< હઝકિયેલ 29 >
1 ૧ દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
ಹತ್ತನೆಯ ವರ್ಷದ ಹತ್ತನೆಯ ತಿಂಗಳಿನ, ಹನ್ನೆರಡನೆಯ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರ ವಾಕ್ಯವು ನನಗೆ ಬಂದಿತು,
2 ૨ હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન તરફ મુખ ફેરવ; તેની અને તેના આખા મિસરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચાર.
“ನರಪುತ್ರನೇ, ನೀನು ಈಜಿಪ್ಟಿನ ಅರಸನಾದ ಫರೋಹನ ಕಡೆಗೆ ಮುಖಮಾಡಿ ಅವನಿಗೂ ಸಮಸ್ತ ಈಜಿಪ್ಟಿಗೂ ವಿರೋಧವಾಗಿ ಪ್ರವಾದಿಸು.
3 ૩ અને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જો, હે મિસરના રાજા ફારુન, હે નદીમાં પડી રહેનાર, “આ નદી મારી છે, મારે પોતાને માટે બનાવી છે.” એવું કહેનાર મોટા અજગર, હું તારી વિરુદ્ધ છું!
ನೀನು ಮಾತನಾಡಿ ಹೇಳಬೇಕಾದದ್ದೇನೆಂದರೆ, ‘ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: “‘ಈಜಿಪ್ಟಿನ ಅರಸನಾದ ಫರೋಹನೇ, ತನ್ನ ನದಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಮಲಗಿಕೊಂಡು ಈ ನೈಲ್ ನದಿ ನನ್ನದು, ನಾನೇ ಅದನ್ನು ನನಗೋಸ್ಕರ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆಂದು ಹೇಳಿಕೊಂಡ ದೊಡ್ಡ ಘಟಸರ್ಪವೇ, ಇಗೋ, ನಾನು ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿದ್ದೇನೆ.
4 ૪ કેમ કે હું તારા જડબામાં આંકડી પરોવીશ, તારી નીલ નદીની માછલીઓ તારાં ભિંગડાને ચોંટાડીશ; તારા ભિંગડાંમાં ચોંટેલી તારી નદીની બધી માછલીઓ સાથે હું તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.
ಆದರೆ ನಿನ್ನ ದವಡೆಗಳಲ್ಲಿ ಗಾಳಗಳನ್ನು ಹಾಕಿ, ನಿನ್ನ ನದಿಗಳ ಮೀನುಗಳನ್ನು ನಿನ್ನ ಬೆನ್ನು ಚಿಪ್ಪುಗಳಿಗೆ ಅಂಟಿಕೊಳ್ಳುವಂತೆ ಮಾಡಿ ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ನದಿಯೊಳಗಿಂದ ಮೇಲೆ ಎಳೆದು ನಿನ್ನ ಮೀನುಗಳು ಚಿಪ್ಪುಗಳಿಗೆ ಅಂಟಿಕೊಳ್ಳುವಂತೆ ಮಾಡುವೆನು.
5 ૫ હું તને તથા તારી સાથેની નદીની બધી માછલીઓને અરણ્યમાં ફેંકી દઈશ. તું ખેતરની જમીન ઉપર પડી રહેશે. કોઈ તારી ખબર કરશે નહિ કે કોઈ તને ઊંચકશે નહિ. મેં તને પૃથ્વીનાં જીવતાં પશુઓને તથા આકાશના પક્ષીઓને ખોરાક તરીકે આપ્યો છે.
ನಿನ್ನನ್ನೂ ನಿನ್ನ ನದಿಗಳ ಮೀನುಗಳನ್ನೂ ಅರಣ್ಯದಲ್ಲಿ ಹಾಕುವೆನು. ನೀನು ಬಯಲುಗಳ ಮೇಲೆ ಬಿದ್ದಿರುವೆ; ನಿನ್ನನ್ನು ಯಾರೂ ಹೊರುವುದೂ ಇಲ್ಲ, ಸೇರಿಸುವುದೂ ಇಲ್ಲ. ನಿನ್ನನ್ನೂ ನಿನ್ನ ನದಿಯ ಎಲ್ಲಾ ಮೀನುಗಳನ್ನೂ ಕಾಡಿನ ಪಾಲುಮಾಡುವೆನು. ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ಮೃಗಗಳಿಗೂ ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳಿಗೂ ನಿನ್ನನ್ನು ಆಹಾರವನ್ನಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ.
6 ૬ ત્યારે મિસરના બધા રહેવાસીઓ જાણશે કે હું યહોવાહ છું, તેઓ ઇઝરાયલીઓને માટે બરુની લાકડીના ટેકા જેવા થયા છે.
ಆಗ ಎಲ್ಲಾ ಈಜಿಪ್ಟಿನ ನಿವಾಸಿಗಳು ನಾನೇ ಯೆಹೋವನೆಂದು ತಿಳಿಯುವರು. “‘ಅವರು ಇಸ್ರಾಯೇಲರ ಮನೆತನದವರಿಗೆ ದಂಟಿನ ಊರುಗೋಲಾಗಿದ್ದರು.
7 ૭ જ્યારે તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું નાસી છૂટ્યો, તેં સર્વના ખભા ચીરી નાખ્યા. જ્યારે તેઓએ તારા પર ટેકો લીધો, ત્યારે તેં તેઓના પગ ભાગી નાખ્યા અને તેઓની કમરો ઢીલી કરી નાખી.
ಇಸ್ರಾಯೇಲರು ನಿನ್ನ ಮೇಲೆ ಕೈಯಿಡಲು ನೀನು ಮುರಿದು ಅವರ ಹೆಗಲನ್ನು ಚುಚ್ಚಿದೆ; ಅವರು ನಿನ್ನನ್ನು ಆದರಿಸಿಕೊಂಡಾಗ ನೀನು ಮುರಿದು ಅದರ ನಡುವುಗಳನ್ನೆಲ್ಲಾ ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟೆ.
8 ૮ તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: હે, મિસર, હું તારી વિરુદ્ધ તલવાર ઉઠાવીશ; તારામાંથી માણસ તથા જાનવરો બંનેનો નાશ કરીશ.
“‘ಆದ್ದರಿಂದ ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾನೆ: ಇಗೋ, ನಾನು ನಿನ್ನ ಮೇಲೆ ಖಡ್ಗವನ್ನು ತರುತ್ತೇನೆ. ಮನುಷ್ಯರನ್ನೂ ಮೃಗಗಳನ್ನೂ ನಿನ್ನೊಳಗಿಂದ ಕಡಿದುಬಿಡುತ್ತೇನೆ.
9 ૯ મિસર દેશ વેરાન તથા ઉજ્જડ થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું, કેમ કે તે બોલ્યો છે કે “નદી મારી છે અને મેં તે બનાવી છે.”
ನೀನು, “ಆ ನೈಲ್ ನದಿಯು ನನ್ನದೇ, ನಾನೇ ಅದನ್ನು ನಿರ್ಮಿಸಿದವನೆಂದು,” ಹೇಳಿಕೊಂಡದ್ದರಿಂದ, “‘ಈಜಿಪ್ಟ್ ದೇಶವು ಹಾಳು ಮರುಭೂಮಿಯಾಗುವುದು. ಆಗ ನಾನೇ ಯೆಹೋವ ದೇವರೆಂದು ಅವರು ತಿಳಿಯುವರು.
10 ૧૦ તેથી, જો, હું તારી અને તારી નદીની વિરુદ્ધ છું, હું મિસરને મિગ્દોલથી સૈયેને સુધી એટલે છેક કૂશની સરહદો સુધી વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ.
ಆದ್ದರಿಂದ ಇಗೋ, ನಾನು ನಿನಗೂ ನಿನ್ನ ನದಿಗಳಿಗೂ ವಿರುದ್ಧವಾಗಿದ್ದೇನೆ. ಈಜಿಪ್ಟ್ ದೇಶವನ್ನು ಮಿಗ್ದೋಲಿನಿಂದ ಸೆವೇನೆಯ ಗೋಪುರ ಮೊದಲುಗೊಂಡು ಕೂಷಿನ ಪ್ರಾಂತದವರೆಗೂ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಾಡಾಗಿಯೂ ಹಾಳಾಗಿಯೂ ಮಾಡುತ್ತೇನೆ.
11 ૧૧ કોઈ માણસનો પગ તેમાં ફરશે નહિ, કોઈ પશુનો પગ તેમાં ફરશે નહિ, અને ચાળીસ વર્ષ સુધી તેમાં કોઈ વસ્તી પણ રહેશે નહિ.
ಯಾವ ಮನುಷ್ಯನ ಪಾದವಾದರೂ ಅದರಲ್ಲಿ ಹಾದು ಹೋಗುವುದಿಲ್ಲ. ಮೃಗಗಳ ಪಾದವೂ ಅದರಲ್ಲಿ ಹಾದು ಹೋಗುವುದಿಲ್ಲ ಅಥವಾ ನಲವತ್ತು ವರ್ಷಗಳ ಕಾಲ ಅದರಲ್ಲಿ ವಾಸಮಾಡುವವರೇ ಇರುವುದಿಲ್ಲ.
12 ૧૨ રહેવાસીઓના દેશો વચ્ચે હું મિસર દેશને ઉજ્જડ બનાવીશ, તેનાં નગરો પાયમાલ થઈ ગયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ થઈ જશે, હું મિસરવાસીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ, અને તેઓને દેશોમાં વેરી નાખીશ.
ನಾನು ಈಜಿಪ್ಟ್ ದೇಶವನ್ನು ಹಾಳುಬಿದ್ದಿರುವ ದೇಶಗಳಲ್ಲಿ ಸೇರಿಸುವೆನು. ಅದರ ಪಟ್ಟಣಗಳು ಕಾಡಾಗಿರುವ ಪಟ್ಟಣಗಳ ನಡುವೆ ನಲವತ್ತು ವರ್ಷಗಳು ಹಾಳಾಗಿರುವುವು. ನಾನು ಈಜಿಪ್ಟಿನವರನ್ನು ಜನಾಂಗಗಳಲ್ಲಿ ಚದುರಿಸಿ ದೇಶಗಳಲ್ಲಿ ಹರಡಿಸಿಬಿಡುವೆನು.
13 ૧૩ પ્રભુ યહોવાહ આમ કહે છે: ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા હશે તેઓમાંથી તેઓને પાછા એકત્ર કરીશ.
“‘ಆದರೂ ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: ನಲವತ್ತು ವರ್ಷಗಳ ಕೊನೆಯಲ್ಲಿ ನಾನು ಈಜಿಪ್ಟಿನವರನ್ನು ಚದುರಿರುವ ರಾಷ್ಟ್ರಗಳಿಂದ ಒಟ್ಟುಗೂಡಿಸುವೆನು.
14 ૧૪ હું મિસરની જાહોજલાલી પુન: સ્થાપિત કરીશ અને હું તેઓને પાથ્રોસ દેશમાં, તેઓની જન્મભૂમિમાં પાછા લાવીશ. ત્યાં તેઓ એ નબળા રાજ્યમાં રહેશે.
ನಾನು ಈಜಿಪ್ಟಿನವರನ್ನು ಸೆರೆಯಿಂದ ತಿರುಗಿ ಬಿಡಿಸಿ ಅವರನ್ನು ಪತ್ರೋಸ್ ದೇಶಕ್ಕೆ ಅಂದರೆ ಅವರ ಜನ್ಮದೇಶಕ್ಕೆ ಮತ್ತೆ ಬರಮಾಡುವೆನು. ಅಲ್ಲಿ ಅವರು ಕನಿಷ್ಠ ರಾಜ್ಯದವರಾಗಿರುವರು.
15 ૧૫ તે સૌથી નીચું રાજ્ય હશે, અને તે કદી બીજી પ્રજાઓ સામે ઊંચું કરવામાં આવશે નહિ. હું તેઓને એવા ઘટાડી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર રાજ કરી શકશે નહિ.
ಆ ರಾಜ್ಯವು ಸಮಸ್ತ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಕನಿಷ್ಠ ರಾಜ್ಯವೆನಿಸಿಕೊಳ್ಳುವುದು. ಮಿಕ್ಕ ಜನಾಂಗಗಳಿಗಿಂತ ತಾನು ದೊಡ್ಡದೆಂದು ಅದು ಇನ್ನು ತಲೆ ಎತ್ತದು. ಅದು ಜನಾಂಗಗಳ ಮೇಲೆ ದೊರೆತನ ಮಾಡಲಾಗದಂತೆ ಅದನ್ನು ಕ್ಷೀಣಗತಿಗೆ ತರುವೆನು.
16 ૧૬ તેઓ કદી ઇઝરાયલી લોકોને ભરોસાપાત્ર થશે નહિ, અન્યાયનું સ્મરણ કરીને તેઓ પોતાનાં મુખ મિસર તરફ ફેરવશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!”
ಇನ್ನು ಅದು ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರ ಭರವಸೆಯಾಗದೆ, ಇವರು ಅವರ ಕಡೆಗೆ ನೋಡಿದಾಗ ಪಾಪವನ್ನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತರುವರು. ಆಗ ನಾನೇ ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರೆಂದು ಅವರಿಗೆ ತಿಳಿಯುವುದು.’”
17 ૧૭ સત્તાવીસમા વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
ಇಪ್ಪತ್ತೇಳನೆಯ ವರ್ಷದಲ್ಲಿ, ಮೊದಲನೆಯ ತಿಂಗಳಿನ, ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರ ವಾಕ್ಯವು ನನಗೆ ಬಂದಿತು,
18 ૧૮ “હે મનુષ્યપુત્ર, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સૈન્ય પાસે તૂરના સૈન્ય વિરુદ્ધ સખત મહેનત કરાવી છે. તેઓના વાળ ખરી પડ્યા અને તેઓના ખભા છોલાઈ ગયા. તેમ છતાં તૂરની વિરુદ્ધ તેઓએ જે સખત મહેનત કરી તેના બદલામાં તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કશું વેતન મળ્યું નહિ.
“ಮನುಷ್ಯಪುತ್ರನೇ, ಬಾಬಿಲೋನಿನ ಅರಸನಾದ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ಟೈರಿಗೆ ಮುತ್ತಿಗೆ ಹಾಕಿ ತನ್ನ ಸೈನಿಕರಿಂದ ಅತಿಶ್ರಮವಾದ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಸಿದನು. ಪ್ರತಿಯೊಬ್ಬನ ತಲೆ ಬೋಳಾಗಿದೆ, ಪ್ರತಿಯೊಬ್ಬನ ಹೆಗಲೂ ಸುಲಿದು ಹೋಗಿದೆ. ಆದರೆ ಅವನು ಆ ಮುತ್ತಿಗೆಯಲ್ಲಿ ಅವನು ಪಟ್ಟ ಶ್ರಮಕ್ಕೆ ಅವನಿಗಾಗಲಿ ಅವನ ಸೈನಿಕರಿಗಾಗಲಿ ಟೈರನಿಂದ ಪ್ರತಿಫಲವೇನೂ ದೊರೆಯಲಿಲ್ಲ.
19 ૧૯ તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે કે, જુઓ, હું મિસરનો દેશ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને આપીશ, તે તેની સર્વ સંપત્તિ લઈ લેશે, તેની લૂંટનો કબજો કરશે, તેને જે મળ્યું છે તે બધું લઈ લેશે; તે તેના સૈન્યનું વેતન થશે.
ಆದ್ದರಿಂದ ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ: ನಾನು ಬಾಬಿಲೋನಿನ ಅರಸನಾದ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನಿಗೆ ಈಜಿಪ್ಟ್ ದೇಶವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ, ಅವನು ಅದರ ಜನಸಮೂಹವನ್ನೂ ಅದರ ಕೊಳ್ಳೆಯನ್ನೂ ಅದರ ಸುಲಿಗೆಯನ್ನೂ ಸೂರೆಮಾಡುವನು. ಇದೇ ಅವನ ದಂಡು ಪಟ್ಟ ಶ್ರಮಕ್ಕೆ ಪ್ರತಿಫಲವಾಗುವುದು.
20 ૨૦ તેણે જે કામ કર્યું છે તેના બદલામાં મેં તેને મિસરનો દેશ આપ્યો છે. “આ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
ಅವನು ಅದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಪಟ್ಟ ಕಷ್ಟಗಳಿಗೋಸ್ಕರ ನಾನು ಅವನಿಗೆ ಈಜಿಪ್ಟ್ ದೇಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ; ನನಗೋಸ್ಕರ ಸೇವೆಮಾಡಿದ್ದಾರೆ, ಎಂದು ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ.
21 ૨૧ “તે દિવસે ઇઝરાયલી લોકોમાં એક શિંગડાં ફૂટી નીકળશે એવું હું કરીશ, હું તેઓ મધ્યે તને બોલતો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”
“ಆ ದಿನದಲ್ಲಿ ನಾನು ಇಸ್ರಾಯೇಲರ ಮನೆತನದವರ ಕೊಂಬನ್ನು ಚಿಗುರಿಸುವೆನು. ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿನ್ನ ಬಾಯನ್ನು ತೆರೆಯುವಂತೆ ಮಾಡುವೆನು. ಆಗ ಅವರು ನಾನೇ ಯೆಹೋವ ದೇವರೆಂದು ತಿಳಿಯುವರು.”