< હઝકિયેલ 32 >

1 ત્યારબાદ એવું થયું કે બારમા વર્ષના બારમા માસની પહેલીએ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
و در روز اول ماه دوازدهم از سال دوازدهم واقع شد که کلام خداوند برمن نازل شده، گفت:۱
2 “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, ‘તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે, તું સમુદ્રમાંના અજગર જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે, તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!”
«ای پسر انسان برای فرعون پادشاه مصر مرثیه بخوان و او را بگو تو به شیرژیان امت‌ها مشابه می‌بودی، اما مانند اژدها دردریا هستی و آب را از بینی خود می‌جهانی و آبهارا به پایهای خود حرکت داده، نهرهای آنها راگل آلود می‌سازی.»۲
3 પ્રભુ યહોવાહ આમ કહે છે કે: “હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે.
خداوند یهوه چنین می‌گوید: «دام خود را به واسطه گروهی از قوم های عظیم بر تو خواهم گسترانید و ایشان تورا در دام من بر خواهند کشید.۳
4 હું તને જમીન પર પડતો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ, આકાશના સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.
و تو را بر زمین ترک نموده، بر روی صحرا خواهم‌انداخت وهمه مرغان هوا را بر تو فرود آورده، جمیع حیوانات زمین را از تو سیر خواهم ساخت.۴
5 કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
وگوشت تو را بر کوهها نهاده، دره‌ها را از لاش تو پرخواهم کرد.۵
6 ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ, નાળાઓને તારા રક્તથી ભરી દઈશ.
و زمینی را که در آن شنا می‌کنی ازخون تو تا به کوهها سیراب می‌کنم که وادیها از توپر خواهد شد.۶
7 હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.
و هنگامی که تو را منطفی گردانم، آسمان را خواهم پوشانید و ستارگانش راتاریک کرده، آفتاب را به ابرها مستور خواهم ساخت و ماه روشنایی خود را نخواهد داد.۷
8 હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ, તારા દેશમાં અંધકાર ફેલાવીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે.
وخداوند یهوه می‌فرماید، که تمامی نیرهای درخشنده آسمان را برای تو سیاه کرده، تاریکی بر زمینت خواهم آورد.۸
9 જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ.
و چون هلاکت تو را درمیان امت‌ها بر زمینهایی که ندانسته‌ای آورده باشم، آنگاه دلهای قوم های عظیم را محزون خواهم ساخت.۹
10 ૧૦ તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.”
و قوم های عظیم را بر تومتحیر خواهم ساخت. و چون شمشیر خود راپیش روی ایشان جلوه دهم، پادشاهان ایشان به شدت دهشتناک خواهند شد. و در روز انهدام توهر یک از ایشان برای جان خود هر لحظه‌ای خواهند لرزید.»۱۰
11 ૧૧ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે; “બાબિલના રાજાની તલવાર તારી સામે આવશે.
زیرا خداوند یهوه چنین می‌گوید: «شمشیرپادشاه بابل بر تو خواهد آمد.۱۱
12 ૧૨ હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી દુષ્ટ છે. આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
و به شمشیرهای جباران که جمیع ایشان از ستمکیشان امت هامی باشند، جمعیت تو را به زیر خواهم‌انداخت. وایشان غرور مصر را نابود ساخته، تمامی جمعیتش هلاک خواهند شد.۱۲
13 ૧૩ કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ; માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
و تمامی بهایم او را از کنارهای آبهای عظیم هلاک خواهم ساخت. و پای انسان دیگر آنها را گل آلودنخواهد ساخت. و سم بهایم آنها را گل آلودنخواهد ساخت.۱۳
14 ૧૪ ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
آنگاه خداوند یهوه می‌گوید: آبهای آنها را ساکت گردانیده، نهرهای آنها رامانند روغن جاری خواهم ساخت.۱۴
15 ૧૫ હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ; જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
و چون زمین مصر را ویران کنم و آن زمین از هرچه در آن باشد خالی شود و چون جمیع ساکنانش را هلاک کنم، آنگاه خواهند دانست که من یهوه هستم.»۱۵
16 ૧૬ આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે. તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
و خداوند یهوه می‌گوید: «مرثیه‌ای که ایشان خواهند خواند همین است. دختران امت‌ها این مرثیه را خواهند خواند. برای مصر و تمامی جمعیتش این مرثیه را خواهند خواند.»۱۶
17 ૧૭ વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
و در روز پانزدهم ماه از سال دوازدهم واقع شد که کلام خداوند بر من نازل شده، گفت:۱۷
18 ૧૮ “હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર. તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.
«ای پسر انسان برای جمعیت مصر ولوله نما و هم اورا و هم دختران امت های عظیم را با آنانی که به هاویه فرود می‌روند، به اسفلهای زمین فرود آور.۱۸
19 ૧૯ તેઓને કહે, ‘શું તું ખરેખર બીજા કરતાં અતિ સુંદર છે? નીચે જા અને બેસુન્નતીઓની સાથે સૂઈ જા!’
از چه کس زیباتر هستی؟ فرود بیا و بانامختونان بخواب.۱۹
20 ૨૦ તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે.
ایشان در میان مقتولان شمشیر خواهند افتاد. (مصر) به شمشیر تسلیم شده است. پس او را و تمامی جمعیتش رابکشید.۲۰
21 ૨૧ પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે. (Sheol h7585)
اقویای جباران از میان عالم اموات اورا و انصار او را خطاب خواهند کرد. ایشان نامختون به شمشیر کشته شده، فرود آمده، خواهند خوابید. (Sheol h7585)۲۱
22 ૨૨ આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે. તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
«در آنجا آشور و تمامی جمعیت اوهستند. قبرهای ایشان گرداگرد ایشان است وجمیع ایشان کشته شده از شمشیر افتاده‌اند.۲۲
23 ૨૩ તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા, જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.
که قبرهای ایشان به اسفلهای هاویه قرار داده شد وجمعیت ایشان به اطراف قبرهای ایشان‌اند.۲۳
24 ૨૪ તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
در آنجاعیلام و تمامی جمعیتش هستند. قبرهای ایشان گرداگرد ایشان است و جمیع ایشان مقتول و ازشمشیر افتاده‌اند و به اسفلهای زمین نامختون فرود رفته‌اند، زیرا که در زمین زندگان باعث هیبت بوده‌اند. پس با آنانی که به هاویه فرود می‌روند، متحمل خجالت خویش خواهند بود.۲۴
25 ૨૫ તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
بستری برای او و تمامی جمعیتش در میان مقتولان قرارداده‌اند. قبرهای ایشان گرداگرد ایشان است وجمیع ایشان نامختون و مقتول شمشیرند. زیرا که در زمین زندگان باعث هیبت بودند. پس با آنانی که به هاویه فرود می‌روند، متحمل خجالت خویش خواهند بود. در میان کشتگان قرار داده شد.۲۵
26 ૨૬ મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે. તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં હિંસા લાવ્યા હતા!
درآنجا ماشک و توبال و تمامی جمعیت آنهاهستند. قبرهای ایشان گرداگرد ایشان است وجمیع ایشان نامختون و مقتول شمشیرند. زیرا که در زمین زندگان باعث هیبت بودند.۲۶
27 ૨૭ બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા. (Sheol h7585)
پس ایشان با جباران و نامختونانی که افتاده‌اند که با اسلحه جنگ خویش به هاویه فرود رفته‌اند، نخواهندخوابید. و ایشان شمشیرهای خود را زیر سرهای خود نهادند. و گناه ایشان بر استخوانهای ایشان خواهد بود. زیرا که در زمین زندگان باعث هیبت جباران بودند. (Sheol h7585)۲۷
28 ૨૮ હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
و اما تو در میان نامختونان شکسته شده، با مقتولان شمشیر خواهی خوابید.۲۸
29 ૨૯ અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
در آنجا ادوم و پادشاهانش و جمیع سرورانش هستند که در جبروت خود با مقتولان شمشیرقرار داده شدند. و ایشان با نامختونان و آنانی که به هاویه فرود می‌روند خواهند خوابید.۲۹
30 ૩૦ ત્યાં ઉત્તરના સર્વ રાજકુમારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
در آنجاجمیع روسای شمال و همه صیدونیان هستند که با مقتولان فرود رفتند. از هیبتی که به جبروت خویش باعث آن بودند، خجل خواهند شد. پس با مقتولان شمشیر نامختون خواهند خوابید و باآنانی که به هاویه فرود می‌روند، متحمل خجالت خود خواهند شد.۳۰
31 ૩૧ ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
و خداوند یهوه می‌گوید که فرعون چون این را بیند درباره تمامی جمعیت خود خویشتن را تسلی خواهد داد و فرعون وتمامی لشکر او به شمشیر کشته خواهند شد.۳۱
32 ૩૨ મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
زیرا خداوند یهوه می‌گوید: من او را در زمین زندگان باعث هیبت گردانیدم. پس فرعون وتمامی جمعیت او را با مقتولان شمشیر در میان نامختونان خواهند خوابانید.»۳۲

< હઝકિયેલ 32 >