< હઝકિયેલ 28 >
1 ૧ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Ilizwi leNkosi laselifika kimi futhi lisithi:
2 ૨ “હે મનુષ્યપુત્ર, તૂરના અધિકારીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તારું મન ગર્વિષ્ઠ થયું છે! તેં કહ્યું છે, “હું ઈશ્વર છું! હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠો છું.” જોકે તેં તારા મનને દેવને દરજ્જે બેસાડ્યું છે, તોપણ તું માણસ છે, ઈશ્વર નહિ.
Ndodana yomuntu, tshono kusiphathamandla seTire: Itsho njalo iNkosi uJehova: Ngoba inhliziyo yakho iziphakamisile, njalo utshilo ukuthi: Mina nginguNkulunkulu, ngihlezi esihlalweni sikaNkulunkulu enhliziyweni yezinlwandle; kanti wena ungumuntu, hatshi-ke uNkulunkulu, lanxa umisa inhliziyo yakho njengenhliziyo kaNkulunkulu.
3 ૩ તું એમ માને છે કે તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. તને આશ્ચર્ય પમાડે એવું કશું અજાણ્યું નથી.
Khangela, uhlakaniphile kuloDaniyeli; kakulamfihlo abangayifihla kuwe.
4 ૪ તેં ડહાપણથી તથા બુદ્ધિથી સમૃદ્ધિ મેળવી છે, તેં સોનાચાંદીના ભંડાર ભર્યાં છે.
Ngenhlakanipho yakho langokuqedisisa kwakho uzenzele inotho, wabuthela igolide lesiliva kokuligugu kwakho.
5 ૫ તારા પુષ્કળ ડહાપણથી તથા તારા વેપારથી, તેં તારી સમૃદ્ધિ વધારી છે, તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.
Ngobukhulu benhlakanipho yakho ekuthengiselaneni kwakho wandisile inotho yakho; lenhliziyo yakho iphakeme ngenxa yenotho yakho.
6 ૬ તેથી પ્રભુ યહોવાહ કહે છે: તેં તારું મન ઈશ્વરના મન જેવું કર્યું છે.
Ngakho itsho njalo iNkosi uJehova: Ngoba usumise inhliziyo yakho njengenhliziyo kaNkulunkulu,
7 ૭ તેથી હું પરદેશીઓને, દુષ્ટ પ્રજાઓને તારી વિરુદ્ધ લાવીશ. તેઓ તારા ડહાપણની શોભા વિરુદ્ધ તલવાર ખેંચશે, તેઓ તારા વૈભવને અપવિત્ર કરશે.
ngakho, khangela, ngizaletha abezizwe phezu kwakho, abesabekayo bezizwe; abazahwatsha izinkemba zabo bemelene lobuhle benhlakanipho yakho, bangcolise inkazimulo yakho.
8 ૮ તેઓ તને ખાડામાં નાખશે, સમુદ્રમાં કતલ થયેલાઓના જેમ મોત પામશે.
Bazakwehlisela phansi egodini, ufe izimfa zalabo ababulawelwa enhliziyweni yezinlwandle.
9 ૯ ત્યારે પણ શું તું તને મારી નાખનારને એમ કહીશ કે, “હું ઈશ્વર છું?” પણ તને વધ કરનારાઓનાં હાથમાં તું તો માણસ છે, ઈશ્વર નથી.
Usezakutsho yini phambi kwabakubulalayo: NginguNkulunkulu? Kanti ungumuntu, hatshi-ke uNkulunkulu, esandleni salowo okugwazayo.
10 ૧૦ તું બેસુન્નતીઓની જેમ પરદેશીઓના હાથે મૃત્યુ પામશે. કેમ કે પ્રભુ યહોવાહ કહે છે!’ હું તે બોલ્યો છું.”
Uzakufa izimfa zongasokanga ngesandla sabezizwe; ngoba mina ngikhulumile, itsho iNkosi uJehova.
11 ૧૧ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Ilizwi leNkosi lafika kimi futhi lisithi:
12 ૧૨ “હે મનુષ્યપુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો.
Ndodana yomuntu, phakamisa isililo ngenkosi yeTire, uthi kiyo: Itsho njalo iNkosi uJehova: Wena uphawule okupheleleyo, ugcwele inhlakanipho, uphelele ngobuhle.
13 ૧૩ તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
WawuseEdeni, isivande sikaNkulunkulu; lonke ilitshe eliligugu laliyisimbombozo sakho, isardiyusi, itopazi, lendayimana, ibherule, i-onikse, lejaspi, isafire, i-emeraldi, lerubi, legolide; umsebenzi wezigujana zakho lemihlanga yakho wawukuwe; ngosuku owadalwa ngalo walungiswa.
14 ૧૪ તું રક્ષણ કરનાર અભિષિક્ત કરુબ હતો; મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો હતો. અગ્નિના ચળકતા પથ્થરો પર ચાલતો હતો.
Wena ulikherubhi eligcotshiweyo elisibekelayo, njalo ngikumisile; wawuphezu kwentaba engcwele kaNkulunkulu; wahamba usiya le lale phakathi kwamatshe omlilo.
15 ૧૫ તારી ઉત્પતિના દિવસથી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તારું આચરણ નિષ્કલંક હતું.
Wawuphelele ezindleleni zakho kusukela osukwini owadalwa ngalo kwaze kwatholakala ububi kuwe.
16 ૧૬ તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
Ngobunengi bokuthengiselana kwakho sebegcwalise ingaphakathi yakho ngodlakela, wasusona. Ngakho ngizakulahla njengongcolisiweyo usuke entabeni kaNkulunkulu, ngikuchithe, wena kherubhi elisibekelayo, usuke phakathi kwamatshe umlilo.
17 ૧૭ તારા સૌદર્યને કારણે તારું મન ગર્વિષ્ઠ થયું હતું; તારા વૈભવને કારણે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કરી નાખ્યો છે! બીજા રાજાઓ તને જુએ માટે મેં તને તેઓની આગળ બેસાડ્યો છે.
Inhliziyo yakho yaziphakamisa ngenxa yobuhle bakho; wonakalise inhlakanipho yakho ngenxa yenkazimulo yakho. Ngizakuphosela emhlabathini; ngizakumisa phambi kwamakhosi ukuze akubone.
18 ૧૮ તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.
Ngobunengi beziphambeko zakho, ngobubi bokuthengiselana kwakho, ungcolise indawo zakho ezingcwele; ngakho ngizakhupha umlilo ngaphakathi kwakho, wona uzakuqeda, ngikwenze ube ngumlotha emhlabathini emehlweni abo bonke abakubonayo.
19 ૧૯ જે પ્રજાઓ તને ઓળખે છે તે બધી તને જોઈને કંપી ઊઠશે; તેઓ ભયભીત થશે, સદાને માટે તારો નાશ થશે.’”
Bonke abakwaziyo phakathi kwezizwe bazamangala kakhulu ngawe; uzakuba yizesabiso, kawusayikuba khona kuze kube nininini.
20 ૨૦ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Ilizwi leNkosi lafika kimi futhi, lisithi:
21 ૨૧ “હે મનુષ્યપુત્ર, તું તારું મુખ સિદોન તરફ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે.
Ndodana yomuntu, misa ubuso bakho bumelene leSidoni, uprofethe ngayo,
22 ૨૨ કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ, હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. કેમ કે હું તારામાં મારો મહિમા પામીશ, હું તેનો ન્યાય કરીને સજા કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું. હું તારામાં પવિત્ર મનાઈશ.
uthi: Itsho njalo iNkosi uJehova: Khangela, ngimelene lawe, wena Sidoni, ngizadunyiswa phakathi kwakho. Njalo bazakwazi ukuthi ngiyiNkosi lapho sengenze izahlulelo phakathi kwayo, ngangcweliswa kiyo.
23 ૨૩ હું તારી અંદર મરકી તથા તારી શેરીઓમાં ખૂનામરકી મોકલીશ, હત્યા કરાયેલા તેમાં પડશે. જ્યારે તલવાર તારી વિરુદ્ધ ચારેબાજુથી આવશે, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!
Ngoba ngizathumela umatshayabhuqe wesifo kiyo, legazi ezitaladeni zayo; labalimeleyo bazakuwa phakathi kwayo ngenkemba phezu kwayo inhlangothi zonke. Njalo bazakwazi ukuthi ngiyiNkosi.
24 ૨૪ ઇઝરાયલી લોકોનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેઓને ભોંકાતા કાંટા કે ઝાંખરાંની જેમ હેરાન નહિ કરે, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવાહ છું!’”
Njalo kakusayikuba khona kuyo indlu yakoIsrayeli ukhula oluhlabayo kumbe ameva azwisa ubuhlungu kuvela kubo bonke ababahanqileyo ababadelelayo. Njalo bazakwazi ukuthi ngiyiNkosi uJehova.
25 ૨૫ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘ઇઝરાયલી લોકો જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા છે, તેમાંથી હું તેઓને એકત્ર કરીશ, અને જ્યારે હું પ્રજાઓના દેખતાં તેઓમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો તેમાં ઘરો બનાવશે.
Itsho njalo iNkosi uJehova: Nxa sengibuthe indlu kaIsrayeli ivela ezizweni abahlakazwe kizo, ngangcweliswa kubo emehlweni ezizwe, kulapho bezahlala elizweni labo engalinika inceku yami uJakobe.
26 ૨૬ તેઓ તેમાં સુરક્ષિત રહેશે અને ઘરો બાંધશે, દ્રાક્ષવાડીઓ રોપશે, તેઓની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓનો ન્યાય કરીને હું સજા કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું!”
Njalo bazahlala kilo belondolozekile, bakhe izindlu, bahlanyele izivini; yebo, bazahlala belondolozekile nxa sengenze izahlulelo phezu kwabo bonke ababadelelayo inhlangothi zonke. Lapho bazakwazi ukuthi ngiyiNkosi uNkulunkulu wabo.