< હઝકિયેલ 3 >
1 ૧ પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તને જે મળે છે તે ખા. જો, આ ઓળિયું ખા, પછી જઈને ઇઝરાયલી લોકો સાથે વાત કર.”
And He says to me, “Son of man, eat that which you find, eat this scroll, and go, speak to the house of Israel.”
2 ૨ તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.
And I open my mouth, and He causes me to eat this scroll.
3 ૩ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ખા અને તારું પેટ ભર.” મેં તે ખાધું અને તે મારા મુખમાં મધ જેવું મીઠું લાગ્યું.
And He says to me, “Son of man, feed your belly, and fill your bowels with this scroll that I am giving to you”; and I eat it, and it is as honey for sweetness in my mouth.
4 ૪ પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહે.
And He says to me, “Son of man, go forth, go to the house of Israel, and you have spoken to them with My words.
5 ૫ તને વિચિત્ર બોલી તથા મુશ્કેલ ભાષાવાળા લોકની પાસે નહિ, પણ ઇઝરાયલી પ્રજા પાસે મોકલવામાં આવે છે.
For you [are] not sent to a people deep of lip and heavy of tongue—to the house of Israel;
6 ૬ હું તને કોઈ અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર શક્તિશાળી પ્રજા કે જેઓના શબ્દો તું સમજી શકતો નથી તેઓની પાસે હું તને મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત.
not to many peoples, deep of lip and heavy of tongue, whose words you do not understand. If I had not sent you to them—they listen to you,
7 ૭ પણ ઇઝરાયલી લોકો તારું સાંભળવા ઇચ્છતા નથી, કેમ કે, તેઓ મારું પણ સાંભળવા ઇચ્છતા નથી. કેમ કે ઇઝરાયલી લોકો કઠોર તથા હઠીલા હૃદયના છે.
but the house of Israel are not willing to listen to you, for they are not willing to listen to Me, for all the house of Israel are brazen-faced and strong-hearted.
8 ૮ જો, હું તારું મુખ તેઓના મુખ જેટલું કઠણ અને તારું કપાળ તેઓના કપાળ જેટલું કઠોર કરીશ.
Behold, I have made your face strong against their face, and your forehead strong against their forehead.
9 ૯ મેં તારું કપાળ ચકમક કરતાં વજ્ર જેવું કઠણ કર્યું છે. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તું તેઓથી બીશ નહિ, તેમ જ તેમના ચહેરાથી ગભરાઈશ નહિ.”
As an adamant, harder than a rock, I have made your forehead; do not fear them, nor are you frightened before them, for they [are] a house of rebellion.”
10 ૧૦ પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારાં સર્વ વચનો જે હું તને કહું તે તારા હૃદયમાં સ્વીકાર અને તારા કાને સાંભળ!
And He says to me, “Son of man, all My words that I speak to you, receive with your heart, and hear with your ears;
11 ૧૧ પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.’”
and go forth, go to the expulsion, to the sons of your people, and you have spoken to them, and have said to them: Thus said Lord YHWH; whether they hear, or whether they refrain.”
12 ૧૨ પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, “યહોવાહના ગૌરવને ધન્ય હો.” એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
And a spirit lifts me up, and I hear a noise behind me, a great rushing—“Blessed [is] the glory of YHWH from His place!”
13 ૧૩ પેલા પશુઓની પાંખો એકબીજા સાથે અથડાતાં તેનો અવાજ સાંભળ્યો, તેઓની પાસેનાં પૈડાંનો તથા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
Even a noise of the wings of the living creatures touching one another, and a noise of the wheels alongside them, even a noise of a great rushing.
14 ૧૪ પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ: ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
And [the] Spirit has lifted me up, and takes me away, and I go bitterly, in the heat of my spirit, and the hand of YHWH [is] strong on me.
15 ૧૫ હું તેલ-આબીબ કબાર નદીને કિનારે રહેતા બંદીવાનોની પાસે ગયો, હું સાત દિવસ સુધી તેઓની વચ્ચે સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
And I come to the expulsion, at Tel-Ahib, who are dwelling at the river Chebar, and where they are dwelling I also dwell [for] seven days, causing astonishment in their midst.
16 ૧૬ સાત દિવસ પૂરા થયા પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
And it comes to pass, at the end of seven days,
17 ૧૭ “હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો પર ચોકીદાર તરીકે નીમ્યો છે; તેથી મારા મુખમાંનાં વચન સાંભળ અને મારા તરફથી તેઓને ચેતવણી આપ.
that there is a word of YHWH to me, saying, “Son of man, I have given you [as] a watchman to the house of Israel, and you have heard a word from My mouth, and have warned them from Me.
18 ૧૮ જ્યારે હું દુષ્ટને કહું કે, ‘તું નિશ્ચે માર્યો જશે’ જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
In My saying to the wicked: You surely die; and you have not warned him, nor have spoken to warn the wicked from his wicked way, so that he lives; he—the wicked—dies in his iniquity, and I require his blood from your hand.
19 ૧૯ પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે, તે પોતાની દુષ્ટતાથી કે પોતાના દુષ્ટ કાર્યોથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મરશે, પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.
And you, because you have warned the wicked, and he has not turned back from his wickedness, and from his wicked way, he dies in his iniquity, and you have delivered your soul.
20 ૨૦ અને જો કોઈ ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરે અને દુષ્કર્મ કરે, ત્યારે હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે, કેમ કે તેં તેને ચેતવણી નથી આપી. તે પોતાના પાપને લીધે મરશે. તેણે કરેલાં સારાં કાર્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસે માગીશ.
And in the turning back of the righteous from his righteousness, and he has done perversity, and I have put a stumbling-block before him, he dies; because you have not warned him, he dies in his sin, and his righteousness that he has done is not remembered, and I require his blood from your hand.
21 ૨૧ પણ જો તું ન્યાયી માણસને ચેતવે કે તે પાપ ન કરે અને તે પાપ ન કરે તો તે નિશ્ચે જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી છે અને તેં પોતાને બચાવ્યો છે.”
And you, because you have warned him—the righteous—that the righteous does not sin, and he has not sinned, he surely lives, because he has been warned; and you have delivered your soul.”
22 ૨૨ ત્યાં યહોવાહનો હાથ મારા પર હતો, તેમણે મને કહ્યું, “ઊઠ, બહાર મેદાનમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ!”
And there is a hand of YHWH on me there, and He says to me, “Rise, go forth to the valley, and there I speak with you.”
23 ૨૩ તેથી હું ઊઠીને બહાર મેદાનમાં ગયો, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તેવું જ યહોવાહનું ગૌરવ ત્યાં ઊભું હતું; હું ઊંધો પડી ગયો.
And I rise and go forth to the valley, and behold, there the glory of YHWH is standing as the glory that I had seen by the river Chebar, and I fall on my face.
24 ૨૪ ઈશ્વરનો આત્મા મારી પાસે આવ્યો અને મને મારા પગ પર ઊભો કર્યો; તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું, “ઘરે જઈને પોતાને ઘરની અંદર પ્રવેશી જા.
And [the] Spirit comes into me, and causes me to stand on my feet, and He speaks with me, and says to me, “Go in, be shut up in the midst of your house.
25 ૨૫ કેમ કે હવે, હે મનુષ્યપુત્ર, તેઓ તને દોરડાં વડે બાંધી દેશે, જેથી તું તેઓ મધ્યે જઈ શકે નહિ.
And you, son of man, behold, they have put thick bands on you, and have bound you with them, and you do not go forth in their midst;
26 ૨૬ હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઈશ, જેથી તું મૂક થઈ જશે; તેઓને ઠપકો આપી શકશે નહિ; કેમ કે તેઓ બંડખોર પ્રજા છે.
and I cause your tongue to cleave to your palate, and you have been mute, and are not for a reprover to them, for they [are] a house of rebellion.
27 ૨૭ પણ હું તારી સાથે બોલીશ, ત્યારે હું તારું મુખ ખોલીશ, તું તેઓને કહેજે કે, ‘પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, કેમ કે તેઓ બંડખોરપ્રજા છે.”
And in My speaking with you, I open your mouth, and you have said to them: Thus said Lord YHWH; the hearer hears, and the refrainer refrains; for they [are] a house of rebellion.”