< હઝકિયેલ 32 >
1 ૧ ત્યારબાદ એવું થયું કે બારમા વર્ષના બારમા માસની પહેલીએ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
ಹನ್ನೆರಡನೆಯ ವರ್ಷದ, ಹನ್ನೆರಡನೆಯ ತಿಂಗಳಿನ, ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರ ವಾಕ್ಯವು ನನಗೆ ಬಂದಿತು,
2 ૨ “હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, ‘તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે, તું સમુદ્રમાંના અજગર જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે, તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!”
“ಮನುಷ್ಯಪುತ್ರನೇ, ಈಜಿಪ್ಟಿನ ಅರಸನಾದ ಫರೋಹನ ವಿಷಯವಾಗಿ ಪ್ರಲಾಪವನ್ನೆತ್ತಿ ಅವನಿಗೆ ಹೇಳಬೇಕಾದದ್ದೇನೆಂದರೆ: “‘ನೀನು ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಸಿಂಹದ ಮರಿಗೆ ಸಮನಾಗಿರುವೆ, ಮತ್ತು ಸಮುದ್ರಗಳಲ್ಲಿರುವ ತಿಮಿಂಗಿಲದ ಹಾಗಿರುವೆ. ನೀನಿದ್ದ ನದಿಗಳನ್ನು ಭೇದಿಸಿಕೊಂಡು ಬಂದು ನೀರನ್ನು ನಿನ್ನ ಕಾಲುಗಳಿಂದ ಕಲಕಿ ಹೊಳೆಗಳನ್ನು ತುಳಿದು ಬದಿಮಾಡಿದೆ.
3 ૩ પ્રભુ યહોવાહ આમ કહે છે કે: “હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે.
“‘ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: “‘ಆದ್ದರಿಂದ ನಾನು ಗುಂಪಾಗಿ ಕೂಡಿದ ಬಹಳ ಜನಾಂಗಗಳ ಮೇಲೆ ಬಲೆಯನ್ನು ಬೀಸುವೆನು. ಅವರು ನಿನ್ನನ್ನು ನನ್ನ ಬಲೆಯಲ್ಲಿ ಮೇಲಕ್ಕೆಳೆಯುವರು.
4 ૪ હું તને જમીન પર પડતો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ, આકાશના સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.
ಆಗ ನಾನು ನಿನ್ನನ್ನು ನೆಲದ ಮೇಲೆ ಹಾಕಿಬಿಡುವೆನು. ಬಯಲಿನ ಮೇಲೆ ಬಿಸಾಡುವೆನು. ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳನ್ನೆಲ್ಲಾ ನಿನ್ನ ಮೇಲೆ ಕೂರಿಸಿ, ಸಮಸ್ತ ಭೂಮಿಯ ಮೇಲಿನ ಮೃಗಗಳನ್ನು ನಿನ್ನಿಂದ ತೃಪ್ತಿಪಡಿಸುವೆನು.
5 ૫ કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
ನಿನ್ನ ಮಾಂಸವನ್ನು ಬೆಟ್ಟಗಳ ಮೇಲೆ ಹಾಕಿ, ಆ ನಿನ್ನ ರಾಶಿಯಿಂದ ಕಣಿವೆಗಳನ್ನು ತುಂಬಿಸುವೆನು.
6 ૬ ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ, નાળાઓને તારા રક્તથી ભરી દઈશ.
ನಾನು ನಿನ್ನ ರಕ್ತ ಪ್ರವಾಹದಿಂದ ದೇಶವನ್ನು ಬೆಟ್ಟಗಳ ತನಕ ತೋಯಿಸುವೆನು. ಹಳ್ಳಗಳು ನಿನ್ನ ಮಾಂಸದಿಂದ ತುಂಬುವುವು.
7 ૭ હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.
ಇದಲ್ಲದೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ನಂದಿಸುವಾಗ ಆಕಾಶಕ್ಕೆ ಮುಸುಕುಹಾಕಿ ಅಲ್ಲಿನ ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಕತ್ತಲಾಗಿ ಮಾಡಿ, ನಾನು ಸೂರ್ಯನನ್ನು ಮೋಡದಿಂದ ಮುಚ್ಚಿ ಬಿಡುವೆನು. ಚಂದ್ರನು ತನ್ನ ಬೆಳಕನ್ನು ಕೊಡದೆ ಇರುವನು.
8 ૮ હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ, તારા દેશમાં અંધકાર ફેલાવીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે.
ಆಕಾಶದಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸುವ ಬೆಳಕುಗಳನ್ನು ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾನು ಕತ್ತಲು ಮಾಡುವೆನು. ನಾನು ಆ ಕತ್ತಲೆಯನ್ನು ನಿನ್ನ ದೇಶದ ಮೇಲೆ ಇಡುತ್ತೇನೆ ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.
9 ૯ જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ.
ಜನಾಂಗಗಳೊಳಗೆ ನೀನು ಅರಿಯದ ದೇಶಗಳಲ್ಲಿ, ನಿನ್ನ ವಿನಾಶದ ಸುದ್ದಿಯನ್ನು ಹರಡಿ ಅನೇಕ ಜನಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಗಲಿಬಿಲಿ ಎಬ್ಬಿಸುವೆನು.
10 ૧૦ તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.”
ನಾನು ಅನೇಕ ಜನರನ್ನು ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಭಯಭೀತಿಗೊಳ್ಳುವಂತೆ ಮಾಡುವೆನು, ನಾನು ಅವರ ಮುಂದೆ ನನ್ನ ಖಡ್ಗವನ್ನು ಬೀಸುವಾಗ ಅವರ ಅರಸರು ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಭಯಭ್ರಾಂತಿಗೊಳ್ಳುವರು. ನೀನು ಬೀಳುವ ಆ ದಿನದಲ್ಲಿ ಅವರು ಕ್ಷಣಕ್ಷಣಕ್ಕೆ ತಮ್ಮ ತಮ್ಮ ಪ್ರಾಣದ ಬಗ್ಗೆ ನಡುಗುವರು.
11 ૧૧ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે; “બાબિલના રાજાની તલવાર તારી સામે આવશે.
“‘ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: “‘ಬಾಬಿಲೋನಿನ ಅರಸನ ಖಡ್ಗವು ನಿನ್ನ ವಿರುದ್ಧ ಬರುವುದು.
12 ૧૨ હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી દુષ્ટ છે. આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
ಪರಾಕ್ರಮಶಾಲಿಗಳ ಖಡ್ಗಗಳಿಂದ ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಭಯಂಕರರಾಗಿರುವ ನಿನ್ನ ಸಮೂಹವನ್ನು ನಾನು ಬೀಳುವಂತೆ ಮಾಡುವೆನು. ಅವರು ಈಜಿಪ್ಟಿನ ಮಹತ್ತನ್ನು ಕೆಡಿಸುವರು. ಅದರ ಜನಸಮೂಹವೆಲ್ಲಾ ಹಾಳಾಗುವುದು.
13 ૧૩ કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ; માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
ನಾನು ಆ ಬಹು ಪ್ರವಾಹಗಳ ಬಳಿಯಲ್ಲಿರುವ ಅದರ ಮೃಗಗಳನ್ನೆಲ್ಲಾ ನಾಶಮಾಡುವೆನು. ಆ ನೀರಿನಲ್ಲಿ ಇನ್ನು ಮೇಲೆ ಮನುಷ್ಯನ ಪಾದವಾಗಲಿ, ಪ್ರಾಣಿಗಳ ಗೊರಸಾಗಲಿ ಕಲಕಿಸುವುದಿಲ್ಲ.
14 ૧૪ ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
ಆಮೇಲೆ ನಾನು ಆ ನೀರುಗಳನ್ನು ಆಳವಾಗಿ ಮಾಡುವೆನು. ಅದರ ನದಿಗಳನ್ನು ಎಣ್ಣೆಯ ಹಾಗೆ ಹರಿಯುವಂತೆ ಮಾಡುವೆನು ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.
15 ૧૫ હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ; જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
ನಾನು ಈಜಿಪ್ಟ್ ದೇಶವನ್ನು ಹಾಳು ಮಾಡಿ ಅದರ ಸೊತ್ತನ್ನೆಲ್ಲಾ ಧ್ವಂಸಮಾಡಿ ಅದರ ನಿವಾಸಿಗಳನ್ನೆಲ್ಲಾ ಹೊಡೆಯುವಾಗ ನಾನೇ ಯೆಹೋವ ದೇವರು ಎಂದು ಅವರಿಗೆ ತಿಳಿಯುವುದು.’
16 ૧૬ આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે. તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
“ಇದು ಅವರು ಗೋಳಾಡುವಂತಹ ಗೋಳಾಟವಾಗಿದೆ. ಈಜಿಪ್ಟಿನ ವಿಷಯವಾಗಿಯೂ ಅದರ ಎಲ್ಲಾ ಜನಸಮೂಹದ ವಿಷಯವಾಗಿಯೂ ಜನಾಂಗಗಳ ಪುತ್ರಿಯರು ಇದನ್ನು ಕುರಿತು ಗೋಳಾಡುವರು, ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.”
17 ૧૭ વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
ಇದಲ್ಲದೆ ಹನ್ನೆರಡನೆಯ ವರ್ಷದ, ತಿಂಗಳಿನ ಹದಿನೈದನೆಯ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರ ವಾಕ್ಯವು ನನಗೆ ಬಂದು ಹೇಳಿದ್ದೇನೆಂದರೆ:
18 ૧૮ “હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર. તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.
“ಮನುಷ್ಯಪುತ್ರನೇ, ಈಜಿಪ್ಟಿನ ಜನಸಮೂಹದ ವಿಷಯವಾಗಿ ಗೋಳಾಡು; ಅದನ್ನು, ಅದರ ಸಂಗಡ ಘನವುಳ್ಳ ಜನಾಂಗಗಳ ಪುತ್ರಿಯರನ್ನು ಭೂಮಿಯ ಕೆಳಗಿನ ಭಾಗಗಳಿಗೆ ಕುಣಿಕೆಯೊಳಗೆ ಇಳಿಯುವವರ ಜೊತೆ ತಳ್ಳಿಬಿಡು.
19 ૧૯ તેઓને કહે, ‘શું તું ખરેખર બીજા કરતાં અતિ સુંદર છે? નીચે જા અને બેસુન્નતીઓની સાથે સૂઈ જા!’
‘ನೀನು ಸೌಂದರ್ಯದಲ್ಲಿ ಯಾರಿಗೆ ಹೋಲುವೆ? ಕೆಳಗೆ ಹೋಗು ಮತ್ತು ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರ ಸಂಗಡ ಮಲಗು.’
20 ૨૦ તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે.
ಅವರು ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಬೀಳುವರು. ಖಡ್ಗವನ್ನು ಎಳೆಯಲಾಗುತ್ತದೆ. ಅವಳನ್ನು ತನ್ನ ಎಲ್ಲಾ ಗುಂಪುಗಳೊಂದಿಗೆ ಎಳೆದುಕೊಂಡು ಹೋಗಲಿ.
21 ૨૧ પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે. (Sheol )
ಸತ್ತವರ ಕ್ಷೇತ್ರದೊಳಗಿಂದ ಪ್ರಬಲ ನಾಯಕರು ಈಜಿಪ್ಟ್ ಮತ್ತು ಅವಳ ಮಿತ್ರರಾಷ್ಟ್ರಗಳ ಬಗ್ಗೆ ಹೇಳುವರು, ‘ಅವರು ಇಳಿದು ಹೋಗಿ ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರಾಗಿ ಮತ್ತು ಖಡ್ಗದಿಂದ ಹತರಾಗಿ ಮಲಗಿದ್ದಾರೆ.’ (Sheol )
22 ૨૨ આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે. તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
“ಅಲ್ಲಿ ಅಸ್ಸೀರಿಯ ಮತ್ತು ಅದರ ಎಲ್ಲಾ ಗುಂಪು ಇರುವುದು. ಅಸ್ಸೀರಿಯದ ಸುತ್ತಲೂ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರ ಸಮಾಧಿಗಳಿರುವುವು;
23 ૨૩ તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા, જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.
ಅವರ ಸಮಾಧಿಗಳು ಕುಳಿಯ ಕಡೆಗಳಲ್ಲಿ ಇಡಲಾಗಿವೆ. ಅವಳ ಸೇನೆಯು ಸಮಾಧಿಯ ಸುತ್ತಲೂ ಇವೆ. ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಭಯವನ್ನು ಹರಡಿದವರೆಲ್ಲರೂ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದರು.
24 ૨૪ તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
“ಅಲ್ಲಿ ಏಲಾಮು ಮತ್ತು ಅದರ ಎಲ್ಲಾ ಸಮೂಹವು ಆಕೆಯ ಸಮಾಧಿಯ ಸುತ್ತಲೂ ಇದೆ. ಅವರೆಲ್ಲರೂ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರೇ. ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರಾಗಿ ಭೂಮಿಯ ಕೆಳಗಿನ ಭಾಗಗಳಿಗೆ ಇಳಿದು ಹೋದವರೇ. ಅವರು ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಭಯಂಕರರಾಗಿದ್ದರೂ ಇಳಿಯುವವರ ಸಂಗಡ ತಮ್ಮ ನಿಂದೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದಾರೆ.
25 ૨૫ તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
ಅವರು ಅವರ ಎಲ್ಲಾ ಸಮೂಹಕ್ಕೂ ಹತರಾದವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಾಸಿಗೆ ಹಾಕಿದ್ದಾರೆ. ಅದರ ಸುತ್ತಲೂ ಅವರ ಸಮಾಧಿಗಳಿವೆ. ಅವರೆಲ್ಲರೂ ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರಾಗಿ ಮತ್ತು ಖಡ್ಗದಿಂದ ಹತರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಭಯಂಕರರಾಗಿದ್ದರೂ ಕುಳಿಗೆ ಇಳಿಯುವವರ ಸಂಗಡ ತಮ್ಮ ನಿಂದೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹತರಾದವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಡಲಾಗಿದೆ.
26 ૨૬ મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે. તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં હિંસા લાવ્યા હતા!
“ಅಲ್ಲಿ ಮೆಷೆಕೂ ತೂಬಲೂ ಮತ್ತು ಅದರ ಎಲ್ಲಾ ಸಮೂಹವೂ ಅದರ ಸಮಾಧಿಗಳೂ ಅದರ ಸುತ್ತಲಾಗಿ ಇವೆ. ಇವರೆಲ್ಲರೂ ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಭಯಂಕರರಾಗಿದ್ದರೂ ಸುನ್ನತಿಯಿಲ್ಲದೆ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರು.
27 ૨૭ બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા. (Sheol )
ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರಲ್ಲಿ ಬಿದ್ದಂತ ತಮ್ಮ ಯುದ್ಧದ ಆಯುಧಗಳ ಸಂಗಡ ಪಾತಾಳಕ್ಕೆ ಇಳಿದಂತಹ ಶೂರರ ಸಂಗಡ ಇವರು ಮಲಗಬೇಡವೇ? ಅವರು ತಮ್ಮ ಖಡ್ಗಗಳನ್ನು ತಮ್ಮ ತಲೆಗಳ ಕೆಳಗೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರ ಗುರಾಣಿಗಳು ಅವರ ಮೂಳೆಗಳ ಮೇಲೆ ಇಡಲಾದವು. ಅವರು ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಶೂರರಿಗೆ ಭಯಂಕರರಾಗಿದ್ದರೂ ಅವರ ಅಕ್ರಮಗಳು ಅವರ ಎಲುಬುಗಳ ಮೇಲೆ ಇರುವುವು. (Sheol )
28 ૨૮ હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
“ಫರೋಹನೇ, ನೀನೂ ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಮುರಿಯಲಾಗುವೆ. ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರ ಸಂಗಡ ಮಲಗುವೆ.
29 ૨૯ અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
“ಅಲ್ಲಿ ಎದೋಮೂ ಅದರ ಅರಸರೂ ಮತ್ತು ಎಲ್ಲಾ ಅದರ ಪ್ರಧಾನರೂ ಶೂರರಾಗಿದ್ದರೂ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರ ಸಂಗಡ ಬಿದ್ದಿರುತ್ತಾರೆ; ಅವರು ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರ ಸಂಗಡ ಮತ್ತು ಕುಣಿಗೆ ಇಳಿಯುವವರ ಸಂಗಡ ಹತರಾದವರು.
30 ૩૦ ત્યાં ઉત્તરના સર્વ રાજકુમારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
“ಅಲ್ಲಿ ಉತ್ತರದ ರಾಜಕುಮಾರರೂ ಸೀದೋನ್ಯರೆಲ್ಲರೂ ಹತರಾದವರೊಂದಿಗೆ ಇಳಿದು ಅಲ್ಲಿದ್ದಾರೆ; ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರಾಗಿದ್ದು ಖಡ್ಗದಿಂದ ಹತರಾಗಿ ಕುಣಿಗೆ ಇಳಿಯುವವರ ಸಂಗಡ ತಮ್ಮ ನಿಂದೆಯನ್ನು ಹೊತ್ತವರಾಗಿದ್ದಾರೆ.
31 ૩૧ ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
“ಫರೋಹನು ಹಾಗೂ ಆತನ ಸೈನ್ಯವು ಇವರೆಲ್ಲರನ್ನೂ ನೋಡಿ ತನ್ನ ಸಮಸ್ತ ಜನಸಮೂಹದ ವಿಷಯವಾಗಿ ಸಮಾಧಾನ ಹೊಂದುವನು, ಫರೋಹನು ಮತ್ತು ಖಡ್ಗದಿಂದ ಹತರಾದ ಅವನ ಸಕಲ ಸೈನಿಕರೂ ಸಮಾಧಾನ ಹೊಂದುವರು ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.
32 ૩૨ મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
ಏಕೆಂದರೆ ನಾನು ಜೀವಿತರ ದೇಶದಲ್ಲಿ ಭಯವನ್ನು ಉಂಟುಮಾಡಿದ್ದೇ. ಆ ಫರೋಹನೂ ಅವನ ಎಲ್ಲಾ ಸಮೂಹದ ಸಹಿತವಾಗಿ ಖಡ್ಗದಿಂದ ಹತರಾದವರ ಸಂಗಡ, ಸುನ್ನತಿಯಿಲ್ಲದವರ ನಡುವೆ ಸೇರಿಹೋಗುವರು ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.”