąbę i ludu nie ostrzeże, a przyjdzie miecz i zabierze kogoś z nich, to ten [jest] porwany w swojej nieprawości, ale jego krwi zażądam z ręki tego stróża.
7 હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો માટે ચોકીદાર બનાવ્યો છે; મારા મુખથી વચન સાંભળીને મારી વતી તેને ચેતવણી આપ.
Ciebie, synu człowieczy, ciebie ustanowiłem stróżem dla domu Izraela. Gdy usłyszysz słowo z moich ust, ostrzeżesz go ode mnie.
8 જો હું કોઈ દુષ્ટ વ્યક્તિને કહું, હે દુષ્ટ માણસ, તું નિશ્ચે મૃત્યુ પામશે.’ પણ જો તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવા ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ પોતાના પાપમાં મરશે, પણ હું તેના લોહીનો બદલો તારી પાસેથી માગીશ.
Gdy mówię do bezbożnego: Bezbożniku, na pewno umrzesz – a ty mu [tego] nie powiesz, aby przestrzec bezbożnika przed jego drogą, to ten bezbożnik umrze z powodu swojej nieprawości; ale jego krwi zażądam z twojej ręki.
9 પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.
Jeśli jednak ostrzeżesz bezbożnego przed jego drogą, aby odwrócił się od niej, a on się nie odwróci od swojej drogi, to umrze on z powodu swojej nieprawości; ale ty ocalisz swoją duszę.
10 ૧૦ વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને કહે, ‘તમે આ પ્રમાણે કહો છો કે: અમારાં ઉલ્લંઘનો તથા અમારાં પાપ અમારા માથા પર આવી પડ્યાં છે, અમે તેમાં ક્ષીણ થતા જઈએ છીએ, અમે શી રીતે જીવીશું?’
Ty więc, synu człowieczy, mów do domu Izraela: Tak mówicie: Skoro ciążą na nas nasze występki i nasze grzechy, tak że w nich marniejemy, to jakże możemy żyć?
11 ૧૧ તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે મારા જીવના સમ, દુષ્ટ માણસના મૃત્યુથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ માણસ દુરાચરણથી પાછો ફરે, તો તે જીવતો રહે. પાછા ફરો, તમારાં દુરાચરણથી પાછા ફરો, હે ઇઝરાયલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’”
Powiedz im: Jak żyję, mówi Pan BÓG: Nie pragnę śmierci bezbożnego, ale aby bezbożny odwrócił się od swojej drogi i żył. Odwróćcie się, odwróćcie się od swoich złych dróg. Dlaczego macie umrzeć, domu Izraela?
12 ૧૨ હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, ‘ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ.
Ty więc, synu człowieczy, mów do synów swego ludu: Sprawiedliwość sprawiedliwego nie wybawi go w dniu jego przestępstwa, a bezbożność bezbożnego nie zgubi go w dniu, kiedy się odwróci od swojej bezbożności. Sprawiedliwy nie będzie mógł żyć dzięki swojej [sprawiedliwości] w dniu, kiedy zgrzeszy.
13 ૧૩ જો હું ન્યાયી માણસને કહું કે, “તે નિશ્ચે જીવશે.” અને જો તે પોતાના ન્યાયીપણામાં ભરોસો રાખીને અન્યાય કરે, તો હું તેનું ન્યાયીપણું યાદ કરીશ નહિ; તેણે કરેલી દુષ્ટતાને લીધે તે માર્યો જશે.
Jeśli powiem sprawiedliwemu: Na pewno będziesz żyć, a on, polegając na swojej sprawiedliwości, uczyni nieprawość, to żadna jego sprawiedliwość nie będzie wspomniana, ale umrze z powodu swojej nieprawości, którą uczynił.
14 ૧૪ અને જો હું દુષ્ટ માણસને કહું કે, “તું નિશ્ચે મૃત્યુ પામશે.” પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે ન્યાયસંગત તથા સાચું છે તે કરે.
A jeśli powiem bezbożnemu: Na pewno umrzesz, a on odwróci się od swego grzechu i uczyni to, co prawe i sprawiedliwe;
15 ૧૫ જો તે વ્યાજે મૂકેલી વસ્તુ પાછી આપે, તેણે જે કંઈ ચોરી લીધું છે તે પાછું આપે, જો તે જીવન આપનાર નિયમો પ્રમાણે ચાલે અને પાપ ન કરે, તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.
Jeśli bezbożny zwróci zastaw, odda to, co wydarł, i będzie chodził według praw życia, nie czyniąc nieprawości, na pewno będzie żył i nie umrze.
16 ૧૬ તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.
Żadne jego grzechy, które popełnił, nie będą mu wspominane. Czynił to, co prawe i sprawiedliwe; na pewno będzie żył.
17 ૧૭ પણ તારા લોકો કહે છે કે, “પ્રભુ યહોવાહનો માર્ગ અદલ નથી!” પણ તેઓના માર્ગો અદલ નથી.
Lecz synowie twego ludu mówią: Droga Pana nie jest słuszna, choć to ich droga nie jest słuszna.
18 ૧૮ જ્યારે ન્યાયી માણસ પોતાના ન્યાયીપણાથી પાછો ફરીને પાપ કરે, તો તે તેમાં મૃત્યુ પામશે.
Jeśli sprawiedliwy odwróci się od swojej sprawiedliwości i będzie czynił nieprawość, to umrze z jej powodu.
19 ૧૯ અને જ્યારે પાપી માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરીને ન્યાય તથા નીતિ પ્રમાણે વર્તે, તો તેની તે બાબતોને કારણે તે જીવશે.
Ale jeśli bezbożny odwróci się od swojej bezbożności i będzie czynił to, co prawe i sprawiedliwe, to dzięki temu będzie żył.
20 ૨૦ પણ તમે લોકો કહો છો, “પ્રભુનો માર્ગ અદલ નથી.” હે ઇઝરાયલી લોકો, હું તમારામાંના દરેકનો તમારા આચરણ પ્રમાણે ન્યાય કરીશ.’”
Wy jednak mówicie: Droga Pana nie jest słuszna. Domu Izraela, będę sądził każdego z was według jego drogi.
21 ૨૧ અમારા બંદીવાસના બારમા વરસના દસમા મહિનાના પાચમા દિવસે યરુશાલેમથી નાસી છૂટેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગર કબજે કરવામાં આવ્યું છે.”
I stało się w dwunastym roku naszego uprowadzenia, w dziesiątym [miesiącu], piątego [dnia] tego miesiąca, że przyszedł do mnie jeden zbieg z Jerozolimy, mówiąc: Zdobyto miasto.
22 ૨૨ નાસી છૂટેલો માણસ આવે તે પહેલાં સાંજે યહોવાહનો હાથ મારા પર હતો, સવારમાં તે મારી પાસે આવે તે પહેલાં મારું મુખ ખુલ્લું હતું. અને હવે પછી હું મૂંગો નહોતો.
A ręka PANA była nade mną wieczorem, zanim przyszedł ten zbieg, i otworzyła moje usta, aż ten przyszedł do mnie rano. Otworzyła moje usta i nie byłem już niemy.
23 ૨૩ પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
I doszło do mnie słowo PANA mówiące:
24 ૨૪ હે મનુષ્યપુત્ર, જેઓ ઉજ્જડ થયેલા ઇઝરાયલ દેશમાં વસેલા છે તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એકલો માણસ હતો, છતાં તેણે દેશનો કબજો મેળવ્યો. પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’”
Synu człowieczy, mieszkańcy tych spustoszonych miejsc w ziemi Izraela mówią: Abraham był jeden i wziął ziemię w posiadanie. Ale nas jest wielu, nam więc dana jest ta ziemia w posiadanie.
25 ૨૫ માટે તેઓને કહે, પ્રભુ યહોવાહ આમ કહે છે: “તમે લોહી પીઓ છો, તમે તમારી નજર મૂર્તિ તરફ ઉઠાવી છે, તમે લોકોનું લોહી વહેવડાવો છો. છતાં શું તમે દેશનું વતન પામશો?
Dlatego mów do nich: Tak mówi Pan BÓG: Jadacie z krwią, podnosicie swe oczy ku swoim bożkom i przelewacie krew, a ziemię chcielibyście wziąć w posiadanie?
26 ૨૬ તમે તલવાર પર આધાર રાખ્યો છે અને ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, દરેક માણસે પોતાના પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી છે, છતાં શું તમે દેશનો વારસો પામશો?”
Opieracie się na swoim mieczu, popełniacie obrzydliwość i każdy plugawi żonę swego bliźniego, a ziemię chcielibyście wziąć w posiadanie?
27 ૨૭ તું તેઓને કહે; “પ્રભુ યહોવાહ આમ કહે છે કે, મારા જીવના સમ કે, જેઓ ઉજ્જડ નગરોમાં રહે છે, તેઓ તલવારથી માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓને હું જીવતાં પશુઓ માટે ખોરાક તરીકે આપીશ, જેઓ ગઢમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ મરકીથી મૃત્યુ પામશે.
Tak im powiedz: Tak mówi Pan BÓG: Jak żyję, ci, którzy są w spustoszonych miejscach, polegną od miecza, a [kto jest na] otwartym polu, tego wydam zwierzętom na pożarcie, a ci, którzy są w warowniach lub w jaskiniach, umrą od zarazy.
28 ૨૮ હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.’
I wydam ziemię na wielkie spustoszenie, i ustanie pycha jej mocy; spustoszeją góry Izraela i nikt przez nie nie będzie przechodził.
29 ૨૯ તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.
I poznają, że ja jestem PANEM, gdy wydam [ich] ziemię na wielkie spustoszenie z powodu wszystkich ich obrzydliwości, które czynili.
30 ૩૦ હે મનુષ્યપુત્ર, તારા લોકો તારા વિષે ભીંતો પાસે તથા ઘરના બારણા પાછળ વાતો કરે છે; તેઓ એકબીજાને-દરેક પોતાના ભાઈને કહે છે, “ચાલો જઈને યહોવાહ તરફથી આવેલું વચન પ્રબોધક દ્વારા સાંભળીએ.”
Ale co do ciebie, synu człowieczy, synowie twego ludu często rozmawiają o tobie przy murach i w drzwiach domów, i mówi jeden do drugiego, każdy do swego bliźniego: Chodźcie i posłuchajcie, co za słowo wyszło od PANA.
31 ૩૧ મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.
I przychodzą do ciebie, tak zwykł przychodzić lud, zasiadają przed tobą [jak] mój lud i słuchają twoich słów, ale ich nie wypełniają. Mają bowiem miłość na ustach, lecz ich serce podąża za niegodziwym zyskiem.
32 ૩૨ કેમ કે તું તેઓને કોઈ સુંદર અવાજવાળો અને કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય તેના જેવો લાગે છે. તારા સંદેશાઓ તેઓના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેઓમાંના કોઈ તેનો અમલ કરતો નથી.
A oto jesteś dla nich jak urokliwa pieśń [tego, który] ma piękny głos i cudownie gra. Słuchają bowiem twoich słów, ale ich nie wykonują.
33 ૩૩ પણ જ્યારે આ બધું થશે જુઓ, તે થશે! ત્યારે તેઓ જાણશે કે તેઓની મધ્યે એક પ્રબોધક થઈ ગયો છે.
Lecz gdy to nadejdzie – oto nadejdzie – wtedy poznają, że prorok był pośród nich.

< હઝકિયેલ 33 >